Sabarkantha : ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, વરિયાળી અને બટાકાના પાકને નુકસાનની ભીતિ, જુઓ Video

Sabarkantha : ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, વરિયાળી અને બટાકાના પાકને નુકસાનની ભીતિ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2024 | 10:25 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કરાં પડ્યા છે. ખેડબ્રહ્માના દામવાસ પંથકમાં કરાં પડ્યાં હતા.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કરાં પડ્યા છે. ખેડબ્રહ્માના દામવાસ પંથકમાં કરાં પડ્યાં હતા. સાબરકાંઠાના 8 તાલુકામાંથી 4 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હિંમતનગરમાં 01 મીમી, ઈડરમાં 06 મીમી, ખેડબ્રહ્મામાં 04 મીમી અને વડાલીમાં 07 મીમી વરસાદ ખાબક્યો છે. ભરશિયાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કરા સાથે માવઠું થતા વરિયાળી અને બટાકાના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે.

અરવલ્લી જિલ્લામાં ખાબક્યો કમોસમી વરસાદ

બીજી તરફ અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. મેઘરજ અને માલપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. પહાડિયા, સિસોદરા, કંભરોડા, બેડજ, કુંભેરા, રામગઢીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જેના પગલે બટાકાં, ઘઉં અને ચણાના પાકમાં નુકસાનની ભીતિ છે.

કરા સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જામશે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને અને દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શકયતાઓ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

( વીથઈનપુટ – અવનીષ ગોસ્વામી ) 

g clip-path="url(#clip0_868_265)">