આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી કલાકોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને અને દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શકયતાઓ છે.

આગામી 48 કલાકમાં ભારે માવઠાની આગાહી
હવામાન વિભાગે ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં 40થી 50 કિલોમીટર પવન સાથે કરા પડવાની આગાહી છે. જ્યારે આવતીકાલે એટલે કે 28 ડિસેમ્બરે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી છે.
ઉત્તર ગુજરાતમાં માવઠાથી થઈ શકે છે ભારે નુકસાન
બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠું ભારે નુકસાન કરી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે.