IND VS AUS: મેલબોર્ન ટેસ્ટમાં કોહલીની સુરક્ષામાં ચૂક, ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ઘુસી આવ્યો વ્યક્તિ

મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ડેબ્યુટન્ટ સેમ કોન્સ્ટાસ સાથે વિરાટ કોહલીની ટક્કર ચર્ચામાં રહી હતી. આ સિવાય તેનો એક વીડિયો ચર્ચામાં છે. એક ચાહક વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં આવ્યો હતો અને વિરાટ કોહલીના ખભા પર હાથ પણ રાખ્યો હતો.

IND VS AUS: મેલબોર્ન ટેસ્ટમાં કોહલીની સુરક્ષામાં ચૂક, ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ઘુસી આવ્યો વ્યક્તિ
Follow Us:
| Updated on: Dec 27, 2024 | 10:55 AM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરી ટીમ ઈન્ડિયા સામે મોટો સ્કોર રાખ્યો છે. મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના ડેબ્યુ કરી રહેલા ખેલાડી સેમ ડેબ્યુટન્ટ સાથે ચર્ચામાં આવ્યો હતો. પરંતુ આ વચ્ચે કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ચાહક મેદાન પર કોહલી પાસે પહોંચે છે અને વિરાટ કોહલીના ખભા પર હાથ રાખે છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે,આ એ છોકરો છે. જે 2023ના વર્લ્ડકપ દરમિયાન મેદાન પર વિરાટ કોહલીને મળવા પહોંચ્યો હતો.

Pakistan Tallest Building : પાકિસ્તાનની સૌથી ઊંચી ઈમારતમાં શું છે?
CIBIL સ્કોર ચેક કર્યા વગર તમને તાત્કાલિક મળશે લોન, જાણો
Curry Leaves : કોણે મીઠો લીમડો ન ખાવો જોઈએ? નિષ્ણાતો પાસેથી જાણો
ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?

મેદાનમાં ઘુસ્યો વિદેશી ચાહક

આ ઘટના મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન બની હતી. એક ચાહક અચાનક મેદાનમાં આવે છે અને સીધો ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પાસે જાય છે. વિરાટ સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે ચાહક તેની પાસે જાય છે. આ ચાહક વિરાટના ખભા પર હાથ રાખે છે, તે દરમિયાન સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચી જાય છે અને તેની પકડી મેદાનની બહાર લઈ જાય છે.

મેદાનમાં પ્રવેશેલા યુવકે વાદળી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. તેના પર યુક્રેનનો ધ્વજ હતો. ટી-શર્ટ પર ‘ફ્રી’ લખેલું હતું. ચાહક મેદાનમાં પ્રવેશીને ‘ફ્રી યુક્રેન’ને સમર્થન કરતો જોવા મળ્યો હતો.આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વર્લ્ડકપ 2023માં પણ આવું જ થયું હતુ

વર્ષ 2023માં ભારતમાં રમાયેલા વર્લ્ડકપ દરમિયાન વિરાટ કોહલીની સાથે મેદાન પર આવી જ ઘટના બની હતી. એક ચાહક ચાલુ મેચ દરમિયાન વિરાટ પાસે આવ્યો હતો. ત્યારે તે ફિલિસ્તીનનું માસ્ક પહેર્યું હતુ. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ એજ વિદેશી ચાહક હોય શકે છે. મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે 152375 ચાહકો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ સાથે એક મોટો રેકોર્ડ બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત આટલા બધા ચાહકો મેચ જોવા આવ્યા હતા.

ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરી

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમે મેદાનમાં ઉતરી ત્યારે ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. આ કાળી પટ્ટીથી સ્પષ્ટ હતું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શોકમાં છે. 26મી ડિસેમ્બરે મોડી રાત્રે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. પૂર્વ પીએમના નિધનથી આખો દેશ શોકમાં છે. આ જ કારણ છે કે ભારતીય ટીમના ખેલાડીઓએ પણ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને શોક વ્યક્ત કર્યો છે.

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
g clip-path="url(#clip0_868_265)">