AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: ગેરકાયદે લાયસન્સ કૌભાંડમાં RTO અધિકારીની મિલિભગતથી 400થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યુ થયાનો ઘટસ્ફોટ

Gandhinagar: ગાંધીનગરના RTO કૌભાંડમાં રોજ નિતનવા ખૂલાસા થઈ રહ્યા છે. જેમા એવો ઘટસ્ફોટ થયો છે કે 2 હજાર કરતા વધુ બોગસ લાયસન્સમાંથી 484 અરજીઓ તો તદ્દન ખોટી હતી. બે  RTO અધિકારીની મિલિભગતથી આ સમગ્ર કૌભાંડ આચરાયુ છે. જેમણે સરકારી રેકર્ડમાં છેડછાડ કરી 400થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યુ કર્યા હોવાની વિગતો ખૂલી છે.

Gandhinagar:  ગેરકાયદે લાયસન્સ કૌભાંડમાં RTO અધિકારીની મિલિભગતથી 400થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યુ થયાનો ઘટસ્ફોટ
Mihir Soni
| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:19 PM
Share

Gandhinagar: એક લાયસન્સ કઢાવવામાં સામાન્ય વ્યક્તિને આંખે તારા દેખાઈ જાય છે. વિવિધ નિયમોની માયાજાળ અને કાયદાની આંટીઘૂંટીના ચક્રવ્યુહને વિંધી સામાન્ય વ્યક્તિ માંડ એક લાયસન્સ મેળવી શકે છે ત્યારે જ્યાંથી સમગ્ર રાજ્યનું સંચાલન થાય છે એ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં RTO કચેરીનું મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે.

RTO અધિકારીએ સરકારી રેકર્ડમાં છેડછાડ કરી બોગસ લાયસન્સ ઈશ્યુ કર્યા

આ કૌભાંડમાં કોઈ કરાર આધારીત કર્મચારી દ્નારા નહીં પરંતુ ખુદ RTO ઈન્સપેક્ટરની પોસ્ટ પર ફરજ બજાવી રહેલા 2 અધિકારી દ્વારા આચરવામાં આવ્યુ છે. સામાન્ય લોકોને પરસેવો પડાવી લાયસન્સ ઈશ્યુ કરનાર ગાંધીનગર RTO એ એકસામટા 2 હજારથી વધુ બોગસ લાયસન્સ બનાવી દીધા જેમા 484 અરજી તદ્દન ખોટી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ વ્યક્તિઓએ કોઈ ટેસ્ટ જ આપી નથી અને તેમના ઘરે લાયસન્સ ઈશ્યુ પણ થઈ ગયા છે. આટલા મોટા પાયે ગાંધીનગર RTOમાંથી ગોઠવણ કરી દેવામાં આવી.

RTO ઈન્સપેક્ટર સમીર ધારીયા અને જયદીપસિંહ ઝાલા સહિત 2 એજન્ટની ધરપકડ

ગાંધીનગર RTOમાં ફકજ બજાવતા ઈન્સપેક્ટર સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા સહિત બે એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.  RTO અધિકારીઓએ સરકારી રેકર્ડમાં છેડછાડ કરી ટેસ્ટ વગર લાયસન્સ ઈશ્યુ કર્યા હોવાનો સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ સરકારી રેકર્ડમાં છેડછાડ બદલ RTO ઈન્સપેક્ટર સામે 409ની કલમ ઉમેરી તપાસ હાથ ધરાઈ છે. સાયબર ક્રાઈમની ટીમ જ્યારે તપાસ માટે ગઈ ત્યારે તેમને અધિકારીઓના રજિસ્ટ્રેશનમાં હાજરીના પુરાવા મળ્યા ન હતા. આ ઉપરાંત લાયસન્સ માટે અરજી અને તેના ડ્રાઈવિંગના વીડિયોના પુરાવા પણ મળ્યા નથી. આ પ્રકારે 500થી વધુ લોકોને વગર ટેસ્ટે લાયસન્ય ઈશ્યુ કરી દેવાયા છે. આ પ્રકારનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલતુ હોવાનુ પણ તપાસમાં ખૂલ્યુ છે.

RTO અધિકારીએ એજન્ટને આપી રાખ્યા હતા આઈડી પાસવર્ડ

લાયસન્સ કૌભાંડમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યુ કે RTO અધિકારીની મિલિભગતથી જ આ કૌભાંડ ચાલતુ હતુ. પોલીસને મળેલી 9 જેટલી લાયસન્સ માટેની અરજીમાં મોટા ભાગના લાયસન્સમાં IP એડ્રેસ RTOની બહારના હોવાનું સામે આવ્યુ છે. લાયસન્સ માટે આવતી અરજીને મંજૂર કરવા માટેનો પાસવર્ડ માત્ર RTOના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતા પકડાયેલા બંને RTO અધિકારીએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો.

RTOમાં વર્ષ 2022માં 14 હજાર જેટલા લાઈસન્સ ઈશ્યુ થયા

આ રેકેટની તપાસ દરમ્યાન RTOમા ચાલતા ગોરખધંધાનો પ્રર્દાફાશ થયો. ત્યારે વર્ષ 2021 થી 2022 સુધી ગાંધીનગર RTO રજિસ્ટ્રાર લાઇસન્સ ડેટા ગાયબ થઈ ગયા છે. જે ડેટાનો બેકઅપ લઈ RTO અધિકારીએ સ્ટોર કરવાનો હોય છે પણ કચેરી માંથી ડેટા ન મળી આવતા અનેક RTO ના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. એટલું જ નહીં ગાંધીનગર, બાવળા,વસ્ત્રાલ કે અમદાવાદ ખાતે અરજીઓ લેવામાં આવેલ ન હોય તેમ છતાં સારથી પોર્ટલ ઉપર તે ડેટા જનરેટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar: ટ્રેક ટેસ્ટ આપ્યા વગર RTO અધિકારીઓની મિલીભગતથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ, સાયબર ક્રાઈમના દરોડામાં ખુલાસો

ગાંધીનગરમા RTO કચેરીમા ટેસ્ટ વગર ગેરકાયદે ઈસ્યુ થતા લાયસન્સમા હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલી છે. હાલમા સાયબર ક્રાઈમે 500 થી વધુ શંકાસ્પદ અરજીઓને લઈને તપાસ શરૂ કરી છે. આ અરજદારોની પણ કોઈ શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તેમની વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહીને લઈને તપાસ હાથ ધરાઈ છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">