Gandhinagar: ગાંધીનગર RTOના કૌભાંડમાં બે એજન્ટ અને બે ARTOની ધરપકડ, વર્ષ 2022માં 14 હજાર લાયસન્સ ઈસ્યૂ થયા, જૂઓ Video
સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ગાંધીનગર RTOમાં વર્ષ 2022માં 14 હજાર જેટલા લાઈસન્સ ઈસ્યૂ થયા હતા. જ્યારે 2023માં 4 હજાર લાઈસન્સ ઈસ્યૂ કરાયા છે. એટલે જ પોલીસને આશંકા છે 2022માં ઈસ્યૂ થયેલા 14 હજાર પૈકી મોટો આંકડો ગેરરીતિનો હોઈ શકે છે.
Gandhinagar: ગાંધીનગર RTO કચેરીમાં એક બે નહીં પરંતુ હજારો લાયસન્સ ટેસ્ટ ડ્રાઈવ (Test drive)આપ્યા વગર જ નિકળી ગયા હોવાનું સામે આવ્યુ છે. આ કૌભાંડમાં (Scam) RTO અધિકારીની પણ મિલીભગત હોવાનું સામે આવ્યુ છે. સાયબર ક્રાઈમે ફરિયાદના આધારે તપાસ કરતા બે એજન્ટ અને બે RTO અધિકારીઓની ધરપકડ કરી છે. ગાંધીનગર RTOમાં ફરજ બજાવતા સમીર ધારિયા, જયદીપસિંહ ઝાલા સહિત બે એજન્ટ મળીને ચારની ધરપકડ કરી છે.
આ પણ વાંચો-Gandhinagar : દેહગામમાં મહિલા બુટલેગરના ઘરમાંથી મળ્યો લાખોનો દારુ, મહિલા બુટલેગરની કરાઈ ધરપકડ
પોલીસને મળેલી અરજીમાં મોટાભાગના લાઈસન્સમાં આઈપી એડ્રેસ RTOની બહારના હોવાનું સામે આવ્યું હતુ. આ અરજીઓ મંજૂર કરવા માટેનો પાસવર્ડ માત્ર RTOના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતાં ઝડપાયેલા બંને ARTOએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો.
સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ગાંધીનગર RTOમાં વર્ષ 2022માં 14 હજાર જેટલા લાઈસન્સ ઈસ્યૂ થયા હતા. જ્યારે 2023માં 4 હજાર લાયસન્સ ઈસ્યૂ કરાયા છે. એટલે જ પોલીસને આશંકા છે 2022માં ઈસ્યૂ થયેલા 14 હજાર પૈકી મોટો આંકડો ગેરરીતિનો હોઈ શકે છે. આ કેસમાં પોલીસે ટેકનિકલ મદદ લઈને તપાસ હાથ ધરી છે. આ તપાસમાં અત્યાર સુધીનું સૌથી મોટુ કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ નહીં.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો