Gandhinagar: અમિત શાહ ગાંધીનગરને આપશે અનેક વિકાસકામોની ભેટ, માણસામાં બાલવા- ફોરલેનનું કરશે ખાતમુહૂર્ત
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. સવારે શાહ માણસા બાલવા ફોરલેન રોડનું ખાતમુહૂર્ત કરશે. માણસાની સબ રજિસ્ટ્રાર કચેરીનુ લોકાર્પણ કરશે.
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સરહદી વિસ્તારોમાં સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે.
ગૃહમંત્રી અમિત શાહ સવારે 10-30 વાગ્યે માણસા-બાલવા ફોર લેન રોડનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ 10-40 વાગ્યે તેઓ માણસાની સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અમિત શાહ માણસામાં બહુચર માતાજીના મંદિરે પૂજન-અર્ચન કરી મા બહુચરને શિશ ઝૂકાવશે. સવારે 11-10 વાગ્યે અમિત શાહ માણસામાં NSGના નવા ભવનનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત સરકારના વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
રાંધેજા-બાલવા ફોર લેન રોડનું કરશે ખાતમુહૂર્ત
ગૃહમંત્રી બપોરે 1-30 વાગ્યે રાંધેજા-બાલવા ફોર લેન રોડનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ 1-45 વાગ્યે તેઓ રાંધેજામાં સાર્વજનિક હોસ્ટિલના આધુનિકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરશે. બપોરે 2 વાગ્યે ગાંધીનગરના સરઢવ ખાતેની સ્કૂલમાં ગાંધીનગર લોકસભાની 150 આંગણવાડીઓમાં રમતગમતના સાધનોનું લોકાર્પણ કરશે. અમિત શાહ બપોરે 2-20 વાગ્યે રેવાબાઇ જનરલ હોસ્પિટલના આધુનિકરણના કાર્યનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ ગુડાના વિવિધ વિકાસકાર્યોની નાગરિકોને ભેટ આપશે. બપોરે 3-45 વાગ્યે અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ટીચર્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
ગાંધીધામ ખાતે ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિપૂજન
તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહ કચ્છ જિલ્લાની મુલાકાતે હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે કચ્છના ગાંધીધામ ખાતે ઇફ્કોના નેનો ડીએપી પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે એ દિવસો હવે દૂર નથી, જ્યારે ભારત કોઈપણ વસ્તુ માટે અન્ય દેશો પર નિર્ભરતા છોડી દેશે. ભારત આત્મનિર્ભરતા પર વધુ એક પગલું આગળો વધ્યો છે. કચ્છમાં ઈફ્કોના યુરિયા ખાતર માટેના પ્લાન્ટનું ભૂજિપૂજન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આત્મનિર્ભર ભારતની વાત કરી અને મક્કમતાથી કહ્યું કે DAP ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે. યોગ્ય ભાવથી ખેડૂતોની સમુદ્ધિ વધે છે. હવે એ દિવસો ગયા, જ્યારે ઘઉં, ચોખા વિદેશથી લાવીને ખાવા પડતાં હતા. ભારત હવે અન્નક્ષેત્રમાં આત્મનિર્ભરત છે અને પ્રાકૃતિક ખેતીનો રસ્તો હવે દુનિયાને બતાવશે ભારત.
આ પણ વાંચો: Gandhinagar: ગેરકાયદે લાયસન્સ કૌભાંડમાં RTO અધિકારીની મિલિભગતથી 400થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યુ થયાનો ઘટસ્ફોટ
કોટેશ્વરમાં 60 એકરમાં નિર્માણ પામનારા મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન
બીજી તરફ અમિત શાહ કચ્છ જિલ્લાના કોટેશ્વર પહોંચ્યા હતા. અહીં અમિત શાહના હસ્તે 60 એકરમાં નિર્માણ પામનારા BSFના મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અમિત શાહે વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ પણ કરાયું હતું. દેશની આંતરિક સુરક્ષાની સાથે સાથે સીમાની સુરક્ષા પર કેન્દ્ર સરકાર ભાર મુકી રહી છે. આતંકીઓના મનસૂબા પર પાણી ફેરવવા માટે સેનાની શક્તિમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો