Gandhinagar : નાના ચિલોડામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત ! અડફેટે આવતા આધેડને હાથના ભાગે થયું ફ્રેક્ચર, જુઓ Video
ગાંધીનગરના નાના ચિલોડામાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. રખડતા ઢોરની અડફેટ આવતા આધેડને હાથના ભાગે ફ્રેક્ચર થયુ છે. જો કે હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યુ છે.
Gandhinagar : રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો ત્રાસ સામે આવતો હોય છે. આવી જ એક ઘટના ગાંધીનગરમાં બની છે. ગાંધીનગરના નાના ચિલોડામાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. રખડતા ઢોરની અડફેટ આવતા આધેડને હાથના ભાગે ફ્રેક્ચર થયુ છે. જો કે હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યુ છે. રખડતા ઢોરની અડફેટની ઘટના CCTVમાં કેદ થઈ છે.
તો બીજી તરફ હાઈકોર્ટની ઝાટકણી બાદ રખડતા ઢોર સામે સુરત મનપા કડક કાર્યવાહી કરશે. સુરત મનપા હવે અમદાવાદની જેમ ઢોર પકડવાની નીતિ અપનાવશે. ઢોરના કારણે અકસ્માતમાં જે નુકસાની થશે તે ઢોર માલિક પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ સાથે ઢોર માલિક સામે ગુનો દાખલ કરાશે. સુરત મનપા રખડતા ઢોરને ફરજીયાત RFID ટેગ લગાડશે અને અમદાવાદની જેમ જીપીએસની નીતિ અપનાવશે. પહેલી વખત ઢોર માલિકને 3 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
Latest Videos