રાજ્યસભા માટે ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવાર ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ tv9 સાથે કરી ખાસ વાતચીત, કર્યો આ ખૂલાસો- વીડિયો

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા તેમણે tv9 સાથે ખાસ વાતચીત કરી. કાકાના હુલામણા નામથી જાણીતા સુરતના હિરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ અંગે જાણો તેમણે આપેલી ખાસ પ્રતિક્રિયા

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 15, 2024 | 10:46 PM

ગાંધીનગર: રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો પૈકી જે 4 બેઠકો એપ્રિલ મહિનામાં ખાલી થાય છે. આ ચારેય બેઠકો માટે ભાજપે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. જેમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડૉ. જસવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે.

આજે આ ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરતા પહેલા હિરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ tv9 સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમની રાજ્યસભા માટે પસંદગી અંગે તેમને ખુદ કંઈ જાણકારી ન હોવાનું જણાવ્યુ હતુ.

“અચાનક અમિત શાહનો ફોન આવ્યો, મારા માટે સ્કાયલેબ જેવી સ્થિતિ હતી”

ધોળકિયાએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે અમિત શાહે ફોન કરી રાજ્યસભા માટે પસંદગી થઈ હોવાનુ જણાવ્યુ હતુ. એ સમયે મારા માટે સ્કાય લેબની સ્થિતિ બની હતી. સવારે ગૃહમંત્રી અમિત શાહનો ફોન આવ્યો અને જણાવ્યુ કે તમને રાજ્યસભામાં મોકલવાના છે. અચાનક આ પ્રકારે આવેલો અમિત શાહનો ફોન અને તેમની રાજ્યસભા માટે પસંદગી એ એકદમ જ તેમના માટે અણધાર્યુ હતુ.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

ધોળકિયાએ જણાવ્યુ કે તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેમની ક્યારેય આ પ્રકારે નોંધ લેવાશે. વધુમાં હિરા ઉદ્યોગપતિ ધોળકિયાએ જણાવ્યુ કે નરેન્દ્ર મોદી સારા કામ કરી રહ્યા છે અને યુગ પુરુષ છે આથી તેમના નિર્ણયને અવગણી ન શકાય

ગોવિંદ ધોળકિયાએ વધુમાં જણાવ્યુ કે હું રાજનેતા તો હજુ પણ નથી, પહેલા પણ ગોવિંદકાકા જ હતો અને હજુ પણ એ જ છુ. રાજ્યસભાના સાંસદ તરીકે જે કોઈપણ જવાબદારી નિભાવવાની આવશે તેને તેઓ બખૂબી નિભાવશે. આમ જનતાને સાથે રાખી રાષ્ટ્રહિતના કામને અગ્રતા આપશે.

કોણ છે ગોવિંદ ધોળકિયા?

અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની અને 13 વર્ષની ઉમરે સુરતમાં સ્થાયી થઈ રત્ન કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા ગોવિંદ ધોળકિયા હાલ રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક છે. SRK ગૃપની તેમની કંપનીસની વાર્ષિક 15000 હજાર કરોડથી વધુની આવક છે.

પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે માત્ર સાત ધોરણ સુધીનું શિક્ષણ મેળવનારા ગોવિંદ ધોળકિયા હાલ 77 વર્ષના છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ધોળકિયા તેમની સખાવતો માટે પણ જાણીતા છે. રામ મંદિર માટે પણ તેમણે 11 કરોડનું દાન આપ્યુ છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો ભરતી મેળો યથાવત, કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરનાર અધ્યાપકો ભાજપમાં જોડાયા

પીએમ મોદીના નજીકના ગણાય છે ગોવિંદ ધોળકિયા

વર્ષોથી RSS સાથે સંકળાયેલા ગોવિંદભાઈ પીએમ મોદીના નજીકના ગણાય છે. હિરા ઉદ્યોગમાં તેમનુ જાણીતુ નામ છે. 6 હજારથી વધારે રોજગાર તેમજ ભારતમાં ડાયમંડ ઉદ્યોગમાં તેમના યોગદાનને કારણે તેઓ ડાયમંડ કિંગ તરીકે પણ જાણીતા છે. લેઉવા પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપવા તેમજ પરષોત્તમ રૂપાલા બાદ સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતના સુરત બંનેને ધ્યાને રાખી તેમની પસંદગી કરાઈ હોવાની ચર્ચા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">