Dev Bhoomi Dwarka: દ્વારિકા નગરીમાં રંગોત્સવની ધૂમ, ભાવિકો મન ભરીને રમ્યા ધુળેટી, જુઓ Video

|

Mar 08, 2023 | 8:09 PM

જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓને રંગે રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. દ્વારકામાં ભક્તો આજે ફુલડોલ ઉત્સવ નિમિતે બહોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચ્યા હતા. ભક્તો પણ દ્વારકાધીશ સંગે રંગે રંગાવા અધીરા બન્યા હતા.

Dev Bhoomi Dwarka: દ્વારિકા નગરીમાં રંગોત્સવની ધૂમ, ભાવિકો મન ભરીને રમ્યા ધુળેટી, જુઓ Video

Follow us on

દેવભૂમિ દ્વારકા ખાતે ખૂબ જ ઉત્સાહ પૂર્વક ફૂલડોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકા ખાતે જાણે આજે દ્વારિકાધીશના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને લોકોએ હોશભેર ધૂળેટી ઉત્સવ ઉજવ્યો હતો. ભાવિકો દ્વારિકાધીશના સાનિધ્યમાં એટલું રંગે રમ્યા હતા કે સમગ્ર મંદિર પરિસર ગુલાલવાળું થઈ ગયું હતું.

દ્વારકામાં આજે ફુલડોલ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. દ્વારકામાં આજે ભક્તિભાવ સાથે ભક્તોએ દ્વારકાધીશ સંગે અબીલ ગુલાલના રંગો સાથે ઉત્સવની ઉજવણી કરી હતી. દ્વારકામાં દ્વારકાધીશ સંગે રંગે રમવા બહોળી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. આજે દ્વારકાધીશ સંગ ભક્તોએ પૂજારી પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં કિર્તન સાથે રંગોની રમઝટ બોલાવી હતી. ભક્તજનોના ધસારાની સાથે મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા
Triphala: ત્રિફળા ક્યા સમયે ખાવી જોઈએ?
Tomato Soup : દરરોજ ટમેટાનું સૂપ પીવાથી શું ફાયદો થાય છે?
ઘરમાં કે ઘરની બહાર લીમડો ઉગવો શુભ કે અશુભ? આટલું જાણી લેજો
પ્લેનના પાઇલટને કેવી રીતે ખબર પડે છે કે લેફ્ટ જવું કે રાઈટ?

પોલીસ  અધિકારીઓ અને  કર્મચારીઓ પણ રંગે રંગાયા

દ્વારકામાં આજે દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભક્તો દ્વારકાધીશ સંગે રંગે રમવા આવી પહોંચ્યા હતા. આજે પૂજારી પરિવાર દ્વારા આરતી  કર્યા બાદ ફુલડોલ ઉત્સવની ઉજવણી થઈ હતી. તેમજ ફરજ પરના  પોલીસ કર્મચારીઓએ પણ એક બીજાને રંગોથી રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી.

જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓને રંગે રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. દ્વારકામાં ભક્તો આજે ફુલડોલ ઉત્સવ નિમિતે બહોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચ્યા હતા. લાંબી લાંબી કતારોમાં ભક્તો પણ દ્વારકાધીશ સંગે રંગે રંગાવા અધીરા બન્યા હતા. આજે દ્વારકાની બજારોમાં પણ સ્થાનિકોએ પણ ડીજે ના તાલ સાથે રંગોત્સવની ઉજવણી  કરી હતી.

હોળી-ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો શ્રધ્ધાળુઓ દ્વારકા દર્શનાથે આવાના હોવાથી અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને ડી.વાય.એસ.પી. સમિર શારડાના માર્ગદર્શન હેઠળ દ્વારકા શહેરમાં આજથી જુદી જુદી જગ્યાએ 1500 જેટલા પોલીસ જવાનો ખડેપગે રહેશે, જેથી દર્શનાર્થીઓ સરળતાથી દ્વારિકાધીશના દર્શન કરી શકે, તેમજ યાત્રાધામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યાત્રિકોની સલામતી માટે રૂપે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિથ ઇનપુટ,  મનીષ જોષી, દેવભૂમિ દ્વારકા, TV9