જુનાગઢમાં સંતો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ, બ્રહ્મલીન તનસુખગીરી હસ્તકના મંદિરમાં વહીવટદારની કરાઈ નિમણૂક- Video

જુનાગઢમાં સાધુ સંતોના વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રહ્મલીન તનસુખગીરી હસ્તકના મંદિરમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે. અંબાજી, ગુરુ દતાત્રેય અને ભીડભંજન મંદિરમાં જુનાગઢ મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2024 | 4:19 PM

જુનાગઢમાં ભવનાથમાં અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ અને સાધુઓમાં વર્ચસ્વની સાઠમારી શરૂ થઈ છે. અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ મહેશગીરીએ ગાદી માટેના સહી સિક્કા કરાવી લીધા હોવાનો તનસુખગીરીના શિષ્યોએ આક્ષેપ કર્યો છે.  આ તરફ સાધુ સંતોના ગાદી માટેના વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. અંબાજી મંદિરના વહીવટદાર કરીતે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે અને ભવનાથના મહંતની સામે થયેલા આક્ષેપોની તપાસ શરૂ કરવામાં આવી છે. અખાડાના લેટર અંગે પણ પોલીસ અને FSLની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબની કામગીરી થઈ રહી છે કે કેમ તે અંગે રિપોર્ટ મગાવવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર વધુ કાર્યવાહી કરશે.

ભવનાથમાં સાધુઓનો વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. હવે આ વિવાદનો ઉકેલ લાવવા ખુદ સરકારે મોરચો સંભાળ્યો છે. વિવાદનો સુખદ અંત આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સરકારના પ્રતિનિધિ તરીકે મહેશગીરી અને હરીગીરી સાથે બેઠક કરી મધ્યસ્થીના પ્રયાસો કર્યા. બેઠક બાદ ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું કે અમે સરકારના પ્રતિનિધિ તરીકે મધ્યસ્થી કરી છે. તમામ સંતો બધા માટે પૂજનીય છે. આથી વિવાદમાં કોઇ રસ્તો નીકળે અને સુખદ અંત આવે તે માટે બંને સંતોને રજૂઆત કરી છે.

બીજી તરફ મહેશગીરીએ કથિત લેટરના પુરાવા યોજી ફરી હરીગીરી બાપુ પર નિશાન સાધ્યું છે. મહેશગીરીએ જણાવ્યું કે જે પત્રની વાત છે એ સરકારમાં પણ રજૂ કરેલો છે. 4 ઓકટોબર 2021નો આ પત્ર દસ્તાવેજ તરીકે ભવનાથ ડોક્યુમેન્ટની ફાઈલમાં છે. જે ડોક્યુમેન્ટ છે તેમાં પણ પત્ર સામે છે તો પછી તે ખોટો કેવી રીતે હોઇ શકે ? મહેશગીરીએ જણાવ્યું કે હરીગીરીને ગરીબોની હાય લાગી છે, જો તેઓ ગુનો કબૂલી લેશે તો તેમને ઓછી સજા થશે.

Acidity Home Remedy : આ 6 ઘરગથ્થુ ઉપાયોથી ગેસની સમસ્યામાં મળશે રાહત, જાણી લો
Vastu Tips : શું કોઈને કાચની વસ્તુ કોઈને ગિફ્ટ આપવી જોઈએ ?
આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો

મુચકુંદ ગુફાના મંહત મહેન્દ્રાનંદ મહારાજની ધમકીનો પણ મહેશગીરીએ જવાબ આપ્યો. મહેન્દ્રાનંદ મહારાજે તાજેતરમાં મહેશગીરીને કહ્યું હતું કે “ભવનાથ જવું હોય તો પહેલા મુચકુંદ આવે છે એટલું યાદ રાખજો”. જેનો જવાબ આપતા મહેશગીરીએ જણાવ્યું કે આ મારી અને હરીગીરી વચ્ચેની લડાઇ છે, તમારે આ લડાઇમાં વચ્ચે પડવાની જરૂર નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">