Pravasi Gujarati Parv 2024 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2024’માં પહોંચ્યા, જુઓ વીડિયો
અમદાવાદ ખાતે પ્રવાસી ગુજરાતી પર્વ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસી ગુજરાતી પર્વ માટે મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. જેમા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રવાસી ગુજરાતી પર્વમાં પહોંચ્યા છે.
2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા, સન્માનવા પ્રવાસી ગુજરાતી પર્વ તૈયાર છે. આ આયોજનનું બીજું સંસ્કરણ ફરી અમદાવાદમાં યોજાઇ રહ્યુ છે.જેમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે.
પ્રવાસી ગુજરાતી પર્વ માટે મહેમાનોનું આગમન
અમદાવાદ ખાતે પ્રવાસી ગુજરાતી પર્વ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસી ગુજરાતી પર્વ માટે મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. પ્રવાસી ગુજરાતી પર્વમાં ભાગ લેવા ફીજીના ઉપ વડાપ્રધાન પણ અમદાવાદ પહોંચ્યા છે. ફીજીના Dy.PM બીમન પ્રસાદે Tv9 સાથે ખાસ વાત કરી. ગુજરાત અને ભારતીયો સાથે સારા સંબંધ વિશે પણ પ્રસાદે વાત કરી. તેઓએ લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ભારતીય મૂળનાં લોકો જે દુનિયામાં ખૂણે ખૂણે વસેલા છે તેમનું ખાસ મહત્વ છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..