Gir somanth: સીદ્દી સમુદાયના શિક્ષણ સહિતના ઉત્કર્ષ માટે આપ્યો સિંહફાળો, જાણો કોણ છે પદ્મશ્રીથી સન્માનિત હિરાબાઈ લોબી
સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ (Hirabai lobi)નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરબાઈ ઉદ્દાત ભાવનાથી સીદ્દી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગીરથ કાર્ય પણ કર્યું છે.
74માં પ્રજાસતાક પર્વના અવસરે દેશમાં વિવિધ ક્ષેત્રે પ્રદાન આપનારા નાગરિકોન પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે તેમાં ગીર સોમનાથ જિલ્લાના સીદ્દી સમુદાયના મહિલા હિરાબાઈ લોબીનો પણ સમાવેશ થાય છે. હિરલાઈ લોબી તાલાલા તાલુકાના જાંબુર ગામના અને સીદ્દી સમાજના મહિલા છે તેઓનું મૂળ આફ્રિકા છે. ગીર સોમનાથ જિલ્લામાં સીદ્દી સમુદાયના લોકોએ સૈકાઓ પહેલા આવીને વસવાટ કર્યો હતો.
પોતાનું અક્ષરજ્ઞાન ઓછું પણ સમાજ માટે સાક્ષરતાની જ્યોત પ્રગટાવી
આફ્રિકાથી ભારત અને તેમાં પણ ગુજરાતના ગીરમાં આવીને વસેલો સીદ્દી સમાજ હાલ ગીરના જાંબુરમાં વસવાટ કરે છે ત્યારે પોતે ખૂબ જ ઓછું શિક્ષણ મેળવેલા હીરબાઈ લોબીએ સીદ્દી સમાજના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. હીર બાઈએ સીદ્દી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેના માટે તેઓએ જાગૃતિ લાવી છોકરા છોકરીઓને ભણતા કર્યા. તો સીદ્દી મહિલાઓ રોજગાર મેળવે અને પગભર થાય તેના માટે પણ તેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા. તેમના આ ઉત્તમ સામાજિક કાર્યો માટે હિરબાઈ લોબીને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2006 માં હીરબાઈ લોબી જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.
નાનપણથી જ ગુમાવી હતી માતા પિતાની છત્રછાયા
સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરબાઈ ઉદ્દાત ભાવનાથી સીદ્દી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગીરથ કાર્ય પણ કર્યું છે.
હીરબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ રહી છે અને આર્થિક સ્વતંત્રતા શું કહેવાય તે પણ આ મહિલાઓને ખબર પડી છે તેની પાછળ હિરાબાઈ લોબીનો મહત્વનો ફાળો છે હિરાબાઈએ સીદ્દી બાળકો માટે બાલવાડીની સ્થાપના પણ કરી છે. આમ સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
હિરબાઈને આ ઉત્તમ સન્માન મળ્યું ત્યારે પદ્મશ્રીથી સન્માનિત હિરાબાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા સરકાર પ્રત્યે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તો જાંબુર ગામના સ્થાનિકોએ પણ આ સન્માન અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.
વિથ ઇનપુટ ક્રેડિટ: યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9