Botad lattha kand live : ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ ! અત્યાર સુધીમાં 36 લોકોના મોત,રાજ્ય સરકાર એક્શનમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 6:32 AM

લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.વધુ બે લોકોના સારવાર દરમિયાન મોત થતા આંકડો 29ને પાર પહોંચી ગયો છે.જો વિગતે વાત કરીએ તો રોજિંદ માં 9,ધંધુકા 9, પોલારપુર 2 ,ભીમનાથ 1,ચદરવા 2,રાણપુર 1,દેવ ગના 3,રણપુરી 1,કોરડા અને ચુડા ગામમાં એક વ્યક્તિનું મોત થયુ છે.

Botad lattha kand live : ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ ! અત્યાર સુધીમાં 36 લોકોના મોત,રાજ્ય સરકાર એક્શનમાં
Botad Lattha kand Live Updates

બોટાદના (Botad)લઠ્ઠાકાંડ માં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.હાલ 66 થી વધુ લોકોની સારવાર હેઠળ છે.જેમાં 6 વ્યક્તિની સ્થિતિ અતિ ગંભીર છે.બીજી તરફ પોલીસે (gujarat Police) સમગ્ર કેસમાં રાજુ પિંટુ નામના એક શખ્સની અટકાયત કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે, આ કેમિકલથી દારૂ બનાવાતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો. આ ઘટનાના (Botad Lattha kand live) સમગ્ર રાજ્યમાં ઘેરા પડ્યા છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) આ અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માગ્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jul 2022 08:57 PM (IST)

    Lattha Kand Live Updates: ઝેરી દારૂકાંડ મામલે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને કરવામાં આવી છે રેડ: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

    રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્હ્યું કે રાજ્યમાં પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામાં આવી છે તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે

  • 26 Jul 2022 08:54 PM (IST)

    Lattha Kand Live Updates: કથિત લઠ્ઠાકાંડ મુદ્દે CMએ કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે આપ્યો આદેશ

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામાં આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી.

  • 26 Jul 2022 08:25 PM (IST)

    Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો, 13 લોકોની કરાઈ ધરપકડ, બરવાળામાં 13 અને રાણપુરના 11 આરોપી સામેલ

    ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકો વિરૂદ્ધ નોંધાયો ગુનો નોંધાયો છે જેમાંથી 13 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. જે 24 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેમાં બરવાળામાં 13 અને રાણપુરના 11 આરોપી સામેલ છે.. બરવાળાની ફરિયાદમાં 13 માંથી 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે રાણપુરના 11માંથી 6 આરોપીને ઝડપી લેવાયા છે. સમગ્ર કાંડ મુદ્દે બોટાદ એસપીએ કહ્યું કે, કેમિકલમાંથી કોઈ દારૂ બનાવાયો ન હતો.. કેમિકલ સીધું પાણીમાં નાખી પીવામાં આવ્યું હતું જેના કારણે લોકોનું મોત થયું છે.

  • 26 Jul 2022 08:18 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદમાં ઝેરી દારૂકાંડ બાદ દાહોદ પોલીસ પણ એક્શનમા, અનેક સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર કર્યા દરોડા

    બોટાદમાં ઝેરી દારૂકાંડ બાદ દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે વિવિધ સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા, જેમા ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી, સુખસર સહિતના વિવિધ સ્થળોએ દેશી દારૂના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે ઝાલોદના ચીતોડિયામાં કારમાં લવાઈ રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમા એક શખ્સની ધરપકડ રી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર થયો હતો.

  • 26 Jul 2022 08:11 PM (IST)

    Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડમાં 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, એકપણના રિપોર્ટમાં નથી મળ્યુ દારૂનુ તત્વ

    ઝેરી દારૂકાંડમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમા 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં ક્યાંય દારૂનું તત્વ મળ્યુ નથી. ઈથાઈલ નહીં પરંતુ સીધુ જ મિથેનોલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાણીમાં જ સીધુ કેમિકલ ભેળવીને દારૂનુ નામ આપવામાં આવ્યુ હોવાનો ખૂલાસો થયો છે. ત્યારે સમગ્ર ઘટનાને પોલીસ હવે લઠ્ઠાકાંડ નહીં પરંતુ કેમિકલ કાંડ ગણાવી રહી છે.

  • 26 Jul 2022 08:05 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદના આકરૂ ગામે શંકાસ્પદ જણાતા દફન કરાયેલો મૃતદેહ બહાર કઢાયો

    ઝેરી દારૂ પીધા બાદ બોટાદના આકરૂ ગામે બે લોકોના મોત થયા હતા, જેમા ભાવેશ ચાવડા અને કિશન ચાવડાની ગઈકાલે દફનવિધિ કરાઈ હતી. જેમા ભાવેશ ચાવડાનું પોસ્ટમોર્ટમ ન થયુ હોવાથી દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો આ કાર્યવાહીમાં જોડાયો હતો.

  • 26 Jul 2022 07:55 PM (IST)

    Lattha Kand Live Updates : બરવાળા ઝેરી દારૂકાંડ મામલે તપાસ તેજ, SITના સભ્યો રોજિદ ગામ પહોંચ્યા

    બરવાળા ઝેરી દારૂકાંડ મામલે તપાસ તેજ કરી દેવાઈ છે. SIT ના સભ્યો રોજિદ ગામ પહોંચ્યા છે. SMCના SP નિર્લિપ્ત રાય, રેન્જ આઈજી અશોક યાદવ સહિતના રોજિદ ગામ પહોંચ્યા હતા. આ દરમિયાન SITના વડા IPS સુભાષ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે મિથાઈલ આલ્કોહોલને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ દોષીત હશે તેની સામે પગલા લેવામાં આવશે, વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે દર મહિને પાસાના કેસોનું રિવ્યુ કરવામાં આવે છે.

  • 26 Jul 2022 07:47 PM (IST)

    Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડ મામલે કચ્છમાં કંડલામાં મિથેનોલ આલ્કોહોલની હાથ ધરાઈ તપાસ

    બરવાળા ઝેરી દારૂકાંડ મામલે કચ્છમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કંડલામાં મિથેનોલ આલ્કોહોલને લઈને કંડલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. કંડલામાં મિથેનોલ આલ્કોહોલનું મોટાપાયે ઈમ્પોર્ટ થાય છે. જેને લઈને નશાબંધી વિભાગ દ્વારા ટ્રેડર અને ઈમ્પોર્ટરની તપાસ કરાશે, જેમા લાઈસન્સ અને જથ્થા અંગે તપાસ કરવામાં આવશે. 120થી વધુ ટ્રેડર અને ઈમ્પોર્ટરોના લાઈસન્સ અને જથ્થાની તપાસ કરવામાં આવશે.

  • 26 Jul 2022 07:38 PM (IST)

    Lattha Kand Live Updates : બરવાળામાં ઝેરી દારૂકાંડ મામલે અલ્પેશ ઠાકોરે કહ્યુ ગામેગામ ચાલતી દારૂની હાટડીઓ સરકાર બંધ કરાવે

    બરવાળા ઝેરી દારૂકાંડ મામલે અલ્પેશ ઠાકોરે કહ્યુ આવતીકાલે તે અસરગ્રસ્તોની મુલાકાતે જશે. અલ્પેશ ઠાકોરે કોન્સ્ટેબલથી લઈ રેન્જ આઈજી સુધીના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. અલ્પેશ ઠાકોરે ઝેરૂ દારૂકાંડના જવાબદારોને ફાંસીની સજા ફટકારવાની માગ કરી છે. ભ્રષ્ટ અધિકારીઓે અને પોલીસકર્મીઓને પણ કડક સજા કરવાની માગ કરી છે .અલ્પેશ ઠાકોરે કહ્યુ છે કે ગામેગામ ચાલતી દારૂની હાટડ઼ીઓ સરકાર બંધ કરાવે.

  • 26 Jul 2022 07:30 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદ ઝેરી દારૂકાંડમાં તપાસ તેજ, SITના વડા IPS સુભાષ ત્રિવેદી બરવાળા પહોંચ્યા

    બોટાદ ઝેરી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે. SITના વડા IPS સુભાષ ત્રિવેદી બરવાળા પહોંચ્યા છે. જેમા આરોપી અજિત અને સંજયને પણ બરવાળા લવાયા છે. ધરપકડ બાદ બંને આરોપીને બરવાળા લવાયા છે. અજિત પાસેથી 100 લીટર કેમિકલ કબજે કરાયુ છે.

  • 26 Jul 2022 07:24 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદના ઝેરી દારૂકાંડ બાદ વલસાડ પોલીસ એક્શનમાં, વિવિધ વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર કરી રેડ

    વલસાડના વિવિધ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી છે. કોસંબા સહિતના વિસ્તારોમાં પોલીસે રેડ કરી હતી, તો વાપી ટાઉન વિસ્તારમાં પણ ત્રણ સ્થળે રેડ કરી હતી. જેમા દેશી ગોળની સાથે દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી અને એક મહિલા સહિત 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

  • 26 Jul 2022 07:15 PM (IST)

    Lattha Kand Live Updates : આમોસ કંપનીમાં ક્રાઈમ બ્રાંચની ટીમે હાથ ધરી તપાસ

    આરોપી જયેશ Amos કંપનીમાં છેલ્લા 5 વર્ષથી લેબર કોન્ટ્રાક્ટર વિથ સુપરવાઈઝર હતો. આ કબૂલાત પછી ક્રાઈમબ્રાંચની ટીમ Amos કંપનીમાં મિથેનોલ કેમિકલ સ્ટોકની ગણતરી કરવા પહોંચી હતી. Amos કંપનીમાં સુપરવાઈઝર તરીકે રહેલા જયેશે મિથેનોલ કેમિકલ વેચ્યુ હતુ.

  • 26 Jul 2022 07:01 PM (IST)

    Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડના મુખ્ય આરોપીની ચોંકાવનારી કબૂલાત, 41 હજાર રૂપિયા માટે કર્યો હતો મોતના કેમિકલનો સોદો

    ઝેરી દારૂકાંડના મુખ્ય આરોપીએ ક્રાઈમ બ્રાંચમા કબુલાત કરી છે કે છેલ્લા એક વર્ષથી બરવાળાનો સંજય પિતરાઈ ભાઈ જયેશ પાસેથી કેમિકલ મગાવતો હતો. જયેશ જાણતો હતો કે મિથેનોલ પીવાથી માણસ મરી શકે છે છતા 41 હજાર રૂપિયા માટે જયેશે મોતના સામાનનો સોદો કર્યો હતો. જયેશે 41 હજાર 500 રૂપિયામાં 600 લીટર મિથેનોલ વેચ્યુ હતુ.

  • 26 Jul 2022 06:54 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદમાં ઝેરી દારૂકાંડમાં કેમિકલ મિથેનોલ મોકલનાર આરોપી જયેશ ખાવડિયા ફરાર થવાની તૈયારીમાં હતો

    બોટાદ લઠ્ઠાકાંડમાં કેમિકલ મિથેનોલ મોકલનાર આરોપી ફરાર થઈ જવાનો હતો, જો કે ફરાર થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો હતો. જયેશે જ 41,500 રૂપિયામાં 600 લીટર મિથેનોલ તેના ફઈના દીકરા સંજયને વેચ્યુ હતુ. જયેશ છેલ્લા 4 મહિનાથી થોડુ થોડુ કેમિકલ ભેગુ કરી રહ્યો હતો. આરોપી જયેશ Amos કંપનીમાં છેલ્લા 5 વર્ષથી લેબર કોન્ટ્રાક્ટર વિથ સુપરવાઈઝર હતો.

  • 26 Jul 2022 06:44 PM (IST)

    Lattha Kand Live Updates : જાણો ઝેરી દારૂકાંડ મામલે બોટાદ SP કરણરાજ વાઘેલાએ શું કર્યા ખૂલાસા? કેવી રીતે આવ્યુ હતુ કેમિકલ ? જુઓ વીડિયો

    બોટાદ SP કરણરાજ વાઘેલાએ જણાવ્યુ કે કોઈ એક પાસેથી કેમિકલ નથી મળ્યુ, આ ઘટનામાં આખી કડી જોડાયેલી છે જેમા આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલના ગલ્લેથી પોલીસે 5 લીટર કેમિકલ મળ્યુ હતુ. મહેન્દ્રએ ચોકડી ગામના પિન્ટુ પાસેથી કેમિકલ ખરીદ્યુ હતુ. જ્યારે આરોપી પિન્ટુએ વિનોદ, સંજય અને હરેશ પાસેથી 200 લીટર કેમિકલ ખરીદ્યુ હતુ.

  • 26 Jul 2022 06:31 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે મુખ્ય આરોપીની કબુલાત, એક વર્ષથી પિતરાઈ ભાઈ પાસેથી મગાવતો હતો કેમિકલ

    બોટાદ ઝેરી દારૂકાંડમાં મુખ્ય આરોપી બરવાળાના સંજયએ ક્રાઈમ બ્રાંચમાં કબુલાત કરી છે કે તે છેલ્લા એક વર્ષથી તેના પિતરાઈ ભાઈ જયેશ પાસેથી કેમિકલ મગાવતો હતો. જયેશ જાણતો હતો કે મિથેનોલ પીવાથી માણસ મરી શકે છે. જયેશે 41 હજાર 500 રૂપિયામાં 600 લીટર મિથેનોલ વેચ્યુ હતુ. જયેશે નવુ માકન લીધુ હતુ અને પૈસાની જરૂર હોવાથી મિથેનોલ વેચ્યુ હતુ.

  • 26 Jul 2022 06:02 PM (IST)

    Lattha Kand Live Updates : અરવિંદ કેજરીવાલે ભાવનગરની સિવિલની મુલાકાત લઈ અસરગ્રસ્તોને મળ્યા, સરકાર પર પ્રહાર કરતા કહ્યુ બુટલેગરોને રાજકીય રક્ષણ વગર આ શક્ય નથી

    અરવિંદ કેજરીવાલે ભાવનગર સિવિલની મુલાકાત લીધી અને ઝેરી દારૂકાંડના અસરગ્રસ્તોને મળ્યા હતા. આ મુલાકાત કેજરીવાલે જણાવ્યુ કે હજુ પણ કેટલાક લોકોની હાલત ઘણી ગંભીર છે. રાજ્યમાં દારૂબંધીના કાયદા પર સવાલ ઉઠાવતા કેજરીવાલે જણાવ્યુ કે દારૂબંધી છે તો કેવી રીતે દારૂ વેચાઈ રહ્યો છે ? આ તકે કેજરીવાલે સરકાર સામે સવાલ ઉઠાવ્યો કો બુટલેગરોને રાજકીય રક્ષણ વિના આ શક્ય નથી.

  • 26 Jul 2022 05:32 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે SITના વડા સુભાષ ત્રિવેદી બરવાળા પહોંચ્યા

    બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે SITના વડા સુભાષ ત્રિવેદી બરવાળા પહોંચ્યા છે. આરોપી અજીત અને સંજયની ધરપકડ કરી બંનેને બરવાળા પોલીસ સ્ટેશનમાં લવાયા છે. આરોપી અજિત પાસેથી 100 લીટર કેમિકલ જપ્ત કરાયુ છે. આરોપી અજિત સામે રાણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો. કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાણપુરમાં કુલ 11 લોકો સામે ગુનો નોંધાયો છે.

  • 26 Jul 2022 05:14 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદ લઠ્ઠાકાંડ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર ચિંતિત અને સજાગ

    બોટાદ લઠ્ઠાકાંડ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે સમગ્ર ઘટના અંગે હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે. તેમણે વધુમાં જણાવ્યુ કે ઝેરી દારૂ માટે 600 લીટરનો જથ્થો વપરાશમાં લેવાયો હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાંથી 450 લીટરનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે. હવે જો આ જથ્થો પણ બજારમાં જતો રહ્યો હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તે વિચાર પણ કમકમાટી ઉપજાવે તેવો છે. શિક્ષણમંત્રીએ સમગ્ર ઘટનામાં મીડિયાની કામગીરીની પણ સરાહના કરતા જણાવ્યુ કે મીડિયાની સતર્કતાને કારણે આ ઘટના ઉજાગર થઈ છે. તેમની સક્રિયતાને કારણે લોકો સામેથી સારવાર લેવા આવ્યા છે. જેના લીધે આ ઘટનાની અસરકારક્તાને ઘણા અંશે ઓછી કરી શકાઈ છે.

  • 26 Jul 2022 05:03 PM (IST)

    Botad lattha kand live : બોટાદ લઠ્ઠાકાંડમાં વધ્યો મોતનો આંક, મૃતકોની સંખ્યા 36એ પહોંચી

    બોટાદ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હાલ મૃત્યુઆંક વધીને 36 થયો છે. જેમા બરવાળામાં 25 લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયા છે જ્યારે ધંધુકામાં 11 લોકોના મોત થયા છે.

  • 26 Jul 2022 04:53 PM (IST)

    Lattha Kand Live Updates : શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દારૂકાંડના અસરગ્રસ્તોની લીધી મુલાકાત, દર્દીઓની સારવારની મેળવી વિગતો, અસરગ્રસ્તોના સ્વજનોને આપી સાંત્વના

    બોટાદ લઠ્ઠાકાંડ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તાત્કાલિક હવાઈ માર્ગે ભાવનગરની સર.ટી. હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. દર્દીઓની સઘન સારવાર થાય અને ડાયાલિસિસ નેફ્રોલોજિસ્ટ્સની ટીમ સહિતની તમામ વ્યવસ્થાઓ ઝડપથી ગોઠવાઈ જાય તે તમામ બાબતોનુ ધ્યાન રાખવા તાકીદ કરી હતી. તેમજ માદક દ્રવ્યોનું વેચાણ કરનારા અને તેનો પુરવઠો પુરો પાડનારા તથા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે.  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ઘટનાના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ તપાસ સમિતિની નિમણૂંક કરવામાં આવી છે, જે એફ.એસ.એલ. ના તપાસના તથ્યોના અંતે ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ સરકારને રજૂ કરશે

    .

  • 26 Jul 2022 04:16 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદના બરવાળામાં થયેલા ઝેરી દારૂકાંડ અંગે CM કરશે રિવ્યુ બેઠક

    બરવાળામાં થયેલા ઝેરી દારૂકાંડ અંગે મુખ્યમંત્રી રિવ્યુ બેઠક કરશે. જેમા ગાંધીનગરમાં આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજાશે. જેમા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના એ.સી.એસ રાજકુમાર, રાજ્યના DGP આશિષ ભાટિયા અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય કમિશનર બેઠકમાં જોડાશે.

  • 26 Jul 2022 04:09 PM (IST)

    Lattha Kand Live Updates : ઝેરી દારૂકાંડમાં એક બુટલેગરનું પણ મોત નિપજ્યુ

    ઝેરી દારૂકાંડમાં 25 વર્ષિય એક બુટલેગરનું પણ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.. આ બુટલેગરો પોતે વિદેશી દારૂ લાવીને પીધો હતો અને અન્યને પણ પીવડાવ્યો હતો. આ બુટલેગરના પિતા વિનુ કવાડિયા અને તેના ભાઈ શક્તિ કવાડિયા સમગ્ર ઘટના બાદ ફરાર થઈ ગયા છે. આ ત્રણેય બોટાદના લિસ્ટેડ બુટલેગર છે. રોજિદ ગામના સરપંચ ધર્મેન્દ્ર ડુંગરાણીએ તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા ત્રણેયે તેમને મારી નાખવાની પણ અગાઉ ધમકી આપી હતી. હાલ બુટલેગર વિપુલ કાવડિયાનું મોત થતા તેના માતાને બોલાવી પોલીસે અંતિમવિધિ કરાવી હતી.

  • 26 Jul 2022 03:56 PM (IST)

    Botad lattha kand live : લઠ્ઠાકાંડ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કુલ 18 દર્દીઓ દાખલ છે જેમા 6 દર્દીઓ ક્રિટીકલ છે

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લઠ્ઠાકાંડ પર જણાવ્યુ કે ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગ સજાગ થઈ ગયુ છે અને જરૂરી તમામ સાધન સામગ્રી પુરી પાડવામાં આવી રહી છે. જેમા માદક પદાર્થોના સેવનને જોતા ડાયાલિસિસ કરવાની જરૂરિયાતને જોતા ડાયાલિસિસના સાધનો અને નેફ્રોલોજિસ્ટ્સ અને નિષ્ણાંત સ્ટાફને તુરંત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

  • 26 Jul 2022 03:29 PM (IST)

    Lattha Kand Live Updates : મિથેનોલ આલ્કોહોલ કેમિકલને લઈને કંડલામાં તપાસનો ધમધમાટ

    બોટાદના બરવાળામાં સર્જાયેલ લઠ્ઠાકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમા મિથેનોલ આલ્કોહોલ નામના કેમિકલને લઈને કંડલામાં પણ તપાસ હાથ ધરાઈ છે. કંડલામાં મોટા પાયે મિથેનોલ આલ્કોહોલની ઈમ્પોર્ટ કરવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહાર પણ મોટાભાગના વિસ્તારમાં કચ્છથી મિથેનોલનો જથ્થો જાય છે. લાઈસન્સ અને જથ્થા અંગે તપાસ કરવામાં આવી છે. નશાબંધી વિભાગ દ્વારા ટ્રેડર અને ઈમ્પોર્ટરની તપાસ કરવામાં આવશે. જેમા 120થી વધુ ટ્રેડર અને ઈમ્પોર્ટરોના લાઈસન્સ અને જથ્થાની તપાસ કરાશે.

  • 26 Jul 2022 03:20 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદ લઠ્ઠાકાંડ પર શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની કરી માગ

    બોટાદ લઠ્ઠાકાંડ મામલે શંકરસિંહ વાઘેલાએ તેમની પ્રતિક્રિયા આપી છે. વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની માગ કરી છે. વાઘેલાએ કહ્યુ છે કે રાજ્યમાં દારૂબંધીના કાયદા મુદ્દે પુન: વિચારની જરૂર છે. ઝેરી દારૂકાંડ મુદ્દે તેમણે કહ્યુ કે રાજ્યમાં ઝેરી દારૂથી મોતની ઘટના પહેલીવાર નથી બની. તો તેમણે બોટાદ પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા કે સરપંચની વાતને ધ્યાને લેવાઈ હોત તો દારૂકાંડ ન થયો હોત. વાઘેલાએ વધુમાં કહ્યુ કે ગુજરાતમાં કોઈ ગામ એવુુ નથી જ્યાં દારૂ ન વેચાતો હોય, સુરતમાં પણ લાખો રૂપિયાનો દારૂ ઠલવાય છે. વાઘેલાએ વાઈબ્રન્ટ ગુજરાત મુદ્દે પ્રહાર કર્યો કે વાઈબ્રન્ટ ગુજરાતના નામે વાઈબ્રેશન ગુજરાત મોડ ચાલે છે.

     

  • 26 Jul 2022 03:03 PM (IST)

    Lattha Kand Live Updates : બોટાદ લઠ્ઠાકાંડમાં વપરાયેલા ઝેરી કેમિકલના એક્સક્લુઝિવ CCTV

    બોટાદ ઝેરી દારૂકાંડના એક્સક્લુસિવ CCTV સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ જોઈ શકાય છે કે મોતનો સામાન ટેમ્પામાં ભરીને બરવાળા લઈ જવાઈ રહ્યો હતો. આ CCTV અમદાવાદ પેટ્રોલ પંપ પરના છે જ્યાંથી 22મી તારીખે કેમિકલ લઈ જવાયુ હતુ.

  • 26 Jul 2022 02:57 PM (IST)

    Lattha Kand Live Updates : અમદાવાદ પોલીસના અનેક વિસ્તારોમાં દરોડા

    ઝેરી દારૂકાંડ સામે આવ્યા  બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા કરવામાં આવ્યા છે. કાગડાપીઠના કંટોડિયાવાસમાં PCBની ટીમે દરોડા કર્યા છે. શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસે આ દરોડાની કામગીરી શરી કરી છે.

  • 26 Jul 2022 02:49 PM (IST)

    Lattha Kand Live Updates : તમામ આરોપીઓને બરવાળા પોલીસને સોંપવામાં આવશે

    આરોપીઓને અમદાવાદથી બરવાળા લઈ જવાયા છે, તમામ આરોપીઓને બરવાળા પોલીસને સોંપવામાં આવશે. જેમા મુખ્ય બે આરોપી સહિત 10 આરોપીને બરવાળા પોલીસને સોંપાશે

  • 26 Jul 2022 02:27 PM (IST)

    Lattha Kand Live Updates : તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચાઇ

    Lattha Kand Live Updates : બોટાદ જિલ્લામાં કેમીકલના દુરઉપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે. તેમણે જણાવ્યુ કે, 10 દિવસમાં આરોપીઓ વિરૂદ્ધ રજૂ કરાશે ચાર્જશીટ

  • 26 Jul 2022 02:25 PM (IST)

    Lattha Kand Live Updates : ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

    Lattha Kand Live Updates : બરવાળામાં ઝેરી દારૂકાંડ બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા અને બરવાળા દારૂકાંડના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં હર્ષ સંઘવીએ દર્દીઓ સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યાં હતા.

  • 26 Jul 2022 02:20 PM (IST)

    Lattha Kand Live Updates : કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્તોના પરિવારોની મુલાકાત લીધી

    Lattha Kand Live Updates : લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્તોના પરિવારોની મુલાકાત કરી.પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ રોજીદ ગામ પહોંચ્યા હતા. રોજીદ ગામમાં મૃત્યુ પામેલા પરિવારોને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મળીને સાંત્વના પાઠવી. લઠ્ઠાકાંડમાં યોગ્ય તપાસ કરી અને અસરગ્રસ્તોના પરિવારોજનોને ન્યાય મળે તેની માગણી કરી હતી.

  • 26 Jul 2022 02:15 PM (IST)

    Lattha Kand Live Updates : માત્ર કાગળ પર જ દારુબંધી, ગુજરાતમાં ખુલ્લેઆમ દારુ વેચાય છે: કેજરીવાલ

    Lattha Kand Live Updates : લઠ્ઠાકાંડ મામલે ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટુ નિવેદન આપ્યુ છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ છે કે, દારુબંધીનો કડકાઇથી અમલ થવો જોઇએ. માત્ર કાગળ પર  જ દારુબંધી છે, ગુજરાતમાં ખુલ્લેઆમ દારુ વેચાય છે. ગુજરાતમાં કાયદાકીય રીતે દારુબંધી છે. તો કઇ રીતે દારુ વેચાય છે ?

  • 26 Jul 2022 01:56 PM (IST)

    Botad Lattha kand : FSL એ ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો

    FSL એ ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે,જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.આ દારૂમાં 98 ટકા મિથાઈલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યુ છે.

  • 26 Jul 2022 01:44 PM (IST)

    Lattha Kand Live Updates : ઉચ્ચ અધિકારીઓની કમિટીનું ગઠન કરાયુ

    બોટાદ લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.આ કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે.

  • 26 Jul 2022 01:27 PM (IST)

    Botad Lattha kand : જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરાશે

    બોટાદના બરવાળાના ઝેરી દારૂકાંડ મામલે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે.જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કરવામાં સસ્પેન્ડ કરવામાં આવશે.માહિતી મુજબ ગૃહ રાજ્ય પ્રધાન ઉચ્ચ અધિકારીઓ બેઠક કરશે.ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આવી ઘટના ન બને તે માટે સરકાર એક્શન લેશે.

  • 26 Jul 2022 12:41 PM (IST)

    Barvala Hooch Tragedy : થોડીવારમાં ફેક્ટ ફાઈન્ડીંગ સમિતિની થશે જાહેરાત

    બરવાળામાં સરપંચની અરજી મામલે મોટો ખુલાસો થયો છે. 18 અને 19 જુલાઈએ પોલીસે સરપંચની અરજી પર સમન્સ પાઠવ્યુ હતુ.પરંતુ કોઈ હાજર રહ્યુ નહોતુ. માહિતી મુજબ પ્રોહિબેશનના 6 કેસ અને તડીપારનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.તપાસ માટે થોડીવારમાં ફેક્ટ ફાઈન્ડીંગ સમિતિની જાહેરાત કરવામાં આવશે.

  • 26 Jul 2022 12:26 PM (IST)

    Lattha kand Live Updates : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

    બોટાદના બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં અત્યારસુધી 29 જેટલા મોત નિપજ્યા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઝેરી દારૂકાંડ પાછળ ભાજપની સરકારને જવાબદાર ઠેરવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે સરકારની રહેમ નજર હેઠળ ગામેગામ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. જેમાં પોલીસથી માંડીને ઉપરના અધિકારીઓ તેમજ સરકારમાં બેસેલા નેતાઓ પણ ભાગીદાર છે. પોલીસના હાથ બાંધીને સરકાર જ બુટલેગરોને છૂટ્ટો દોર આપ્યો છે.

  • 26 Jul 2022 12:20 PM (IST)

    Barvala hooch tragedy : લઠ્ઠાકાંડની આગમાં વધુ બે જિંદગી હોમાઈ, આંકડો 29 પર પહોંચ્યો

    લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.વધુ બે લોકોના સારવાર દરમિયાન મોત થતા આંકડો 29ને પાર પહોંચી ગયો છે.જો વિગતે વાત કરીએ તો રોજિંદ માં 9,ધંધુકા 9, પોલારપુર 2 ,ભીમનાથ 1,ચદરવા 2,રાણપુર 1,દેવ ગના 3,રણપુરી 1,કોરડા અને ચુડા ગામમાં એક વ્યક્તિનું મોત થયુ છે.

  • 26 Jul 2022 12:15 PM (IST)

    Lattha kand LIVE : આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અસરગ્રસ્ત પરિવારોને મળશે

    લઠ્ઠાકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ભાવનગર હોસ્પિટલની મુલાકાત કરશે, સાથે જ તેઓ અસરગ્રસ્ત પરિવારોને પણ મળશે.

  • 26 Jul 2022 12:04 PM (IST)

    Gujarat Lattha kand : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સહિતના નેતાઓ હોસ્પિટલની મુલાકાત લેશે

    માહિતી મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો મુલાકાત લેશે.જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના લોકો ભાવનગર હોસ્પિટલની મુલાકાત લેશે.

  • 26 Jul 2022 11:54 AM (IST)

    Lattha kand Live Updates : રોજીદ ગામમાં ચોતરફ હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા

    બોટાદ ઝેરી દારૂ કાંડમાં રોજીદ ગામના(Rojid Village)  અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે.ગામમાં 8થી 10 લોકો મોતને ભેટ્યા છે.ગામમાં આજે સવારે એકસાથે 5 મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે.ગામમાં ચારેતરફ આંક્રદનો માહોલ જોવા મળી રહ્યો છે.પરિવારજનોની આંખમાં આંસુ સૂકાતા નથી. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે,કોઈ મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો છે તો કોઈ દીકરાએ પોતાનો બાપ ગુમાવ્યો છે.આખુ ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

  • 26 Jul 2022 11:33 AM (IST)

    Botad Lathha kand Live : લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં

    લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે.13 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જ્યારે 10 લોકોની અટકાયત કરાઈ છે.હાલ કેમિકલ સપ્લાય કરનાર અને ડિસ્ટ્રીબ્યુટ કરનારની ઓળખ થઈ ગઈ છે.તો કેમિકલનો FSL રિપોર્ટ પણ આવી ગયો છે.મહત્વનું છે કે લઠ્ઠાકાંડની બોટાદ પોલીસ તપાસ કરી રહી છે.

  • 26 Jul 2022 10:46 AM (IST)

    Botad Lattha kand Live Updates : અસરગ્રસ્ત ગામડાઓમાંથી હજુ પણ સામે આવી રહ્યા છે કેસ

    બરવાળા ધંધુકાના અસરગ્રસ્ત ગામડાઓમાંથી હજુ કેસ સામે આવી રહ્યા છે.સવારથી અત્યાર સુધીમાં નવા 36 કેસો સામે આવ્યા છે, તમામ લોકોને 108 મારફતે બરવાળા, ધંધુકા અને ભાવનગર લઇ જવામાં આવી રહ્યા છે.

  • 26 Jul 2022 10:40 AM (IST)

    Botad Lattha kand : લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 27 થયો

    બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.વધુ 3 લોકોના  મોત થતા મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.

  • 26 Jul 2022 10:37 AM (IST)

    Lattha kand Live Updates : અરવિંદ કેજરીવાલે મૃતકોને શ્રધ્ધાંજલિ આપી

    ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે લઠ્ઠાકાંડને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, ‘ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં નકલી દારૂના કારણે લોકોના મોત થયા છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું.’

  • 26 Jul 2022 10:28 AM (IST)

    Botad Lattha kand Live: ગાંધીનગર ખાતે ગુહ વિભાગની બેઠક શરૂ

    ગાંધીનગર ખાતે  ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલિસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક શરૂ થઈ છે.

  • 26 Jul 2022 10:22 AM (IST)

    Lattha kand : દારૂમાં મિથેનોલ હોવાનો ખુલાસો

    અમદાવાદની AMOS કંપનીમાંથી મિથેલોન ગયુ હોવાનો ખુલાસો થયો છે.પીપળજ દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 117 નંબરના પ્લોટમાં AMOS કંપની આવી છે.જ્યાં આ મિથેનોલ કેમિકલ રાખવામાં આવ્યુ હતુ.જયેશ ખારડિયા નામના આરોપીએ જણાવ્યુ હતુ કે ત્રણ દિવસ પહેલા સંજય નામના બુટલેગરને 600 લિટર મિથેનોલ આપ્યુ હતુ.હાલ ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Jul 2022 09:42 AM (IST)

    Gujarat Lattha kand : ઝેરી દારૂકાંડ મામલે ગૃહવિભાગે બોલાવી બેઠક

    ઝેરી દારૂકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે,ત્યારે ગૃહવિભાગે 10 વાગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે.આ બેઠક માં રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.આ બેઠક બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરવામાં આવશે.માહિતી મુજબ FSL એ ગૃહ વિભાગ માં રિપોર્ટ રજુ કર્યો છે. સુત્રોનુ માનીએ તો ઝેરી દ્રવ્ય માં 80 ટકા કેમિકલ હોવાનુ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે.

  • 26 Jul 2022 09:37 AM (IST)

    Botad Lattha kand : લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

    ઝેરી દારૂ કાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે,પોલીસે પીપળજથી જયેશ ખાવડિયા નામના આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ કબૂલ્યુ છે કે, દારૂ બનાવવામાં મિથેનોલ કેમીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

  • 26 Jul 2022 09:28 AM (IST)

    Lattha kand Live Updates : CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ વડા સાથે કરી વાતચીત

    લઠ્ઠાકાંડના પગલે ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરીને લઠ્ઠાકાંડનો તાગ મેળવ્યો છે.સાથે જ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.તેમજ મુખ્યપ્રધાને સમગ્ર ઘટનામાં તપાસ કરી રિપોર્ટ ગૃહવિભાગને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે.અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને પણ સુચનો કરવામાં આવ્યા છે.

  • 26 Jul 2022 09:18 AM (IST)

    Botad Lattha kand Live : થોડીવારમાં બોટાદ SP યોજશે પત્રકાર પરિષદ

    બોટાદ લઠ્ઠાકાંડ મામલે થોડીવારમાં બોટાદ SP પત્રકાર પરિષદ યોજશે.ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે આ મામલે થોડીવારમાં બોટાદ SP પત્રકાર પરિષદ યોજશે.

  • 26 Jul 2022 09:13 AM (IST)

    Botad Lattha kand : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 જેટલા દર્દીઓ દાખલ

    બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 23 લોકોના મૃત્યુ થયા છે.જ્યારે 40 લોકો સારવાર હેઠળ છે, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 જેટલા દર્દીઓને ખસેડવામાં આવ્યા છે.

  • 26 Jul 2022 09:11 AM (IST)

    Gujarat Lattha kand : વેજળકા ગામના 6 વ્યક્તિની તબિયત લથડતા સારવાર અર્થ ખસેડાયા

    બોટાદ જિલ્લાના વેજળકા ગામના 6 વ્યક્તિની તબિયત લથડતા સારવાર અર્થ હોસ્પિટલ (bhavnagar Hospital) ખસેડવામાં આવ્યા છે.

  • 26 Jul 2022 09:05 AM (IST)

    Botad Lattha kanda kand : લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની હપ્તાખોરીનો ઓડિયો થયો વાયરલ

    બોટાદમાં (Botad) લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની (Botad Police)  હપ્તાખોરીનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે.જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના ASI આસમીનબાનુ ઝડકીલા બોલતા જોવા મળી રહ્યા છે.જે દારૂકાંડમાં હપ્તાનું સેટિંગ કરતો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.મહત્વનું છે કે, ASI આસમીનબાનુ સામે ACB માં ફરિયાદ છતા કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.બરવાળાના (Barwala)  જાગૃત નાગરિક લક્ધીરસિંહ ઝાલાએ લેખિતમાં ફરિયાદ કરવા છતાં પગલાં ભરાયા નથી. જો કે ટીવીનાઇન ઓડિયોની પુષ્ટી કરતું નથી.

  • 26 Jul 2022 09:03 AM (IST)

    Botad lattha kand Live Updates : ઝેરી દારૂકાંડ મામલે રાજકારણ ગરમાયુ

    બોટાદમાં ઝેરી દારૂકાંડ મામલે કોંગ્રેસના (Congress) પ્રવક્તા મનિષ દોશીએ (Manish Doshi) રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે. મનિષ દોશીએ કહ્યું કે,’ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એવા ગૃહ વિભાગના રાજમાં લાખો લીટર દારૂ ગુજરાતમાં ઠલવાય છે.ગુજરાત સરકારનું ગૃહ વિભાગ (Department of home affairs) મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ દારૂનો વેપલો કરે છે.’

  • 26 Jul 2022 09:01 AM (IST)

    Botad Lathhakand : લઠ્ઠાકાંડ પ્રકરણની ગુજરાત ATS કરશે તપાસ

    બોટાદ ઝેરી દારૂકાંડની તપાસ ગુજરાત ATSને સોંપાઈ છે. ATSની અધ્યક્ષતામાં SITની ટીમ તપાસ કરી રહી છે. ATSએ રાજુ અખ્તર અને રાજુ યાદવ નામના શખ્સોની અટકાયત કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે લાંભા નજીકની EOS નામની કંપનીમાંથી કેમિકલ આવ્યું હતુ. જે કંપનીમાંથી કેમિકલ લવાયું હતુ તે કંપની સુધી ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી છે. SIT દ્વારા જિલ્લામાં દેશી દારૂની હાટડીઓ ચલાવનારાઓને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ, ગ્રામ્ય SOG,અસલાલી પોલીસ સ્ટેશન તપાસમાં જોતરાઈ છે.

Published On - Jul 26,2022 8:48 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">