AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BOTAD : કથિત લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની હપ્તાખોરીનો ઓડિયો થયો વાયરલ, પોલીસ બેડામાં ખળભળાટ

બરવાળાના (Barwala)  જાગૃત નાગરિકે આ પહેલા લેખિતમાં ફરિયાદ કરવા છતાં ASI આસમીનબાનુ સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

BOTAD : કથિત લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની હપ્તાખોરીનો ઓડિયો થયો વાયરલ, પોલીસ બેડામાં ખળભળાટ
Botad Lathha kand
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 8:32 AM
Share

બોટાદમાં (Botad) કથિત  લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની (Botad Police)  હપ્તાખોરીનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે.જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના ASI આસમીનબાનુ ઝડકીલા બોલતા જોવા મળી રહ્યા છે.જે દારૂકાંડમાં હપ્તાનું સેટિંગ કરતો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.મહત્વનું છે કે, ASI આસમીનબાનુ સામે ACB માં ફરિયાદ છતા કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.બરવાળાના (Barwala)  જાગૃત નાગરિક લક્ધીરસિંહ ઝાલાએ લેખિતમાં ફરિયાદ કરવા છતાં પગલાં ભરાયા નથી.  જો કે ટીવીનાઇન ઓડિયોની પુષ્ટી કરતું નથી.

બોટાદમાં સંભવિત લઠ્ઠાકાંડથી અત્યાર સુધીમાં 19 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને 29 લોકો સારવાર હેઠળ છે. આ જિલ્લાના રોજીદ (Rojid)ગામના 5 લોકોનો સમાવેશ થાય છે.જેમાં ચંદરવા ગામના (Chandrava Village)  2 લોકોનો સમાવેશ થાય છે. સાથે જ આકરૂ ગામના 3 લોકોના મોત થયા છે. બોટાદના (Botad news)  ઝેરી દારૂકાંડ મામલે આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. તો બીજી તરફ બરવાળાથી ઝેરી દારૂકાંડમાં પોલીસે કેમિકલ જપ્ત કર્યું છે અને ATS (Gujarat ATS) દ્વારા રાજુ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રાજુએ લાંભાની કેમિકલ ફેક્ટરીમાંથી (Chemical factory)  બરવાળામાં સંજય નામના વ્યક્તિને કેમિકલ સપ્લાય કર્યું હોવાનો ખુલાસો થયો છે.

રેન્જ આઇજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે

બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામે બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા રેન્જ આઇજી (Range IG) સહિત એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉપરાતં રેન્જ આઇજીએ બોટાદ ખાતે હોસ્પિટલની મુલાકાત લઇને સમગ્ર મામલે માહિતી પ્રાપ્ત કરી હતી. દેશી દારૂની ઝેરી અસરની ઘટનામાં 19 લોકોના મોત થયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">