નેત્રંગમાં રાહુલ ગાંધીએ ફરી ખેલ્યુ કાસ્ટ સેન્સસ કાર્ડ, કહ્યુ આદિવાસીઓને વસ્તી મુજબ મળવી જોઈએ હિસ્સેદારી – જુઓ વીડિયો

ભરૂચમાં નેત્રંગમાં ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ એસસી-એસટીઓને ટાર્ગેટ કર્યા. રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશની 200 મોટી કંપનીના માલિકોના લીસ્ટમાં એકપણ આદિવાસી નથી. આદિવાસીઓને તેમની વસ્તી મુજબ હિસ્સેદારી મળવી જોઈએ.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 09, 2024 | 10:08 PM

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. આજનો દિવસ I.N.D.I.A ગઠબંધન માટે પણ ખાસ રહ્યો. ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા. આ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. જેમા ખાસ કરીને તેમનુ ફોક્સ આદિવાસીઓ રહ્યા. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યુ કે દેશની 200 મોટી કંપનીના માલિકોની લિસ્ટમાં કેમ એકપણ આદિવાસી વ્યક્તિ નથી. રાહુલે કાસ્ટ સેન્સસનો મુદ્દો પણ ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે આદિવાસીઓને તેમની વસ્તી મુજબની હિસ્સેદારી મળવી જોઈએ. સૌથી વધુ વસ્તી હોવા છતા પછાત વર્ગના લોકોની ભાગીદારી નથી.

“ઉદ્યોગોને જમીન આપવા માટે આદિવાસીઓની જમીન લઈ લેવાય છે”

ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રથમ દિવસથી જ તેઓ જાતિગત જનગણનાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.  એ સિવાય બેરોજગારી અને  મોંઘવારી જેવા મુદ્દાઓ પર પણ તેઓ બોલી રહ્યા છે. પરંતુ  કાસ્ટ સેન્સસના મુદ્દે રાહુલ ગાંધી વધુ મજબુતાઈથી તેમની વાત રાખી રહ્યા છે. ન માત્ર ગુજરાત, આ અગાઉ મણિપુર હોય, અસમ, બંગાળ, યુપી, બિહાર, એમપીમાં પણ તેઓ આ મુદ્દા પર ફોક્સ કરતા જોવા મળ્યા હતા

નેત્રંગમાં રાહુલની કારમાં સાથે જોવા મળ્યા આપના ઉમેદવાર ચૈતર વસાવા

આજની યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે વાતો કરી. નેત્રંગની આજની સભામાં ખાસ વાત એ પણ જોવા મળી કે આપના ઉમેદવાર ચૈતર વસાવાના હાથમાં કોંગ્રેસનો ઝંડો જોવા મળ્યો. આ સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે મળી આદિવાસીઓનું પરંપરાગત નૃત્ય કરતા પણ જોવા મળ્યા હતા. ચૈતર વસાવાએ પણ તેમની સાથે તાલ મિલાવતા જોવા મળ્યા હતા. રાહુલની યાત્રા નેત્રંગમાંથી નીકળી એ સમયે ચૈતર વસાવા રાહુલની કારમાં સાથે જોડાયા હતા. આ તકે કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડશે અને જીતશે તેવો આત્મવિશ્વાસ પણ ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો હતો.

શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા એક્શન મોડમાં આવ્યા પરશોત્તમ રૂપાલા, રાજકોટ જનસંઘના ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાત

અહેમદ પટેલના પુત્ર અને પુત્રીની રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ગેરહાજરી

જો કે ભરૂચ લોકસભા બેઠક એટલે કોંગ્રેસના એકસમયના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો મતવિસ્તાર ગણાય છે. પરંતુ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યારે નેત્રંગમાંથી પસાર થઈ ત્યારે અહેમદ પટેલના પુત્ર ફૈસલ અને પુત્રી મુમતાઝની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. અહેમદ પટેલના પરિવારે રાહુલની આ ન્યાય યાત્રાથી કિનારો કર્યો હોય તેવુ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">