સરકારે PMJAY ની નવી માર્ગદર્શિકા બનાવતા શક્તિસિંહે કહ્યુ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાથી શું? નવી SOPથી દર્દીઓની વધુ હેરાન થશે
PMJAY યોજનાની સરકારે નવી માર્ગદર્શિકા બનાવતા શક્તિસિંહે પ્રહાર કર્યો કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાથી શું થશે. વધુમાં તેમણે જણાવ્યુ કે આ નવી SOP થી દર્દીઓની મુશ્કેલી ઔર વધશે.
રાજ્યમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ બાદ PMJAY યોજનાનો ગેરઉપયોગ અંગે એક બાદ એક કાંડ સામે આવ્યા હતા. જે બાદ હવે સરકાર હવે સફાળી જાગી છે. ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્ય સરકાર અને તેના આરોગ્ય વિભાગે દ્વારા અત્યાર સુધીમાં ગેરરીતિ બદલ કૂલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ અને ડિ-એમ્પેનલ્ડ કરવામાં આવી છે. હવે સરકાર એવો દાવો કરી રહી છે કે PMJAY યોજના અંતર્ગત ચાલતી કોઈપણ ગેરરીતિને સાંખી નહીં લેવાય. PMJAY માં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકારે હવે યોજનાની નવી SOP તૈયાર કરી છે. ગુજરાત કોંગ્રેસે સરકારની આ માર્ગદર્શિકાને ઘોડા છૂટા ગયા પછી તાળા મારવા જેવી ગણાવી છે. શક્તિસિંહે જણાવ્યુ કે આ નવી માર્ગદર્શિકાથી દર્દીઓની મુશ્કેલી ઔર વધશે. શક્તિસિંહે કહ્યુ PMJAY જેવી યોજનામાં નવી SOP ભ્રષ્ટાચારનું એક વરવુ સ્વરૂપ છે. ભાજપના લોકો ભ્રષ્ટાચાર કરવાનો મોકો આપે છે. આ પહેલાથી જ કરવાની જરૂર હતી
આ તરફ PMJAY યોજનામાં ગેરરીતિ આચરતી રાજ્યની કોઈપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીીરને સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. આ યોજનામાં ગેરરીતિ આચરતી જે ઘટનાઓ સામે આવી છે તેની સાંમે આરોગ્ય વિભાગે કડક હાથે કાર્યવાહી આરંભી દીધી છે.
સ્ટેન્ટ એન્ટી ફ્રોડ યુનિટ માં આઉટ સોર્સિંગની કેમ જરૂર પડી? – હેમાંગ વસાવડા
નવી SOP માં ત્રુટીઓ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. રાજકોટ કોંગ્રેસના નેતા ડૉ હેમાંગ વસાવડાએ જણાવ્યુ કે PMJAY યોજનામાં અન્ય રોગોનો પણ સમાવેશ થાય છે. તેની સારવારમાં ગેરરીતિની કોઈ તપાસ પણ કરવામાં આવી નથી અને તે રોકવા માટેનો કોઈ અભ્યાસ પણ કરવામાં આવ્યો નથી. તેમાં કોઈ SOP પણ સરકારે જાહેર કરી નથી. સ્ટેન્ટ એન્ટી ફ્રોડ યુનિટ બનાવ્યુ. એ એકપ્રકારનું આઉટ સોર્સિંગ કર્યુ છે. જેમા બહારના આઉટસોર્સ કરેલા માણસો ફ્રોડ થાય છે કે નહીં તે નક્કી કરશે. ત્યારે હેમાંગ વસાવડાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સીધો સવાલ કર્યો છે કે તમારી પાસે સક્ષમ અધિકારીઓ કે ટેકનિકલી એક્સપર્ટ અધિકારીઓ નથી? કે આખાય ભ્રષ્ટાચારમાં તમારા અધિકારીઓએ પણ સામેલ છે આથી આ તપાસ બહારના લોકોને આપી ?
Input Credit Nilesh Gami Navsari, Mohit Bhatt Rajkot