Surat : વેસુમાં ચોકલેટની લાલચ આપી બાળકી પર દુષ્કર્મનો કર્યો પ્રયાસ, નરાધમની ધરપકડ, જુઓ Video
મહિલાઓ માટે સુરક્ષીત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વેસુ વિસ્તારમાં એક નરાધમે 8 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

પાડોશમાં રહેતી મહિલાની સતર્કતાથી હેવાનનો શિકાર બનતી બાળકી બચી ગઈ છે. બાળકી સાથે બળજબરી કરતા આરોપી પર મહિલાની નજર પડી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી બાળકીને મુકી સ્થળ પરથી ફરાર થયો હતો. બાળકીના પરિવારની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
બોટાદમાં નોંધાઈ હતી સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ
બીજી તરફ આ અગાઉ બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.અભ્યાસ માટે જતી સગીરાની પાછળ પડી આરોપી સગીરાને હેરાન કરતો હતો.સગીરાને ધાક – ધમકી આપી તેના સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ હતુ. સમગ્ર ઘટનાની જાણ સગીરાના પિતાને થતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.