પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો

23 ડિસેમ્બર, 2024

દેશ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પાકિસ્તાનને ચોંકાવી દીધું છે

હાલમાં જ ગૂગલે એક ડેટા જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલા લોકોની માહિતી છે.

આ ડેટામાં સામે આવ્યું છે કે પાકિસ્તાનમાં ગૂગલ સર્ચમાં મુકેશ અંબાણીને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, સિંધ, પંજાબ અને ઈસ્લામાબાદના લોકોએ મુકેશ અંબાણીને સૌથી વધુ સર્ચ કર્યું.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $90.7 બિલિયન છે. તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 17મા ક્રમે છે

મુકેશ અંબાણી સિવાય પાકિસ્તાનીઓએ ભારત સાથે જોડાયેલી અન્ય ઘણી વસ્તુઓ વિશે સર્ચ કર્યું.

તેમાં બોલિવૂડ ફિલ્મો અને કેટલાક શો હતા. 'હીરામંડી' ફિલ્મ સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી

આ સિવાય 12th Fail, એનિમલ, સ્ત્રી 2, મિર્ઝાપુર અને બિગ બોસ વિશે પણ સર્ચ કર્યું.