ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?

23 Dec. 2024

Pic credit - pexels

ભારતરત્ન દેશનું સૌથી સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત સન્માન છે. આ પુરસ્કાર એ વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓએ પોતપોતાના ક્ષેત્રમાં દેશ માટે અસાધારાણ અને ઉલ્લેખનીય યોગદાન આપ્યુ હોય

સર્વોચ્ચ સન્માન

એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ લોકોને જ 26મી જાન્યુઆરીના દિવસે ભારતરત્ન આપવામાં આવે છે. 

ક્યારે મળે છે ?

લોકોના મનમાં એ જ સવાલ થાય છે કે ભારતરત્નથી સન્માનિત લોકોને  ધનરાશિ મળે છે કે નહીં. આવો તેના વિશે જાણીએ 

કેટલા રૂપિયા મળે?

ભારતરત્ન પ્રાપ્ત કરનાર વ્યક્તિને સરકાર તરફથી પ્રમાણપત્ર અને મેડલ મળે છે, પરંતુ કોઈ ધનરાશિ આપવામાં આવતી નથી.

મેડલ અને ધનરાશિ

ચાલો જાણીએ કે ભારતરત્ન સન્માન પ્રાપ્ત કરનારને કઈ-કઈ વિશેષ સુવિધાઓ મળે છે. 

વિશેષ સુવિધાઓ

Source:x-narendramodi

ભારતરત્ન પ્રાપ્ત કરનારા વ્યક્તિને આવકવેરામાં છૂટ મળે છે.

ઈનકમટેક્સમાંથી મુક્તિ

ભારતરત્ન પ્રાપ્ત કરનારા વ્યક્તિઓને સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ જેવા કાર્યક્રમોમાં સ્પેશ્યિલ ગેસ્ટના રૂપે ભાગ લેવાનો તક મળે છે. 

કાર્યક્રમોમાં ભાગીદારી

જે લોકોને ભારતરત્ન સન્માન આપવામાં આવે છે તેમને પ્લેન, ટ્રેન અને બસમાં નિ:શુલ્ક યાત્રાની સુવિધા મળે છે. 

યાત્રામાં છૂટ

ભારતરત્ન મેળવનાર વ્યક્તિ અને તેમના પરિવારને વ્યક્તિગત સ્ટાફ અને ડ્રાઈવર પણ આપવામાં આવે છે.

પર્સનલ સ્ટાફ

જો કોઈ ભારતરત્નથી સન્માનિત વ્યક્તિ અન્ય રાજ્યની મુલાકાતે જાય છે તો તેમને રાજ્ય અતિથિનો દરજ્જો મળે છે. 

રાજ્ય અતિથિનો દરજ્જો