ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના, હોસ્પિટલ્સ દ્વારા થતી છેતરપિંડી અટકાવવા કરશે કામ, જાણો વિગત

ગુજરાત આરોગ્ય વિભાગે કરી ‘સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ’ની રચના, હોસ્પિટલ્સ દ્વારા થતી છેતરપિંડી અટકાવવા કરશે કામ, જાણો વિગત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2024 | 4:30 PM

ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા સુધારવા અને PMJAY યોજનામાં ગેરરીતિઓ અટકાવવા માટે 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ' (SAFU) ની રચના કરી છે. SAFU હોસ્પિટલોનું નિયમિત ઓડિટ કરશે અને દર્દીઓની ફરિયાદોનું નિરાકરણ લાવશે. ત્રીજા પક્ષ દ્વારા પણ ઓડિટ કરવામાં આવશે. આ પગલાંથી PMJAY યોજનાનો લાભ યોગ્ય રીતે મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

ગુજરાતની તમામ હોસ્પિટલોમાં સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા તેમજ સરકારી સ્વાસ્થ્ય યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે ‘સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ’નું (SAFU) ગઠન કરવામાં આવ્યુ છે. સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યુ છે.

આ ટીમ દર્દી એટલે કે સરકારી સ્વાસ્થ્ય યોજનાના લાભાર્થીઓ માટે કામ કરશે. આ SAFU ટીમ નિર્દેશ પ્રમાણે તેમના જીલ્લામાં એમપેન્સ્ડ હોસ્પિટલની મુલાકાત લઇ સારવાર સંબધિત પુરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઇ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે. CDHO/MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.

થર્ડપાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે બે થી ત્રણ ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે.

વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવ્યુ છે. હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરઉપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવેલી છે.

ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઇ પણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટેની ગુણવત્તા સભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે હેતુસર ગુજરાત સરકારે આ યુનિટની રચના કરી છે. મહત્વનું છે કેમાં PMJAY-MA યોજના અંતર્ગત 4 ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 72,79,797 દાવાઓ માટે રૂ.15562.11 કરોડની ચૂકવણી કરવામાં આવેલી છે.

Published on: Dec 23, 2024 04:27 PM
g clip-path="url(#clip0_868_265)">