અંકલેશ્વરમાં નોકરીની ભીડ મુદ્દે ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધી અને મુમતાઝ પટેલે ભાજપ પર સાધ્યું નિશાન, ભાજપે કર્યો પલટવાર, જુઓ Video

ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતા રાજ્યો પૈકીનું એક હોવાના દાવાને પોલ અંકલેશ્વરમાં હોટેલમાં રખાયેલા એક વોક ઇન ઇન્ટવર્યૂ ખુલી છે. ગુજરાત જ નહિં પરંતુ દેશના મુખ્ય ઔદ્યોગિક હબમાં જેની ગણના થાય છે તેવા ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીએ 5 જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂની જાહેરાત કરી હતી.જેમાં 4 હજાર 50 અરજદારો ઉમટી પડ્યા હતા. હવે આ વીડિયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયુ છે.

અંકલેશ્વરમાં નોકરીની ભીડ મુદ્દે ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધી અને મુમતાઝ પટેલે ભાજપ પર સાધ્યું નિશાન, ભાજપે કર્યો પલટવાર, જુઓ Video
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jul 12, 2024 | 10:54 AM

ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતા રાજ્યો પૈકીનું એક હોવાના દાવાને પોલ અંકલેશ્વરમાં હોટેલમાં રખાયેલા એક વોક ઇન ઇન્ટવર્યૂ ખુલી છે. ગુજરાત જ નહિં પરંતુ દેશના મુખ્ય ઔદ્યોગિક હબમાં જેની ગણના થાય છે તેવા ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીએ 5 જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂની જાહેરાત કરી હતી.જેમાં 4 હજાર 50 અરજદારો ઉમટી પડ્યા હતા. હવે આ વીડિયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયુ છે.

વાયરલ વીડિયો મામલે કોંગ્રસના ભાજપ પર પ્રહાર

અંકલેશ્વરના આ વાયરલ વીડિયો મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ નેતા મુમતાજ પટેલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યુ છે કે અંકલેશ્વરના દ્રશ્યો ભાજપના વિકાસની પોલ ખોલે છે. ગુજરાત મોડેલની વાત વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. બેરોજગારી ગંભીર મુદ્દો છે અને ભાજપ સરકાર તેનાથી અજાણ છે. વિપક્ષ અને કૉંગ્રેસ યુવાઓના ભવિષ્ય માટે અવાજ ઉઠાવતું રહેશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીના સરકાર પર પ્રહાર

આમ તો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર સહિત ઘણાં મોટાં રાજ્યોમાં યુવાનો ડિગ્રી લે તો પણ કોઈ યોગ્ય નોકરી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે અને હવે આ જ સ્થિતિ ગુજરાતના નવયુવાનોની હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. રાજ્યમાં બેરોજગાર યુવાનોની વધતી સંખ્યાનો આ બોલતો પુરાવો છે. આ જ મામલે કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સરકારને ભીંસમાં લીધી. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં બેરોજગારી આસમાને જઈ રહી છે. સરકારી નોકરી માટે પણ હજારો-લાખો ફોર્મ ભરાય છે. જે સરકારની નિષ્ફળતા ઉજાગર કરે છે.

ભાજપે આપ્યો વળતો જવાબ

અંકલેશ્વરના વાયરલ વીડિયો પર કોંગ્રેસના પ્રહાર સામે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે પોતાના ઓફિસિયલ X અકાઉન્ટ પર લખ્યુ છે કે આ ગુજરાતને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યાં છે. ગુજરાતની કોઈપણ વાતને નકારાત્મક બનાવવી તે કૉંગ્રેસની માનસિકતા છે. વોક-ઈન ઈન્ટરવ્યૂ માટે જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી, તેમાં જ લખ્યું છે કે તેઓને અનુભવી ઉમેદવારોની જરૂર છે. આ વાતનો અર્થ એ થાય કે ઇન્ટરવ્યૂ આપવા આવેલા ઉમેદવારો અનુભવી છે અને તેઓ બીજે ક્યાંક નોકરી કરી રહ્યાં છે. જો તેઓ નોકરી કરી રહ્યાં હોય તો બેરોજગાર હોવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો.

જિલ્લા રોજગાર અધિકારીએ આપી પ્રતિક્રિયા

અંકલેશ્વરની કંપનીના ઓપન ઇન્ટરવ્યૂ મામલે રાજકારણ ગરમાતા આખરે જિલ્લા રોજગાર અધિકારીએ પણ પત્ર બહાર પ્રતિક્રિયા પાડી આપી. નાની જગ્યા પર ઇન્ટરવ્યૂ રાખ્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. પત્રમાં જણાવવામાં આવ્યુ કે રોજગાર કચેરીમાં ભરતી પ્રક્રિયાની જાણ કરાઇ નથી. ભરતી પ્રક્રિયામાં પોલીસ બંદોબસ્ત પણ લેવાયો ન હતો.

શું હતી સમગ્ર ઘટના ?

ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ, પરંતુ આ ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનો આવી પહોંચતા ચોતરફ અંધાધૂંધી સર્જાઇ હતી. 5 પોસ્ટ માટે ઉમટ્યા 4 હજાર 50 અરજદારો ઉમટી પડ્યા હતા.3034 પુરૂષ તો 1016 મહિલા અરજદારો ઈન્ટરવ્યૂ માટે આવ્યા હતા. ઇન્ટરવ્યૂ માટે હોટલ ખાતે જોતજોતામાં યુવાનોની ભારે ભીડ જામી હતી.

ધીમે ધીમે ભીડ એટલી વધી ગઇ કે યુવાનો હોટલની અંદર જવા માટે રીતસર ધક્કામુક્કી કરવા લાગ્યા. સ્થિતિ એટલી વણસી ગઇ કે યુવાનોની ભીડને કારણે હોટલની રેલિંગ પણ તૂટી ગઇ. રેલિંગ તૂટવાને કારણે અનેક યુવાનો નીચે પણ પડ્યા, પરંતુ બેરોજગારીની પીડા સામે આ શારીરિક પીડા અને હાલાકી કંઇ ન હોવાથી તેઓ ફરી ઉભા થઇને લાઇનમાં લાગી ગયા.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">