AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ -AAP ગઠબંધન વચ્ચે બે બેઠકો માટે સધાઈ સહમતી, ભરૂચ બેઠક પર ફસાયો પેંચ, ખેંચતાણ યથાવત

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ- AAP ગઠબંધન વચ્ચે ત્રણ રાજ્યો ગુજરાત, દિલ્હી અને હરિયાણામાં સીટ શેરીંગને લઈને સહમતી સધાઈ છે. ગુજરાતની 4 લોકસભા બેઠકો કોંગ્રેસે AAPને આપવા અંગે તૈયારી બતાવી છે. જો કે ભરૂચ લોકસભા બેઠકને લઈને ખેંચતાણ યથાવત છે અને બંને પાર્ટી આ બેઠકને લઈને દાવેદારી કરી રહી છે. ત્યારે શું છે ભરૂચ બેઠકનું ગણિત અને આ બેઠક માટે આપ કોંગ્રેસમાંથી કોણ કરી રહ્યુ છે દાવેદારી-વાંચો

Narendra Rathod
| Edited By: | Updated on: Feb 25, 2024 | 6:51 PM
Share

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મુદ્દે હવે સ્થિતિ સ્પષ્ટ થઈ છે. જેમા કોંગ્રેસ 4 બેઠકો પૈકી જે બેઠકો દિલ્હી હાઈકમાન્ડ નક્કી કરશે તે બેઠકો આમ આદમી પાર્ટીને આપશે. વિધાનસભાના પરિણામ મુજબ ત્રણ લોકસભા બેઠકો પર આપને કોંગ્રેસથી વધુ વોટ મળ્યા હતા. જેમા સુરત, જામનગર અને દાહોદમાં આમ આદમી પાર્ટીને વધુ મત મળ્યા હતા.

આ ત્રણ લોકસભા બેઠકો સહિત ભાવનગર બેઠક આપવા પણ કોંગ્રેસે તૈયારી બતાવી છે. ભાવનગર બેઠક પર કોંગ્રેસને આમ આદમી પાર્ટી કરતા વધુ મત મળ્યા હતા છતા આ બેઠક કોંગ્રેસ આપને આપવા માટે તૈયાર થઈ છે.

જો કે ભરૂચ બેઠકને લઈને હજુ પેસ ફસાયો છે. આ બેઠક પર પહેલેથી જ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને ભરૂચથી સાંસદ રહેલા સ્વ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ દાવેદારી કરી રહ્યા છે અને તેમણે લોબિંગ પણ શરૂ કરૂ દીધુ છે. આ તરફ આમ આદમી પાર્ટીએ આ બેઠક પર પરથી ચૈતર વસાવાને મેદાને ઉતારવાની જાહેરાત પણ કરી દીધી છે.

મુમતાઝ પટેલે લાંબા સમયથી કરી રહ્યા છે દાવેદારી

આ તરફ મુમતાઝ પટેલ પહેલેથી જ આમ આદમી પાર્ટીને આ બેઠક આપવાને લઈને તેમની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. તેમણે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસના સૈનિક તરીકે જે કોઈ નિર્ણય હશે તેની સાથે છુ પરંતુ કોંગ્રેસના કાર્યકર તરીકે આમ આદમી પાર્ટીનો પ્રચાર નહીં કરુ તેવુ પણ તેમણે સ્પષ્ટ કર્યુ હતુ. મુમતાઝે તેના સોશિયલ મીડિયા એક્સ પર પણ સાંકેતિક વાત કરી હતી કે મારાપિતાએ મને શિખવ્યું છે કે જીતો કે હારો પરંતુ છેક સુધી લડો અને ધ્યેય ના છોડો. મુમતાઝ પટેલ ઘણા સમયથી જનસંપર્કમાં પણ લાગેલા હતા અને સાથે ‘ભરૂચ કી બેટી કેમ્પેઈન’ પણ સોશિયલ મીડિયામાં ચલાવી રહ્યા હતા.

આપના ઉમેદવાર માટે કામ  નહીં કરુ- ફૈઝલ પટેલ

ભરૂચ બેઠકને લઈને કોકડુ વધુ ગૂંચવાયુ છે. કાર્યકર્તાઓની બેઠકમાં પણ ઉમેદવારના નિર્ણય પર ફેરવિચારની માગ ઉઠી છે. બીજી તરફ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે Xના માધ્યમથી સીધી પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને આપવામાં આવશે તો તેઓ અને કોંગ્રેસના કાર્યકરો આપના ઉમેદવાર માટે કામ નહી કરે.

ફૈઝલ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે આ બેઠક પર કોંગ્રેસની જીતવાની પ્રબળ શક્યતા છે આથી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જ તક મળવી જોઈએ. અહીંથી અહેમદ પટેલના બંને સંતાને પોતપોતાનું લોબિંગ કરી રહ્યા છે. પરંતુ જ્યારે ગઠબંધનની વાત આવી તો અહેમદ પટેલના પુત્રએ નિર્ણય હાઈકમાન્ડ નક્કી કરશે તેમ જણાવ્યુ હતુ.

AAP ચૈતર વસાવાના નામની કરી દીધી છે જાહેરાત

હાલ સ્થિતિ એ પ્રકારની બની રહી છે કે ભરૂચ લોકસભા બેઠક પર ગુજરાત કોંગ્રેસ AAP સાથે ગઠબંધન કરવા માટે તૈયાર નથી અને AAPને આ બેઠક આપવા અંગે પણ નનૈયો ભણવામાં આવ્યો છે. આ અંગેની રજૂઆત પણ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં લેવામાં આવે તો પણ એક લાખથી વધુ મત આ બેઠક પરથી કોંગ્રેસને મળ્યા હતા. આથી કોંગ્રેસ સ્પષ્ટપણે માને છે કે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ આપ કરતા વધુ સક્ષમ છે.

આ તરફ આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે અને આગામી સમયમાં ચૈતર વસાવાની એક રેલીનું પણ આયોજન કરાયુ છે. જો કે આ તમામ વિવાદ વચ્ચે ચૈતર વસાવાએ જણાવ્યુ છે કે ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડીશુ. ભરૂચમાં કોંગ્રેસ-આપ વચ્ચે સહમતી સધાશે તેવો વિશ્વાસ છે. કોંગ્રેસની નારાજગી અંગે વસાવાએ જણાવ્યુ કે મનદુ:ખ હોઈ શકે પરંતુ ચૂંટણીની રણનીતિ બંને મળીને નક્કી કરશુ.

કોણ છે ચૈતર વસાવા ?

ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સૌથી મહત્વનો અને સૌથી મજબૂત ચહેરો છે. પાંચ બેઠકોમાં સૌથી વધુ લીડથી ચૈતર વસાવા જ વિધાનસભામાં જીત્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતરની લોકપ્રિયતા પણ વધી ગઇ છે. ત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે જો ગુજરાતમાં ભાજપને પડકાર આપવો હશે તો ભરૂચ કરતા કોઇ અન્ય સ્થળ ના હોઇ શકે. તેના પાછળના કારણો પણ જાણી લો

  • ડેડિયાપાડા  AAPપાર્ટીની એક માત્ર દક્ષિણમાં જીતેલી વિધાનસભા બેઠક
  • ચૈતર વસાવા આદિવાસી સમાજનો મજબૂત ચહેરો
  • દક્ષિણમાં હાજરી માટે ચૈતર મહત્વનો અને મજબુત ચહેરો
  • 2022માં ચૈતરે 1,03,433 મતો મેળવી પાર્ટી માટે રેકોર્ડ સર્જી દીધો

હવે જોવાનું એ રહેશે કે ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે બંને પાર્ટી પોતપોતાના ઉમેદવાર ઉતારશે !

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">