અમરેલીમાં કદાવર આખલાને જોઈ ડરી ગયા સાવજો, શિકાર કરવાનું માંડી વાળી વીલા મોં એ જ થયા રવાના- જુઓ વીડિયો

|

Mar 19, 2024 | 8:02 PM

સિંહોનુ ગઢ ગણાતા અમરેલીથી અનેકવાર સિંહોના આંટાફેરાના અને વિવિધ ગતિવિધિના દૃશ્યો સામે આવતા રહે છે. આ વખતે ડાલામથ્થાના જે દૃશ્યો સામે આવ્યા છે તે જોઈને હરકોઈ અચંબિત છે. રાજુલાના કોવાયા ગામનો વીડિયો વાયરલ થયો છે. જ્યાં આખલાનો શિકાર કરવા માટે સિંહ આવ્યા તો ખરા પરંતુ ત્રણ સિંહો શિકાર કર્યા વિના જ વિલા મોંએ પરત ફર્યા.

એક નજરે કોઈપણને માન્યામાં ન આવે તેવા દૃશ્યો અમરેલીથી સામે આવ્યા છે. અમરેલી પંથક સિંહોનું ગઢ ગણાય છે. અમરેલી, ધારી, ખાંભા, આંબરડી, રાજુલા, ભુવા, જેસર સહિતના વિસ્તારોમાં અવારનવાર સિંહો ગામમાં આવી ચડી છે. છેલ્લા થોડા વર્ષોથી અહીં સિંહોના આંટાફેરા વધ્યા છે. આવો જ એક રાજુલાના કોવાયા ગામનો વીડિયો સામે આવ્યા છે. જ્યાં રાત્રિના સમયે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડ્યા હતા અને રોડની વચ્ચે ઉભેલા આખલાનો શિકાર કરવાનો ત્રણ સિંહો પ્રયાસ કરી રહ્યા હતા.

કદાવર આખલો સામે હોવા છતા ત્રણ સિંહો ન કરી શક્યા શિકાર

આ ત્રણેય સિંહો આખલાની ફરતે ઘણીવાર સુધી આંટાફેરા કરતા રહ્યા પરંતુ કદાવર આખલાને જોઈને ત્રણમાંથી એકપણ સિંહ તેનો પર તરાપ મારી ન શક્યો. સામાન્ય રીતે એવુ બનતુ હોય છે કે સિંહો ગાય, ભેંસને ગળેથી હુમલો કરી શિકારને ખેંચી જતા હોય છે. પરંતુ આ જે દૃશ્યો સામે આવ્યા છે તેમા જોઈ શકાય છે કે આ સિંહો આમતેમ આંટા મારી રહ્યા છે. પરંતુ શિકાર કરવાની હિંમત ભેગી નથી કરી શક્તા. ત્રણમાંથી એકપણ સિંહની એવી હિંમત ન થઈ કે આખલા પર હુમલો કરી શકે. આખરે થાકીને વીલા મોં એ ત્રણેય સિંહ શિકાર કર્યા વિના જ ત્યાંથી રવાના થઈ ગયા.

સિંહોને હવે નાના પ્રાણીઓના શિકારમાં નથી રહ્યો રસ

સિંહોના ખાનપાનની જો વાત કરીએ તો છેલ્લા થોડા વર્ષોથી સિંહોએ તેમના શિકારની પ્રકૃતિ બદલી છે. ને નાના પ્રાણીઓના શિકારને બદલે હવે તેઓ ગાય, ભેંસનો શિકાર કરતા વધુ થયા છે. દૂધાળા પ્રાણીઓનુ માંસ આજકાલ સિંહોને દાઢે વળગ્યુ છે. નાના પ્રાણીઓના શિકારમાં હવે સિંહોને કોઈ રસ ન રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. અને આથી જ છેલ્લા થોડા વર્ષોથી સિંહોના ગામડાઓમાં આંટાફેરા પણ વધ્યા છે અને ગાય ભેંસના શિકાર પણ વધ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

છેલ્લા થોડા વર્ષોથી સિંહોએ બદલી છે શિકારની પેટર્ન

ગીરના એક નિવૃત સીસીએફના જણાવ્યા મુજબ નાના તૃણાહારી પશુઓના બદલે હવે ગાય અને ભેંસ જેવા મોટા અને વધુ વજન ધરાવતા પ્રાણીઓ સિંહોની પસંદ બન્યા છે. સિંહોની પ્રકૃતિ મુજબ ઓછી મહેનત અને આસાનાથી થઈ જતો શિકાર તેની પ્રથમ પસંદગી રહેતી હોય છે. સિંહોના ગ્રામ્ય વિસ્તારોમાં વધેલા આંટાફેરા તેના શિકારની બદલાયેલી પેટર્ન પણ છે. નના પ્રાણીઓના શિકારમાં સિંહને ખોરાક ઓછો મળે છે જ્યારે મહેનત વધુ પડે છે કારણ કે નાના પ્રાણીઓ સિંહને જોતા જ દોટ મુકે છે.

જ્યારે ગાય ભેંસ જેવા વધુ વજન ધરાવતા પ્રાણીઓ જલ્દી ભાગી શક્તા નથી. આથી તેનો શિકાર સિંહ માટે વધુ આસાન હોય છે. આ ઉપરાંત સિંહો તેના પરિવાર સાથે ઝુંડમાં રહેતા હોવાથી નાના શિકારથી આખુ ઝૂંડ ધરાતુ નથી. આ ઉપરાંત ગામડાઓમાં માલધારીઓના બાંધેલા પશુનો શિકાર સિંહો માટે સાવ આસાન હોવાથી તેઓ ગામડા તરફ વળ્યા છે.

Input Credit- Jaydev Kathi- Amreli

આ પણ વાંચો: ભાવનગર: મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાએ ભાજપમાં જોડાવાની અટકળો પર મુક્યુ પૂર્ણ વિરામ- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article