રેલવે મંત્રાલય દરેક તહેવારો માટે વિશેષ ટ્રેનો દોડાવે છે. ત્યારે આ વર્ષે પશ્ચિમ રેલવે દ્વારા ણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. વધારાની ભીડને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ-કુડાલ અને અમદાવાદ-મેંગલુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા સાથે ટ્રેન દોડશે.
ટ્રેન નંબર 09412 અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 03,10 અને 17 સપ્ટેમ્બર, 2024 (મંગળવાર)ના રોજ અમદાવાદથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે કુડાલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09411 કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 04,11 અને 18 સપ્ટેમ્બર 2024 (બુધવાર)ના રોજ કુડાલથી 04.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, સાવર્ડા, આરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, આડવલી, વિલવાડે, રાજાપુર રોડ, અને થોભશે. વૈભવવાડી રોડ, નાંદગાંવ રોડ, કણકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09424 અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 06,13 અને 20 સપ્ટેમ્બર, 2024 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.45 કલાકે મેંગલુરુ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09423 મેંગલુરુ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 07, 14 અને 21 સપ્ટેમ્બર, 2024 (શનિવાર) ના રોજ મેંગલુરુથી 22.10 કલાકે ઉપડશે અને સોમવારે 02.15 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ઘેડ, ચિપલુણ, સાવર્ડા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મડગાંવ, કાણકોન, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, કુમટા, મુર્ડેશ્વર, ભટકલ, મુકામ્બિકા રોડ, કુંઢાપુરા, ઉડુપી, મુલ્કી અને સુરતકલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
ટ્રેન નંબર 09412 અને 09424 માટે બુકિંગ 28 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Published On - 8:43 pm, Thu, 25 July 24