AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના હજારો પરિવારોનું ભવિષ્ય આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના હાથમાં

મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાનાં 251 બહેનોને આપવામાં આવતા આ નિમણૂક પત્રો એ કેવળ નોકરી માટે નહિ પણ આ સેવાપત્રો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આંગણવાડીમા આવતા બાળકો કેટલાય ઘરોનું ભવિષ્ય છે .

રાજ્યના હજારો પરિવારોનું ભવિષ્ય આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના હાથમાં
Anganwadi workers
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 02, 2022 | 2:54 PM
Share

બાળકો (Children)  લાગણી અને માંગણી સાથે સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી આંગણવાડીના શિરે છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં યોજાયેલ એક કાર્યક્રમમાં 251 આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્ર એનાયત કરવામા આવ્યા હતા. મંત્રીઋષિકેશ પટેલે આ કાર્યક્રમના માધ્યમથી અમદાવાદ જિલ્લાની મહિલાઓ અને બાળકોને આરોગયપ્રદ રાખવા અને કુપોષણને ડામવા પંખ (Providing Pads as perAdolescent Girl’s need with Knowledge of Health) અને વચન (Vital Actions for Child Health and Nutrition)ની નવતર પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ બાળકના સ્વાસ્થ્ય અને પોષણ માટે મહત્વપૂર્ણ યોજનાઓની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતની 24 જેટલી પૂરક યોજનાઓ સહાયક બની ઘર – ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે જે ખરેખર સરાહનીય છે. જિલ્લાનાં 251 બહેનોને આપવામાં આવતા આ નિમણૂક પત્રો એ કેવળ નોકરી માટે નહિ પણ આ સેવાપત્રો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આંગણવાડીમા આવતા બાળકો કેટલાય ઘરોનું ભવિષ્ય છે . આ બાળકો પર હેત વરસાવવાનું મહત્વનું કાર્ય બહેનોએ કરવાનું છે. બહેનોના હ્રદયની અંદર માતૃત્વનો ભાવ કુદરતે આપેલો છે તેથી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભૂમિકામાં આવતા બહેનો અન્યના બાળકોને પોતાનુ બાળક સમજીને મા જેવો જ અનુભવ કરાવીને તેનુ જતન કરે તે માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઇએ પોતાના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003-04 માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. જે માટે અલગથી બજેટ ફાળવણીની પણ શરૂઆત કરવામાં આવી. આ વિભાગે મહિલાઓ,બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે અનેક યોજનાઓ થકી તેમનો સર્વાંગી વિકાસ કરવાનો ધ્યેય હાંસલ કર્યો.

મંત્રીએ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને ગામમાં 11 થી 15 વર્ષની વયજૂથની કિશોરીઓને શારિરીક ફેરફારો અંગે પૂરી સમજણ આપી માનસિક રીતે સજ્જ કરવા તથા રક્તસ્ત્રાવ દરમ્યાન સ્વચ્છતા અંગે જાગૃકતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. આંગણવાડીમાં આવતા બાળકોના પરિવારને મળીને તેઓના પરિવાર માટે પ્રધાનમંત્રી ‘આયુષ્યમાન ભારત યોજના’ હેઠળ કાર્ડ મળે તેવું આયોજન કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનીલભાઇ ધામેલિયા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને મહિલા બાળ વિકાસના સંયુકત ઉપક્રમે બહેનોના સ્વ વિકાસ માટે કાર્ય કરવામાં આવે છે. જેનાથી જિલ્લામાં કુપોષણનો દર ઘટશે અને એ માટે તમામ તાલુકાઓની શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓનો સર્વે કરવામાં આવશે. અને જાગૃતિ અંગે સમજણ આપવામાં આવશે. કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ સાથે અમદાવાદ જિલ્લા પંચાયત ૨૪ જેટલી સહાયકીય યોજનાઓ જાહેર કરીને સમગ્ર રાજયમાં અગ્રેસર છે.

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">