ગુજરાત હાઇકોર્ટને કેમ કહ્યુ કે ‘1-2 દિવસ માંસ ન ખાશો’, જાણો હાઇકોર્ટના આ નિવેદન પાછળનું કારણ
Ahmedabad : જૈન ધર્મના તહેવારોના કારણે અમદાવાદના એકમાત્ર કતલખાનાને બંધ કરવાના AMCના નિર્ણય વિરુધ અરજી દાખલ થઈ હતી. જેના પણ ગુજરાત હાઈકોર્ટેમાં કાર્યવાહી થઈ હતી.
ભારત દેશ બિનસંપ્રદાયિક દેશ છે. ભારતમાં જુદા-જુદા ધર્મોમાં માનનારા લોકો કરે છે. આ બધા ધર્મોની અલગ અલગ પરંપરાઓ અને તહેવારો હોય છે. ભારતમાં સૌ કોઈ એકબીજાના ધર્મોનું સન્માન કરીને એકસાથે દરેક તહેવારો ઉજવતા હોય છે. જેને કારણે વિશ્વમાં ભારત દેશ ‘તહેવારોનો દેશ’ અને ‘ઉત્સવ પ્રિય દેશ’ તરીકે ઓળખાય છે. ભારતની આ ભિન્નતામાં જ તેની સુંદરતા છે. પણ દર વર્ષે કેટલાક તહેવારો સમયે કેટલીક સમસ્યા કાયમ ઉભી થતી હોય છે. હાલમાં જૈન ધર્મના તહેવારોના કારણે અમદાવાદના એકમાત્ર કતલખાનાને બંધ કરવાનો અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય વિરુધ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી દાખલ કરવામાં આવી હતી.
જૈન સમુદાયના તહેવાર પ્રસંગે શહેરના એકમાત્ર કતલખાનાને બંધ કરવાના AMCના નિર્ણયને પડકાર આપતી અરજી પણ સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે અરજીકર્તાને કહ્યુ કે, તમે 1-2 દિવસ માટે માંસ ખાવાથી પોતાની જાતને રોકો. જસ્ટિસ સંદીપ ભટ્ટની પીઠ કુલ હિંદ જમીયત-અલ કુરેશ એક્શન કમેટી ગુજરાતની તરફથી દાનિશ કુરૈશી અને અન્ય વ્યક્તિ દ્વારા થયેલી આ અરજી પણ વિચાર કરી રહી હતી.
અદાલતે અરજીકર્તાને કર્યો આ સવાલ
આ અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અરજીકર્તાને કહ્યુ કે, તમે છેલ્લા સમયમાં ભાગી કેમ રહ્યા છો ? અમે આના પર વિચાર નહીં કરીએ. દરેક વર્ષે આ સમયે તમે કોર્ટમાં આવી જાઓ છો. તમે 1-2 દિવસ માટે માંસ ખાવાથી પોતાની જાતને રોકી નહીં શકો ? આ વાત પર અરજીકર્તાએ કહ્યુ કે, આમાં સંયમની વાત નથી. અમારી વાત નાગરિકોના મૌલિક અધિકારો માટે છે. અમે એવા દેશની કલ્પના પણ નહીં કરી શકીએ જ્યાં અમારા મૌલિક અધિકારોન પર એક મિનિટ માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવે. છેલ્લા ઘણા વર્ષોથી અન્ય તહેવારો પર પણ કતલખાના બંધ કરવામાં આવ્યા છે. તેથી અમે આ કોર્ટમાં આવ્યા છે, જો તમે બરાબર આદેશ આપશો, તો કતલખાના તહેવારો પર બંધ કરવાની આ પ્રક્રિયાને પણ અમે રોકી શકીશું.
અરજીકર્તાની દલીલો
અરજીકર્તાએ પોતાનો કક્ષ મુકતા કહ્યુ હતુ કે, રાષ્ટ્રીય પોષણ સંસ્થાના નિદેશ અનુસાર, પ્રોટીન યુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ. ડિસેમ્બર 2021માં AMCએ ઈંડાની લારીઓ બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેના પણ ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યુ હતુ કે, તમે લોકોને એ ખાવાથી ન રોકી શકો, જે તેઓ ખાવા ઈચ્છે છે.અરજકર્તા આ મામલે વચગાળાની રાહત પણ માંગી છે. પણ કોર્ટે કોઈ પણ રાહત આપ્યા વિના સુનાવણી 2 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે.