AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર

High Court: ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખ્યો છે જેમા કોઈપણ કેસની કાર્યવાહી દરમિયાન ગુજરાતી ભાષાના માન્યતા આપવાની રજૂઆત કરાઈ છે. તેમણે કેસની કાર્યવાહીમાં ગુજરાતી ભાષા અને ડોક્યુમેન્ટને મંજૂરી આપવાની માગ કરી છે.

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર
Gujarat High Court
Ronak Varma
| Edited By: | Updated on: Aug 16, 2022 | 6:59 PM
Share

ગુજરાતની હાઈકોર્ટ (Gujarat High Court)માં ગુજરાતી ભાષાને માન્યતા આપવા માટેની માગ ઉઠી છે. જેમા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને (GHAA) રાજ્યના રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રતને પત્ર લખ્યો છે, જેમા કોર્ટમાં ગુજરાતી ભાષાને પણ માન્યતા આપવા માટેની રજૂઆત કરી છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને પત્રમાં બહુ માર્મિક ટકોર કરી છે કે દેશ જ્યારે તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે તો બ્રિટિશ શાસનમાંથી આઝાદીના 75 વર્ષ બાદ પણ અંગ્રેજી ભાષાની ગુલામી શા માટે કરાય છે. આ સાથે GHAAએ ઉમેર્યુ છે કે બંધારણના અનુચ્છેદ 348(2) મુજબ રાજ્યપાલને સત્તા છે કે હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાને કાર્યવાહી અને દસ્તાવેજમાં માન્યતા આપી શકે.

હાઈકોર્ટમાં ગુજરાતની ભાષાને માન્યતા આપવા રાજ્યપાલને લખાયો પત્ર

ભારતના બંધારણની આ જોગવાઈ રાજ્યના રાજ્યપાલને, રાષ્ટ્રપતિની અગાઉની સંમતિથી સ્વત: પ્રાપ્તિની મંજૂરી આપે છે. આ સાથે GHAAએ રાજ્યપાલને લખેલા પત્રમાં એ પણ રજૂઆત કરી છે કે ગુજરાતીને અધિકૃત ભાષા તરીકે માન્યતા ન આપવાથી હાઈકોર્ટ સમક્ષ ન્યાયની આશા લઈ આવતા લોકોને આર્થિક રીતે અને ભાષાકીય રીતે બાધિત કરે છે. પરિણામે ક્યારેક લોકોને યોગ્ય ન્યાય મળતો નથી.

ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા આપવાના વધુ કારણો દર્શાવતા GHAAએ પત્રમાં રજૂઆત કરી છે કે કેસના દસ્તાવેજોનું અંગ્રેજીનું ગુજરાતી ભાષાંતર પ્રદાન કરવાની જરૂરિયાત ભારતના બંધારણની કલમ 21નો ભંગ કરે છે અને જે દસ્તાવેજો ગુજરાતીમાં છે તેની અનુવાદ કરેલી નકલો આપવાની જરૂરિયાત ન્યાય મેળવવા માગતા કોઈપણ અરજદાર માટે ખર્ચાળ અને સમય માહી લે તેવી બાબત છે.

ગુજરાતી ભાષાને માન્યતા આપવાની રજૂઆત કરતા પત્રમાં GHAAના પ્રમુખ અસીમ પંડ્યાએ જણાવ્યુ છે કે એક તરફ આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને બીજી તરફ હજુ પણ આપણી હાઈકોર્ટ તેની કાર્યવાહીમાં માત્ર અંગ્રેજી ભાષાનો સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ કરે છે, તેને બદલવાની જરૂર છે. વધુમાં તેમણે જણાવ્યુ છે કે જે રાજ્યમાં મોટા ભાગના લોકો અંગ્રેજી ભાષા બોલતા, વાંચતા કે સમજી શક્તા નથી. હાઈકોર્ટની કાર્યવાહી હજુ પણ અંગ્રેજી ભાષામાં ચલાવવામાં આવે છે જેથી નાગરિકોને કાનુની કાર્યવાહી જાણવા અને સમજવાના તેમના અધિકારથી વંચિત રાખવામાં આવે છે.

મધ્યપ્રદેશ, બિહાર જેવા રાજ્યોની હાઈકોર્ટમાં અંગ્રેજીની સાથે હિંદીને અપાઈ છે માન્યતા

આ સાથે GHAAના પ્રમુખે પત્રમાં ટાંક્યુ છે કે બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ અંગ્રેજીની સાથે સાથે હિંદી ભાષાનો પ્રયોગ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્યપાલોએ લીધેલા છે. ત્યારે તેમણે એ પણ આશા વ્યક્ત કરી કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખૂબ જ જલ્દી નિર્ણય કરશે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">