AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyatra 2022 : 7 દાયકા જૂના રથમાં નાથની છેલ્લી છે રથયાત્રા, ભક્તોના મહેરામણથી માંડીને કોરોનાના શૂન્યવકાશની જોડાયેલી છે ઐતિહાસિક સ્મૃતિ

Rathyatra 2022: 1950ના દાયકામાં બનેલા આ રથની અનેક સ્મૃતિઓ ધરાવે છે. આશરે સાત દાયકા બાદ આ રથના (Chariot) સ્થાને નવા રથ બનાવાવમાં આવશે. આ રથ સાથે કઈ કેટલાય ઐતિહાસિક સ્મરણો સાથે વિશેષ માહાત્મય ધરાવે છે.

Rathyatra 2022 : 7 દાયકા જૂના રથમાં નાથની છેલ્લી છે રથયાત્રા, ભક્તોના મહેરામણથી માંડીને કોરોનાના શૂન્યવકાશની જોડાયેલી છે ઐતિહાસિક સ્મૃતિ
chariot of Lord Jagannath
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:07 AM
Share

અમદાવાદમાં (Ahmedabad) 200 વર્ષ કરતાં પણ વઘારે સમયથી પૌરાણિક ગણાતી રથયાત્રામાં (Rathyatra) રથનું આગવું માહાત્મય છે. જ્યારે ભગવાન રથ (Chariot) માં સવાર નથી હોતા ત્યારે ભાવિકો રથને જ ભગવાનની પ્રતિકૃતિ માનીને શીશ નમાવતા હોય છે. અમદાવાદમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે તે રથ વર્ષો અગાઉ ભરૂચના ખલાસીઓ દ્વારા વિશેષ સેવા રૂપે બનાવવામાં આવ્યા હતા. જોકે જગદીશ મંદિરના મહંત દીલિપદાસજીએ આ વર્ષે જણા્વ્યું હતું કે વર્ષો જૂના આ રથને બદલે ભગવાન આવતા વર્ષે નવ નિર્મિત રથમાં નગરચર્યાએ નીકળશે અને જૂના રથને વિશેષ ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવામાં આવશે.

તો નવા રથ વિશેષ સુવિધાસભર અને સુરક્ષાથી સજજ બનાવવામાં આવશે. વર્ષોથી આ રથ  કંઈ કેટલીય ઘટનાઓના સાક્ષી બનેલા છે  જેણે  માનવ મહેરામણ પણ જોયો અને કોરોના કાળમાં  ભક્તો વિનાનો શૂન્યવકાશ પણ જોયો  છે. 1950ના દાયકામાં બનેલા રથની છે અનેક સ્મૃતિઓ

પહેલા ગાડામાં આરૂઢ થતા હતા ભગવાન

જગદીશ મંદિર ખાતેથી 144 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. જોકે અમદાવાદમાં  વર્ષ 1878 માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસ રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓ દ્વારા નાળિયેરીના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજી ભેટ ધરવામાં આવ્યા હતા. હતાં. જે રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. રથના જે દોરડા હોય છે તેને શંખચૂડ કહેવામાં આવે છે. અને ખલાસીઓ જ આ રથ ખેંચે છે. નાળિયેરીનું લાકડું ટકાઉં હોતું નથી આથી કાળક્રમે રથનું નિર્માણ સાગના મજબૂત લાકડાંમાંથી કરવામાં આવે છે. હાલના રથનું નિર્માણ  1950માં કરવામાં આવ્યું હતું.આથી કહી શકાય કે આ રથ  રથયાત્રાના બદલાતા સ્વરૂપના મૂક સાક્ષી છે.

ભગવાનના રથનાં છે વિશેષ નામ

  1. ભગવાન જે રથમાં તે સવાર થાય છે તેના નામ ગરુડધ્વજ, કપિધ્વજ અને નંદીઘોષ છે. અમદાવાદની પ્રથમ રથયાત્રા માટે ભરૂચના ખલાસીઓએ ૩ સુંદર રથ તૈયાર કર્યા હતા
  2. ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. જે પીળા અને લાલ રંગનો હોય છે. જેના સારથી દારૂકા છે અને રક્ષક ગરુડ છે.
  3. ભાઈ ભગવાન બળભદ્રના રથનું નામ તાલધ્વજ છે. તેનો રંગ વાદળી અને લાલ હોય છે. જેના સારથી માતાલી છે. આ રથના રક્ષક વાસુદેવ છે.
  4. જ્યારે દેવી સુભદ્રાના રથનું નામ દેવદલન હોય છે. આ રથનો રંગ લાલ અને કાળો હોય છે. તેના સારથી અર્જુન છે. રથના રક્ષક જયદુર્ગા છે.

રથના પૈડાં તથા દોરડાનું છે આગવું મહત્વ

રથના પૈડાંને શૌર્ય તેમજ ધૈર્યના પ્રતીક તરીકે ગણવામાં આવે છે જ્યારે ધજાપતાકા એ શીલનું પ્રતીક છે. અને દોરડાં શંખચૂડનું પ્રતીક ગણવામાં આવે છે.

ખલાસી ભાઈઓ આખાત્રીજે કરે છે રથનું સમારકામ

રથને ખેંચનારા ખલાસી ભાઈઓ અખાત્રીજે આવીને રથનું પૂજન કરે છે અને રથ યાત્રાના મહિના અગાઉ ત્રણેય રથને નવેસરથી સજાવવા માટેનું કામ શરૂ કરે છે જોકે આ વર્ષે આ સાત દાયકા જૂના રથને નિવૃત કરવામાં આવશે અને સ્મૃતિ તરીકે જાળવવામાં આવશે. વર્ષ 1993માં રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બૂલેટપ્રૂફ કાચ લગાડવમાં આવ્યા હતા.

વર્ષ 1985માં રથયાત્રા માટે તે વખતની સરકારે મંજૂરી આપી નહોતી પણ સરજૂપ્રસાદ નામના હાથીએ આડશ માટે મૂકેલી પોલીસ વાનને સૂંઢથી ધક્કો મારીને હટાવી દીધી હતી આ બાબતને ઇશ્વરનો સંકેત માનીને  રથયાત્રા કાઢવામાં આવી હતી. આથી આ રથ કોમી રમખાણો સહિતની ઘટનાઓના સાક્ષી બનેલા છે. જે આ વર્ષે નિવૃત થશે અને આવતા વર્ષે ભગવાન નવા રથમાં આરૂઢ થઇને નગરચર્યાએ નીકળશે.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">