Rathyatra 2022: ભાવનગરમાં ભગવાનની નગરચર્યા માટે હરખની હેલી, જાણો રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રાનું અથથી ઇતિ

દેશની ત્રીજા નંબરની અને રાજ્યની બીજી મોટી રથયાત્રા ભાવનગરમાં (Bhavnagar) નીકળનારી રથયાત્રાના આનંદનો પડઘો શહેરવાસીઓમાં પડઘાતો હોય તેમ શહેરને પણ ભગવાનના આગમન નિમિત્તે વિવિધ રીતે શણગારવામાં આવ્યું છે.

Rathyatra 2022: ભાવનગરમાં ભગવાનની નગરચર્યા માટે હરખની હેલી, જાણો રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રાનું અથથી ઇતિ
Bhavnagar Rath yatra 2022
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jun 30, 2022 | 1:32 PM

ભાવનગરવાસીઓ (Bhavnagr)બે વર્ષના અંતરાલ બાદ ભગવાનની નગરચર્યાને (Rathyatra) વધાવવા આતુર થયા છે અને આ આનંદનો પડઘો શહેરવાસીઓમાં પડઘાતો હોય તેમ શહેરને પણ ભગવાનના આગમન નિમિત્તે  વિવિધ રીતે શણગારવામાં આવ્યું હતુ. શહેરમાં આ વર્ષે  પરંપરાગત રીતે 37મી  રથયાત્રા નીકળશે. ત્યારે ભાવનગર મહાનગર પાલિકા તંત્ર તેમજ પોલીસ બેડા દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે 5000 કરતા વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે. દેશની ત્રીજા નંબરની અને રાજ્યની બીજી મોટી  રથયાત્રા સમિતિના ચેરમેન હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યા મુજબ રથયાત્રાની તૈયારીઓ માટે વિવિધ સમિતિને કામ સોંપવામાં આવ્યું  છે જેની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. ત્યારે જાણો અત્યાર સુધીની તમામ વિગતો.

પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Police patrolling on Rathyatra route in Bhavnagar

રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે. ભાવનગર એસ.પી. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ જવાનો સજજ છે અને રથયાત્રા માટે ભાવનગર તથા અન્ય જિલ્લાની પોલીસ જેમાં 15 ડીવાયએસપી, 40 પીઆઈ, 150 પીએસઆઈ, 3૦૦૦ પોલીસ જવાનો અને 2000 હોમગાર્ડ જવાનો મળીને કુલ 5૦૦૦ કરતા વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્ત જાળવશે. સાથે જ લોકોને અફવાથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો
  1. પોલીસ ફોર્સનું આયોજન કરી તેને વિવિધ પોઈન્ટ પર ફાળવણી કરવામાં આવી રહી છે.
  2. ડ્રોન કેમેરા અને અન્ય કેમેરા વડે રથયાત્રા દરમ્યાન ચાંપતી નજર રાખવામાં આવશે.
  3. ખાસ સાયબર સેલની ટીમ સોશિયલ મીડિયા પર એક્ટીવ કરવામાં આવી છે. જેમાં જો કોઈ અફવા કે ધાર્મિક લાગણીઓ દુભાય તેવી પોસ્ટ મુકશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
  4.  રથયાત્રા સમયે દરેક પોઈન્ટ પર ત્રણ ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસના તેમજ વિડીયોગ્રાફરોના કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે.
  5. કુલ 10થી 12 વોચ ટાવર, 41 બેરિકેડ, 34 ઘોડેસવાર, 12 એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ, 6 મેડિકલ ટીમ તથા 4 ફાયર ફાયટર પણ રથયાત્રામાં સામેલ રહેશે.
  6. 336 મહીલા પોલીસ ફરજ બજાવશે.

મંદિર ખાતે પૂર્ણ થશે નગરચર્યાની અંતિમ તૈયારીઓ

  1. ભાવનગર ખાતે અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે.
  2. ભગવાનના રથ સ્વચ્છ કરવામાં આવ્યા છે તેમજ તેના સુશોભનને પણ આખરી ઓપ આપવામાં આવશે.
  3. સેવાભાવી બહેનો દ્વારા પ્રસાદ માટેના ચણાની પણ સાફસફાઈ કરવામાં આવી રહી છે.
  4. રથયાત્રા દરમિયાન કુલ 3 ટન ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.

ભાવનગર શહેરમાં કરવામાં આવ્યું છે ધજા પતાકાનું ડેકોરેશન

  • રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટમાં અલગ અલગ પોઇન્ટ ઉપર સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓના 23 કટઆઉટ લગાવવામાં આવ્યા છે.
  • રથયાત્રા રૂટ ઉપર 70 કમાન ગેટ ગોઠવવામાં આવ્યા છે.
  • જાહેર રસ્તા પર કુલ 17 હજારથી પણ વધારે ધજા પતાકા લગાડવામાં આવી છે.
  • રિક્ષા તથા અન્ય વાહનો પર રથયાત્રાની ધજાઓ લગાવવામાં આવી છે.
  • ઘોઘાગેટ ખાતે ભગવાન કૃષ્ણનું વિશાળ પોસ્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ભાવકિ ભક્ત હરજીવન દાણિધારિયાએ બનાવેલા વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

ભાવનગરમાં જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી ભાવિક ભક્ત હરજીવનભાઈ દાણીધારીયા નામના ભક્ત ભગવાન જગન્નાથના વાઘા રથયાત્રા માટે ખાસ તૈયાર કરે છે. તેઓ ખાસ સિલ્કના કાપડમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રંગબેરંગી અને ચમકદમક વાળા ખાસ વાઘા તૈયાર કરે છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને આ વસ્ત્રો પહેરાવી શહેરના રાજમાર્ગો પર લોકોના દર્શન માટે રથયાત્રા પસાર કરાશે.

આ દિવસે ભગવાનના દર્શન અને ખાસ કરીને ભગવાનને વિશેષ શણગારમાં જોવા એ પણ લ્હાવો છે. કાળિયા બીડમાં રહેતા મહિલા ભક્ત પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા ભગવાનને પહેરાવવામાં આવતી પાઘ અને સાફા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોતી અને ઝરીની લેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ વાઘાના શણગાર સાથે જ્યારે ભગવાન રથયાત્રાએ નીકળે છે ત્યારે શહેરના નાગરિકો આ નયનરમ્ય દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">