ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશની સાથી જજ સાથે ઉગ્ર દલીલ, પાછળથી વ્યક્ત કર્યો ખેદ
ગુજરાત હાઈકોર્ટમાં 23 ઓક્ટોબરે એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવ આદેશ આપી રહ્યા હતા ત્યારે તેમના સાથી જજ જસ્ટીસ મૌના ભટ્ટ તેમની સાથે સહમત ન હતા અને આ મામલે બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ત્યારે મંગળવારે દશેરાના પર્વ નિમિતે કોર્ટ બંધ હતી અને બુધવારે કોર્ટનું સત્ર શરૂ થતાં જ જસ્ટિસ બીરેન વૈષ્ણવે આ મામલે ખેદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાનનો એક અજીબ બનાવ સામે આવ્યો છે. કોર્ટમાં ચાલતા એક કેસ પર ન્યાયાધીશે ખંડપીઠમાં સામેલ પોતાના એક સાથી જજની અસંમતિને પગલે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ બે દિવસ પછી ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશે આ મામલે ખેદ વ્યક્ત કર્યો હતો.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં 23 ઓક્ટોબરે એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવ આદેશ આપી રહ્યા હતા ત્યારે તેમના સાથી જજ જસ્ટીસ મૌના ભટ્ટ તેમની સાથે સહમત ન હતા અને આ મામલે બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ત્યારે મંગળવારે દશેરાના પર્વ નિમિતે કોર્ટ બંધ હતી અને બુધવારે કોર્ટનું સત્ર શરૂ થતાં જ જસ્ટિસ બીરેન વૈષ્ણવે આ મામલે ખેદ વ્યક્ત કર્યો હતો.
જસ્ટિસ બીરેન વૈષ્ણવે જસ્ટિસ મૌના ભટ્ટની હાજરીમાં કહ્યું કે સોમવારે જે થયું તે નહોતું થવું જોઈએ. હું ખોટો હતો, હું તેના માટે દિલગીરી છું. જસ્ટિસ વૈષ્ણવ અને જસ્ટિસ ભટ્ટની ડિવિઝન બેન્ચ એક કેસ પર સુનાવણી કરી રહ્યા હતા ત્યારે જસ્ટિસ ભટ્ટે દલીલ કરી હતી.
આ દરમિયાન જસ્ટિસ વૈષ્ણવે કહ્યું કે તો તમારો અભિપ્રાય અલગ છે, એક કેસમાં અમારો અભિપ્રાય અલગ છે, બીજામાં અમારો અભિપ્રાય અલગ હોઈ શકે છે. પછી જસ્ટિસ ભટ્ટે કહ્યું કે આ અભિપ્રાયના તફાવતનો પ્રશ્ન નથી. આના પર જસ્ટિસ વૈષ્ણવે કહ્યું કે તમે બડબડ ના કરશો, તમે અલગ આદેશ આપો. અમે અન્ય કેસ લઈ રહ્યા નથી. આ પછી તે ઉભા થઈ જાય છે અને કોર્ટ રૂમમાંથી બહાર નીકળી જાય છે.