Gujarati Video: દશેરાના પર્વે રાજ્યમાં વાહનોની રેકોર્ડબ્રેક ખરીદી, નવરાત્રી દરમિયાન 80 હજાર ટુવ્હિલરની થઇ ખરીદી
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 24 હજાર કારનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. તો નવરાત્રી દરમિયાન 80 હજાર ટુવ્હિલરની ખરીદી થઈ છે. તો દશેરાના દિવસે અમદાવાદમાં 2 હજાર કાર અને 6 હજાર ટુવ્હિલરની ખરીદી થઈ. અમદાવાદમાં 50 કાર 50 લાખથી વધુ કિંમતની હોવાનો અંદાજ છે. 600 ટુવ્હિલર દોઢથી અઢી લાખથી વધુ કિંમતના હોવાનું અનુમાન છે. તો ઓક્ટોબર માસમાં 1.50 લાખ ટુવ્હિલર અને 50 હજાર કાર વેચાઇ હતી.
દશેરાના (Dussehra) દિવસને શુભ માનવામાં આવે છે. આ દિવસે વણજોયેલા મૂહુર્તમાં લોકો નવી વસ્તુ ખરીદતા હોય છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના શહેરોમાં અનેક શો-રૂમમાં વાહન ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા. સારા મૂહુર્તને લઇ ગ્રાહકોએ વાહન ખરીદી માટે દશેરાનો દિવસ પસંદ કર્યો છે.
આ પણ વાંચો ગુજરાત સરકારે 8 રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે કર્યા MoU, 4500થી વધુ લોકોને મળશે રોજગાર
ઉલ્લેખનીય છે કે, કેટલાક ગ્રાહકોએ અગાઉથી જ વાહન બુકિંગ કર્યા હતા અને હવે ડીલિવરી લઈ રહ્યા છે. ભારતમાં લોકો વાહનને માત્ર એક સાધન નહીં, પરંતુ પરિવારના સભ્યની જેમ માને છે. જેને લઈ તેની પૂજા કરીને મૂહુર્ત કરે છે. આ વર્ષે દશેરાના પર્વે રાજ્યમાં વાહનોની રેકોર્ડબ્રેક ખરીદી થઈ છે.
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 24 હજાર કારનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. તો નવરાત્રી દરમિયાન 80 હજાર ટુવ્હિલરની ખરીદી થઈ છે. તો દશેરાના દિવસે અમદાવાદમાં 2 હજાર કાર અને 6 હજાર ટુવ્હિલરની ખરીદી થઈ. અમદાવાદમાં 50 કાર 50 લાખથી વધુ કિંમતની હોવાનો અંદાજ છે. 600 ટુવ્હિલર દોઢથી અઢી લાખથી વધુ કિંમતના હોવાનું અનુમાન છે. તો ઓક્ટોબર માસમાં 1.50 લાખ ટુવ્હિલર અને 50 હજાર કાર વેચાઇ હતી.
ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો