ખાનગી સ્કૂલમાં ફી બાકી હશે તો પણ શાળા વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ રોકી નહીં શકે
આગામી 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવીનહીં શકાય અને તેને પરીક્ષામાં બેસવા માટે રિસિપ્ટ આપવી પડશે. શહેરી વિસ્તારમાં આવા છ જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં હોલ ટિકિટ શાળાએ અટકાવી હોય.
બોર્ડ પરીક્ષા દરમિયાન તેવા કિસ્સા સામે આવતા હોય છે કે જ્યાં જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં રાખી હોય છે. આ પ્રકારના શહેરી વિસ્તારમાં 6 જેટલા કિસ્સા સામે આવ્યા છે. જે બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપી હોલ ટિકિટ અપાવવાની વ્યવસ્થા કરાઇ છે.
સાથે સાથે કચેરી મારફતે જે શાળા આ પ્રકારે હોલ ટિકિટ રોકી રાખે તેને ખાસ તાકીદ કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા માટે પણ સૂચના આપી છે. આગામી 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના આપવામાં આવી છે.
શહેરમાં 1 લાખ કરતા વધુ પરીક્ષાર્થીઓ
અમદાવાદ શહેરમાં કુલ 349 બિલ્ડિંગમાં 1,01,352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10 ના 58691, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 9493 અને સામાન્ય પ્રવાહના 33168 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 261 કેન્દ્રો પર 77830 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10 ના 47190, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 6460 અને સામાન્ય પ્રવાહના 24180 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
ગ્રામ્ય વિસ્તારમાં ખાસ પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગની મદદથી એક કીટ પણ આપવામાં આવશે. આ ફર્સ્ટ એડ કીટમાં આવતી પ્રાથમિક સારવાર માટે જરૂરી એવી દવાનો સમાવેશ થાય છે. પરીક્ષાની સૌથી મોટી બાબતે છે કે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી. પરીક્ષાના તમામ કેન્દ્રો સીસીટીવીટી થી સજજ રાખવામાં આવશે.
આ પણ વાંચો: ઇડર-વડાલીમાં કરા સાથે વરસાદથી ખેતીમાં નુક્સાન, MLA રમણ વોરાએ CMને વળતર માટે પત્ર લખ્યો
પરીક્ષા સાથે સંકળાયેલ કર્મચારીઓને તાલીમ પણ આપવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત કલેકટરની અધ્યક્ષતામાં ટોરેન્ટ પાવર, AMTS , વાહન વ્યવહાર વિભાગ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે બેઠક કરી પરીક્ષાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના અગવડતા ન પડે, તેનું ખાસ સંકલન પણ કરવામાં આવ્યું છે.