લો હવે ચૂંટણી ફંડના નામે છેતરપિંડી કરતી ગેંગ થઈ સક્રિય, ટેક્સ બેનિફિટ આપવાની લાલચ આપી પડાવ્યા રૂપિયા

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓને ચૂંટણી ફંડ આપી ટેક્સ બેનિફિટ આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે. NCPના ભળતા નામે બેંક એકાઉન્ટ ખોલાવી રૂપિયા પડાવ્યા હતા.

લો હવે ચૂંટણી ફંડના નામે છેતરપિંડી કરતી ગેંગ થઈ સક્રિય, ટેક્સ બેનિફિટ આપવાની લાલચ આપી પડાવ્યા રૂપિયા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 11, 2024 | 8:35 PM

ચૂંટણી નજીક આવતા જ હવે સાયબર ગઠિયાઓ વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાઇબર ગઠીયાઓ ચૂંટણી ફંડના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની ફરિયાદ નોંધાય છે. ફરિયાદને આધારે પોલીસે ચુંટણી પહેલા ચુંટણીફંડના નામે લોકો પાસેથી રુપિયા પડાવનારી ગેંગનાં એક સભ્યને પકડી પાડી છે.

ચૂંટણી ફંડ આપી ટેક્સ બેનિફિટ આપવાની આપતા લાલચ

નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલેકે NCP ના નામે ચુંટણી ફંડ મેળવી ટેક્સ બેનિફિટ આપવાની લાલચે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની એક ફરિયાદ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ હતી. પોલીસે ફરિયાદને આધારે ફ્રોડ કરનારી ગેંગનાં એક સભ્યની ધરપકડ કરી છે. જોકે પોલીસ પૂછપરછમાં આ ગેંગના સભ્યએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

NCP ના ભળતા નામથી ખોલાવ્યુ બેંક એકાઉન્ટ

નેચર્સ સિરિયલ પેકેજીંગ એટલે કે NCP ના ભળતા નામે બેંક અકાઉન્ટ ખોલી આ ગેંગ લોકો સાથે ઠગાઈ કરતી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી મોહમંદ આમીર શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા 6 મહિનાથી એકાઉન્ટ ખોલી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી લોકોના રુપિયા મેળવી ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મોહમ્મદ આમીર નામના શખ્સની ધકપકડ

સાયબર ક્રાઈમે ગુનો નોંધી મોહમદ આમીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના બંધન બેંકના અકાઉન્ટની તપાસ કરતા નવેમ્બર 2023 પછી આ એકાઉન્ટમાં 2 કરોડ 80 લાખ રુપિયા જમા થયા હતા. જે રુપિયાના બદલે આરોપી 10 ટકા રકમ મેળવી અન્ય રુપિયા પરત આપતા અને NCP ના નામે બનાવટી પહોંચ પણ આપતા હતા. જેથી લોકો તેને હકીકત માની ચુંટણી ફંડના નામે રકમ આપતા હોવાનો ખુલાસો થયો છે. આ ગુનામાં વપરાયેલુ એકાઉન્ટ અન્ય એક વ્યક્તિને નોકરી આપવાના બહાને ખોલાવ્યુ હતુ અને તેનો ઉપયોગ છેતરપિંડીમાં થયો હોવાનું સામે આવ્યું છે.

ઝડપાયેલા આરોપી મોહમ્મદ આમીરની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે ખાનગી ફાયનાન્સ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલવાનુ કામ કરે છે. જેની પહેલા તે ઈવેન્ટ મેનેજ્મેન્ટનું પણ કામ કરતો હતો. આ સાથે જ રુપિયાની હેરફેર થતા સાયબર ક્રાઈમ આવકવેરા વિભાગને આ અંગે માહિતી આપશે અને આ ગુનામા અન્ય આરોપીની ધરપકડ થાય અને વધુ આરોપી પકડાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બોપલ આવેલા બંગલામાં થયેલી ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ, ક્રાઈમ બ્રાંચે બે રીઢા ચોરની કરી ધરપકડ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">