અમદાવાદમાં બોપલમાં આવેલા બંગલામાં થયેલી ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ, ક્રાઈમ બ્રાંચે બે રીઢા ચોરની કરી ધરપકડ

અમદાવાદમાં એક અઠવાડિયા પહેલા અમદાવાદનાં આમલી વિસ્તારમાં રહેતા નિવૃત્ત દંપતીના બંગલામાંથી સોના ચાંદી અને રોકડની ઘરફોડ ચોરી થઈ હતી. જેના બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે.

અમદાવાદમાં બોપલમાં આવેલા બંગલામાં થયેલી ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ, ક્રાઈમ બ્રાંચે બે રીઢા ચોરની કરી ધરપકડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 12, 2024 | 2:36 PM

થોડા દિવસ પહેલા અમદાવાદના આંબલી વિસ્તારમાંથી એક નિવૃત્ત દંપતીના ઘરેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઘરફોડ ચોરી થઈ હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરી કરનાર વ્યક્તિને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરનાર બે ચોરની ધરપકડ કરી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અનિલ ઉર્ફે બાલો અને સુરેશ ઉર્ફે સુખાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

શા માટે કરી ચોરી?

પકડાયેલા બંને આરોપીઓ એક જ ગામના રહેવાસી છે. આરોપી સુરેશ ઉર્ફે સૂખો અગાઉ અનેક ચોરીઓને અંજામ આપી ચુક્યો છે. જેથી તેને ચોરી કરવાનો અનુભવ છે. સુરેશ ઉર્ફે સૂખાને પૈસાની જરૂર હોવાથી તેણે તેના જ ગામના અન્ય એક અનિલ ઉર્ફે બાલાનો સંપર્ક કર્યો હતો. અનિલ ઉર્ફે બાલાએ ઇકો ગાડી લોન ઉપર લીધી હતી. જેથી તેને લોનના હપ્તા ભરવા માટે પૈસાની જરૂર હતી જેને કારણે બંને આરોપીઓએ અમદાવાદ આવી ચોરી કરવાનું નક્કી કર્યું હતું.

કઈ રીતે આપ્યો ચોરીને અંજામ ?

ગઈ તારીખ 3 એપ્રિલના બપોરે આરોપી અનિલ ઉર્ફે બાલાની ઇકો ગાડીમાં બંને આરોપીઓ તેના ગામથી અમદાવાદ બોપલ પાસે આવ્યા હતા. જ્યાં બોપલ બ્રિજ નીચે ઇકો ગાડી મૂકી બંને આરોપીઓ ચાલતા બ્રિજની આજુબાજુ આવેલા બંગલાઓની રેકી કરી હતી. જે બાદ બોપલ બ્રિજ નીચે પાર્ક કરેલી ઇકો ગાડીમાં જ રાતના બે વાગ્યા સુધી સૂઈ ગયા હતા અને રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ બોપલ બ્રિજ પાસેનાં ડી માર્ટ પાસે આવેલા બંગલાઓ બહાર ઇકો ગાડી ઉભી રાખી હતી. જે બાદ અનિલ ઉર્ફે બાલો બહાર ધ્યાન રાખવા ગાડીમાં જ બેઠો જ્યારે સુરેશ ઉર્ફે સુખો તેની પાસે રહેલા લોખંડના ખાતરિયા સાથે એક બંગલાનો મુખ્ય દરવાજો તોડી બંગલાની તિજોરીમાંથી સાત હજાર રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી પરત આવી ગયો હતો. જે બાદ બંને આરોપીઓ ઇકો ગાડીમાં પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

શું છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ?

બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી સુરેશ ઉર્ફે સુખો અગાઉ ભાવનગર, સોલા હાઇકોર્ટ, આનંદનગર, વડોદરા, બોટાદ સહિતના ગામોમાં ચોરી તેમજ અન્ય ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, જ્યારે આરોપી અનિલ ઉર્ફે બાલો અગાઉ ભાવનગર ખાતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ આ બંને આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો આ બંને લોકો સિવાય ચોરીના ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ આવેલું છે કે કેમ તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સરખેજ પોલીસને મુદ્દા માલ તેમજ આરોપી સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરના પેંડા એકવાર ખાશો તો ક્યારેય નહીં ભૂલો સ્વાદ, પીએમ મોદી પણ કરી ચુક્યા છે વખાણ- જુઓ તસવીરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">