AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માનહાની કેસમાં રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજાને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં 2 જી મે એ હાથ ધરાશે વધુ સુનાવણી

રાહુલ ગાંધીના (Rahul Gandhi) વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધીને પ્રથમવાર મોકલાયેલા સમન્સને લઈ કોર્ટમાં સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કોર્ટમાં જણાવ્યુ કે માત્ર વોટ્સએપ ક્લિપના આધારે તમે સમન્સ કેવી રીતે પાઠવી શકો ?

Breaking News : માનહાની કેસમાં રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજાને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં 2 જી મે એ હાથ ધરાશે વધુ સુનાવણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 10:20 AM
Share

મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ. જેમા વધુ સુનાવણી બીજી મે એ હાથ ધરાશે.  ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાઇ. આ પહેલા જસ્ટિસ ગીતા ગોપીએ અપીલને ‘નોટ બીફોર મી’ કરી હતી.  2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો-Gujarati Video: વધુ એક મહાઠગની કરતૂતનો પર્દાફાશ, યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સંજય શેરપુરીયાની કરી ધરપકડ, કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે SBIને ચોપડ્યો રૂ.350 કરોડનો ચૂનો

રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં શું રજૂઆત કરી ?

અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધી વતી પક્ષ રજૂ કર્યો હતો અને કેસ વિશે જણાવતા કહ્યુ હતુ કે આ ગંભીર ગુનો નથી કે સજા માફી ન આપી શકાય. દેશમાં 13 કરોડ મોદી છે, આ મામલે કોઇએ ફરિયાદ કરી નથી. રાહુલ સામે રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરવામાં આવી હોવાનું સિંઘવીએ જણાવ્યુ હતુ. અભિષેક મનુ સિંઘવી દ્વારા વિવિધ કેસોને ટાંકવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યુ હતુ કે અનેક એવા ગંભીર ગુના છે જેમની સજાને પણ માફ કરાઇ છે. તેમણે કહ્યુ કે અનેક સાંસદો અને ધારાસભ્યો સામે પણ ગંભીર ગુનાઓ છે.

રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધીને પ્રથમવાર મોકલાયેલા સમન્સને લઈ કોર્ટમાં સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કોર્ટમાં જણાવ્યુ કે માત્ર વોટ્સએપ ક્લિપના આધારે તમે સમન્સ કેવી રીતે પાઠવી શકો ? વોટ્સએપમાં તો હજારો પ્રકારના મેસેજ આવતા હોય છે. મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ ન્યૂઝ પેપર કે પેન ડ્રાઈવ પણ રજૂ નહોતી કરાઈ છતા પણ સમન્સ મોકલાયુ છે.

આ સાથે જ તેમણે અભિષેક મનુ સિંઘવીએ સુરત મેજિસ્ટ્રેટ સમક્ષ પૂર્ણેશ મોદીએ આપેલ નિવેદન વાંચી સવાલ ઉઠાવ્યા હતા કે નીરવ મોદી, લલિત મોદી કે વિજય માલ્યા કોઈ મોઢવણિક જ્ઞાતિમાંથી આવતા નથી. તો ફરિયાદીની લાગણી કેવી રીતે દુભાઈ છે. તેમણે કહ્યુ હતુ કે મોદી સરનેમ અનેક જ્ઞાતિઓમાં આવે છે.

હાઇકોર્ટે કરી ટકોર

બીજી તરફ અભિષેક મનુ સિંઘવીની દલીલ પર હાઇકોર્ટે ટકોર કરી હતી કે એક જાહેર નેતા અને સાંસદ તરીકે આવા નિવેદન ના આપવા જોઈએ.

કોણ છે જસ્ટિસ હેમંત પ્રેચ્છકે ?

રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરનારા જસ્ટિસ હેમંત પ્રેચ્છકે વર્ષ 1992માં પોરબંદર કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને તે જ વર્ષે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે વર્ષ 2002 થી 2007 દરમિયાન સહાયક સરકારી વકીલ તરીકે પણ કામગીરી કરી. તો વર્ષ 2015 થી 2019 દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ કામ કર્યું છે. લગભગ 30 વર્ષની પ્રેક્ટિસ બાદ 18 ઓક્ટોબર, 2021ના રોજ હેમંત પ્રચ્છકની જજ તરીકે નિયુક્તિ થઇ.

શું છે સમગ્ર કેસ ?

સમગ્ર કેસની વિગત જોઇએ તો 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી અટકને લઇને ટિપ્પણી કહી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે 23 માર્ચે ચુકાદો સંભળાવી રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી.

આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગતા કોર્ટ દ્વારા તરત જ રાહુલ ગાંધીને 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે એટલે કે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાહુલે 3 એપ્રિલના રોજ નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ. જ્યારે કે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">