Gujarat Video : રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં આવતીકાલે હાથ ધરાશે સુનાવણી, અગાઉ જસ્ટિસ ગીતા ગોપીએ અરજી સાંભળવાનો કર્યો હતો ઈનકાર

Gujarat Video : રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં આવતીકાલે હાથ ધરાશે સુનાવણી, અગાઉ જસ્ટિસ ગીતા ગોપીએ અરજી સાંભળવાનો કર્યો હતો ઈનકાર

Ronak Varma
| Edited By: | Updated on: Apr 29, 2023 | 7:13 PM

Ahmedabad: રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી પર આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુરત કોર્ટે કરેલા બે વર્ષની સજાના હુકમને પડકારતી અરજી પર જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

વર્ષ 2019 લોકસભા ચૂંટણી સમયે કર્ણાટકના કોલ્લારીમાં મોદી સરનેમને લઈને કરેલા વિવાદી નિવેદન બાદ નોંધાયેલા માનહાની કેસમાં આવતીકાલે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરાશે. અગાઉ આ અરજી ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટીસ ગીતા ગોપીએ સાંભળવાનો ઇનકાર કર્યો હતો ત્યારે હવે નવા જજ સમક્ષ કેસ મૂકાશે. જેમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર મોદી અટકને લઈને થયેલા કેસમાં બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલ ગાંધી પર માનહાની બદલ સરકારના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા પુર્ણેશ મોદીએ સુરતની ટ્રાયલ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમા સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી 2 વર્ષની સજા ફટકારી હતી. અને તેમા રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયુ છે. બે વર્ષની સજાના ચુકાદા સામે તેમણે સુરત સેશન્સ કોર્ટમાં પણ પિટિશન દાખલ કરી હતી. જો કે સુરત સેશન્સ કોર્ટે આ સજાને યથાવત રાખી હતી.

સુરતની સેશન્સ કોર્ટ તરફથી રાહત ન મળતા હવે રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી છે. ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધી તરફથી એડવોકેટ પંકજ ચાંપાનેરીએ આ કેસની અર્જન્ટ સુનાવણી માટે અનુરોધ કર્યો હતો. જેને જસ્ટિસ ગીતા ગોપીએ અનુમતી તો આપી પરંતુ કેસની સુનાવણીને ગીતા ગોપીએ નોટ બિફોર મી કરી સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો: Defamation case : હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે રાહુલ ગાંધીના વકીલની માગ, જસ્ટિસ ગીતા ગોપીએ કહ્યું “Not Before Me”

કોણ છે જસ્ટિસ ગીતા ગોપી

જસ્ટિસ ગીતા ગોપી છેલ્લા 3 વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યરત છે. જસ્ટિસ ગીતા ગોપીની ગુજરાત હાઈકોર્ટમાં 4 માર્ચે નિમણુક કરવામાં આવી હતી. ગીતા ગોપીને જેટલી રૂચિ ભણવામાં છે એટલી જ રૂચિ ભણાવવામાં પણ છે. તેમણે નવસારીની દિનશા ડબ્બુ લૉ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યુ છે. તેઓ 13 વર્ષ સુધી પાર્ટ ટાઈમ ભણાવવા માટે પણ જતા હતા.

શા માટે કહેવાય છે Not Before Me

કાયદાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કેટલાક કેસમાં જજ દ્વારા Not Before Me કહેવામાં આવે છે. તેનુ કારણ એ હોય છે કે તેઓ કોઈ એવા કોઈ હાઈપ્રોફાઈલ કેસમાં પડવા નથી માગતા અથવા ઘણીવાર વિચારધારાને કારણે પણ આવુ થાય છે. કેટલાક કેસમાં એવુ ત્યારે થાય છે જ્યારે જજ જે તે વ્યક્તિ સામે કેસ હોય છે તેમના વકીલ રહી ચુક્યા હોય છે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 28, 2023 09:28 AM
g clip-path="url(#clip0_868_265)">