AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: નડિયાદમાં મિલ રોડ પર આવેલી બેંકમાં લાગી ભીષણ આગ, તમામ ફર્નિચર બળીને ખાખ

Gujarati Video: નડિયાદમાં મિલ રોડ પર આવેલી બેંકમાં લાગી ભીષણ આગ, તમામ ફર્નિચર બળીને ખાખ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 1:20 PM
Share

Kheda News : આગ લાગવાના કારણે બેંક પરિસરમાં આવેલુ તમામ ફર્નિચર બળીને ખાખ થઇ ગયુ છે. મિલ રોડ પર આવેલા કોમ્પલેક્સમાં આ બેંક આવેલી છે. તેની ઉપર એક ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે.

ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરમાં મિલ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામા ભીષણ આગ લાગી હતી. આગ લાગવાના કારણે બેંક પરિસરમાં આવેલુ તમામ ફર્નિચર બળીને ખાખ થઈ ગયુ છે. મિલ રોડ પર આવેલા કોમ્પલેક્સમાં આ બેંક આવેલી છે. તેની ઉપર એક ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે. ત્યારે આગના પગલે દોડધામ મચી ગઈ હતી. જો કે ફાયરબ્રિગેડને જાણ કરાતા ત્રણ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

આ પણ વાંચો-Gujarati Video: વડોદરાની MS યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફીમાં જંગી વધારો, 50 હજાર વિદ્યાર્થીઓ પર રૂપિયા 8 કરોડનો બોજ વધશે

નડિયાદમાં મિલ રોડ પર આવેલ બેંક ઓફ ઈન્ડિયામાં આગ લાગી હતી. આગ લાગવાના પગલે બેંકમાં ફર્નિચરને ભારે નુકસાન પહોંચ્યુ છે. આ બેંકની ઉપર જ એક ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે. જો કે હોસ્પિટલના તબીબ દ્વારા તાત્કાલિક ઓપીડીની અંદર આવેલી દર્દીઓને સુરક્ષિત રીતે બહાર મોકલી દેવામાં આવ્યા હતા. જે પછી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આગ જ્યાં લાગી છે રસ્તા પર ટ્રાફિક જામ ન થાય અને ફાયરનું ઓપરેશન સરળતાથી થઇ શકે તે માટે નડિયાદ ટાઉન પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

(વિથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, ખેડા)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">