AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી એકવાર ખીલ્યુ કમળ, બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપે કરી ક્લિનસ્વીપ, કોંગ્રેસનો કારમો રકાસ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. બપોર સુધીમાં 22 થી વધુ વોર્ડમાં ભાજપે ક્લિન સ્વીપ કરી આખેઆખી પેનલ કબજે કરી છે. મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો. બીજી તરફ કોંગ્રેસને ચાંદખેડા જેવા મહત્વના વોર્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો, જોકે દરીયાપુર અને બહેરામપુરામાં જીત મેળવી.

Breaking News: અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી એકવાર ખીલ્યુ કમળ, બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપે કરી ક્લિનસ્વીપ, કોંગ્રેસનો કારમો રકાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2026 | 3:18 PM
Share

ગુજરાતની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના22 વોર્ડમાં અત્યાર સુધીમાં ભાજપે ક્લિન સ્વીપ કરી છે. જેમા ભાજપે આખેઆખી પેનલ કબજે કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 652 મતદારોના ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 190 બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જે પૈકી 60 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ છે. અમદાવાદમાં કૂલ 22 વોર્ડ પર ભાજપની આખેઆખી પેનલ જીતી ચુકી છે. જેમા જોધપુર, વેજલુપર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ, નવા વાડજ, ઈસનપુર, ગોતા, ચાંદલોડિયા, મણિનગર, નવરંગપુરા, થલતેજ, અસારવા, સરદાર નગર, વસ્ત્રાલ, સૈજપુર બોઘા, પાલડી અને શાહીબાગ, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર અને બોડકદેવ બેઠકોના પરિણામ સ્પષ્ટ થયા છે. આ તમામ વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ વિજેતા થઈ છે.

આ તરફ વોર્ડ નંબર 18 નવરંગપુરામાં ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા થયા છે. નવરંગપુરાથી ભાજપના આશા બ્રહ્મભટ્ટ, એકતા રાવલ, રિતેશ દુધિયા અને હેમંત કાબરા વિજેતા થયા છે.

જ્યારે અમદાવાદના જોધપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારોની જીત થઈ છે. જેમા ભાગ્યેશ પટેલ, ભારતી બેન ગોહિલ, વિનોદ પટેલ અને નયના કોટકની જીત થઈ છે.

મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ભાજપની પેનલનો વિજય

આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર જ્યાં આવેલો છે તે ઘાટલોડિયા વોર્ડમાં પણ ભાજપની આખેઆખી પેનલની જીત થઈ છે. ઘાટલોડિયામાં 85 ટકા મત ભાજપને મળ્યા છે.મુખ્યમંત્રીના મતવિસ્તારના મતદારોએ tv9 સમક્ષ મુખ્યમંત્રીના નેતૃત્વ પર તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે તેમને તમામ સુવિધાઓ આપી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યુ કે આ વિસ્તારમાં વાતાવરણ ડહોળવાનો પ3યાસ કરનારાને જાકારો મળ્યો છે.

આપને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કૂલ 192 બેઠકો પર 652 ઉમેદવારો મેદાને હતા. જ્યારે 2 બેઠકો બિનહરીફ થઈ છે.

આ તરફ દરિયાપુર અને બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની આખેઆખી પેનલની જીત થઈ છે. જોકે ચાંદખેડામાં વોર્ડમાં કોંગ્રેસને ભાગે ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર રાજશ્રી કેસરીનો પરાજય થયો છે. જેઓ છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર હતા. ત્યારે કોંગ્રેસ માટે આ મોટા ફટકા સમાન છે. બાપુનગરમાં કોંગ્રેસને ભાગે એક બેઠક આવી છે.

ગત ટર્મની ચૂંટણીની જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો પૈકી 159 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે 25 બેઠકો કોંગ્રેસને મળી અને 8 બેઠકો પર અન્ય પાર્ટી જીતી હતી.

બપોર સુધીમાં મોટાભાગની બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા ભાજપના ઉમેદવારોનું વિજય સરઘસ નીકળશે. વિજય સરઘસ સાંજે 5.30 વાગ્યે ખાનપુર કાર્યાલય પહોંચશે. ખાનપુર વિજય સરઘસમાં તમામ ઉમેદવારો નેતાઓ સાથે જોડાશે. સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ખાનપુર પહોંચશે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: પ્રારંભિક વલણોમાં ભાજપની સતત આગેકૂચ, કુલ 15 પૈકી 4 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">