AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : જાણો સતત બે IPL ટાઇટલ જીતવાનો રેકોર્ડ કોના નામે છે

આઈપીએલ 2026ની ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકકર થશે. આ મેચમાં બંન્ને ટીમની નજર ઈતિહાસ રચવા પર છે.

IPL 2026 : જાણો સતત બે IPL ટાઇટલ જીતવાનો રેકોર્ડ કોના નામે છે
| Updated on: May 31, 2026 | 8:45 AM
Share

આઈપીએલની ફાઈનલ ક્રિકેટ ચાહકો માટે કોઈ મોટી ઈવેન્ટથી ઓછી નછી. આઈપીએલ 2026માં એકબાજુ ગુજરાત ટાઈટન્સની ટીમ છે. તો બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંની ટીમ ચેમ્પિયન બનવાના સપના સાથે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ રજત પાટીદારની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સતત બીજી વખત ટ્રોફી જીતી ઈતિહાસ રચવાનો પ્રયત્ન કરશે. પરંતુ સવાલ એ થાય છે કે, આઈપીએલમાં પહેલા કોઈ ટીમે શું સતત 2 સીઝનમાં ખિતાબ જીત્યો છે. તો ચાલો જાણીએ.

આઈપીએલ 2026ની ફાઈનલ રવિવારે 31મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 30 કલાકે રમાશે. ટોસ 7 કલાકે થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઈટન્સને હરાવી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ટીમ લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી અને પ્લેઓફમાં ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની હતી. જો આરસીબી ફાઈનલ જીતી જાય છે તો તે સતતત 2 વખત આઈપીએલનો ખિતાબ જીતી ઈતિહાસમાં ત્રીજી ટીમ બની જશે.

IPLમાં કઈ ટીમે સતત 2 ખિતાબ જીત્યા?

આઈપીએલની 19 વર્ષના ઈતિહાસમાં અત્યારસુધી માત્ર 2 ટીમો જ સતત 2 સીઝનમાં ચેમ્પિયન બની શકી છે. જેમાં આઈપીએલની 2 સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામેલ છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી પહેલા સતત 2 આઈપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સે 2010ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2011માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંને હરાવી સતત બીજી વખત ચેમ્પિયન બની હતી. સીએસકે 2019માં પણ ખિતાબની નજીક પહોંચી હતી પરંતુ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ માત્ર એક રનથી હારી ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં સતત 2 ખિતાબ જીતનારી બીજી ટીમ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈએ 2019માં ચોથી વખત ટ્રોફી જીતી અને 2020માં દિલ્હી કેપિટ્લસને હરાવી ફાઈનલમાં પોતાનો પાંચમો ખિતાબ જીત્યો હતો.

ગુજરાત ટાઈટન્સ 2022માં પોતાનું ડેબ્યુ સીઝનમાં જ આઈપીએલ ટ્રોફી જીતી ઈતિહાસ રચ્યો હતો. 2023માં ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બનવાને નજીક પહોંચી હતી પરંતુ ફાઈનલમાં છેલ્લા બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી હતી. હવે 3 વર્ષ પછી ગુજરાત ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી છે. તેની પાસે બીજો આઈપીએલ ખિતાબ જીતવાની તક છે. અમદાવાદમાં રમાનારી આ મેચ આઈપીએલ ફાઈનલ નહી પરંતુ ઈતિહાસ રચવાની પણ તક છે. એકબાજુ આરસીબી સતત બીજી વખત ટ્રોફી જીતી સીએસકે અને મુંબઈના ખાસ ક્લબમાં સામેલ થવા માંગશે. જ્યારે ગુજરાત ટાઈટન્સ બીજી વખત ચેમ્પિયન બનવા માંગશે.

Breaking News : વિરાટ કોહલી કે શુભમન ગિલ એકબીજા વિરુદ્ધ કોને રેકોર્ડ શાનદાર જાણો અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">