કાગળ પર વિકાસ પણ ગામમાં પાણીનું એક ટીપું નહીં, સરકારી અધિકારીઓની ઢીલી નીતિ સામે ગ્રામજનોનો ‘ઉગ્ર આક્રોશ’ – જુઓ Video
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાંથી પાણીની પોકાર ઊઠી છે. જોટાણાના કસલપુરા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામનો એકમાત્ર બોર છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં છે, જેના કારણે ગામના 3000 જેટલા લોકો અને અબોલ પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે.
મહેસાણામાં આવેલા જોટાણા તાલુકાના કસલપુરા ગામમાં હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામમાં પીવાના પાણી માટેનો એકમાત્ર બોર છેલ્લા 4 મહિનાથી ફેલ થઈ ગયો હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ગામની આશરે 3000 ની વસ્તી અને 740 જેટલા પશુઓ પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારવા મજબૂર બન્યા છે, જેના કારણે ગ્રામજનો અને પશુધનની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે.
આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કસલપુરા ગ્રામ પંચાયત દ્વારા મહેસાણા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગ્રામજનોની માંગ છે કે, ગામમાં નવીન બોર બનાવવા માટે તંત્ર દ્વારા સત્વરે મંજૂરી આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આ બાબતે અગાઉ પાણી પુરવઠા બોર્ડમાં પણ દરખાસ્ત મોકલવામાં આવી હતી, તેમ છતાંય અત્યાર સુધી કોઈ યોગ્ય નિકાલ ન આવતા આખરે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવાની ફરજ પડી છે. હવે જોવું એ રહ્યું કે, તંત્ર આ લોકોની રજૂઆત સાંભળીને ક્યારે નવો બોર મંજૂર કરે છે.
Breaking News: ભાજપના નેતાએ હદ કરી ! ટિકિટનો સોદો, બે નંબરના ધંધા અને દારૂની વહેંચણી… ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
