Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: ભાજપના હાથમાંથી વલ્લભીપુર તાલુકા પંચાયત આંચકી લેતી અપક્ષની પેનલ, 16માંથી 10 બેઠક જીતી
Gujarat Local Body, Municipal Election Result 2026 LIVE Counting and Updates in Gujarati: આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી થોડા જ સમયમાં શરૂ થવાની છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.
આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી થોડા જ સમયમાં શરૂ થવાની છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.
LIVE NEWS & UPDATES
-
બહુચરાજીમાં બંગડી વેચતી મહિલા બની ગઈ કોર્પોરેટર
મહેસાણામાં, બંગડીઓ વેચતી મહિલા બની ગઈ કોર્પોરેટર. બહુચરાજી નગરપાલિકા વોર્ડ નં 4 બીજેપી પેનલ જીતી છે. જેમાં બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયા બન્યા બહુચરાજી નગરપાલિકાના કોર્પોરેટર.
-
ખાડિયાની જનતાને હવે ભૂષણનુ દુષણ નહીં નડે : કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ
અમદાવાદના ખાડિયા વોર્ડમાં ભાજપના ઐતિહાસિક પરાજય બાદ કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખે જણાવ્યું છે કે, ખાડિયાની જનતાને હવે ભૂષણનુ દુષણ નહીં નડે. ખાડિયા વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો પરાજ્ય થયો છે. કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીતી ગયા છે.
-
-
ભાજપના હાથમાંથી વલ્લભીપુર તાલુકા પંચાયત આંચકી લેતી અપક્ષની પેનલ, 16માંથી 10 બેઠક જીતી
ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપના ગઢમાં અપક્ષની પેનલે મોટુ ગાબડુ પાડ્યું છે. વલ્લભીપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ, ભાજપ સહીત રાજકીય વ્યક્તિઓને ચોંકાવી દીધા છે. ઈતિહાસમાં પ્રથમ વાર વલ્લભીપુરમાં અપક્ષની પેનલનો ભવ્ય દબદબો જોવા મળ્યો છે. તાલુકા પંચાયત કુલ 16 બેઠકમાંથી અપક્ષ બ્રિજરાજસિંહ ગોહિલની પેનલે 10 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી છે. તો જિલ્લા પંચાયતની 2 બેઠક પર બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમના પત્નીનો ભવ્ય વિજય થયો છે. બ્રિજરાજસિંહ ગોહિલે પાનાના નિશાન સાથે અપક્ષોની પેનલ બનાવીને વલ્લભીપુર તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમના તરફી 10 ઉમેદવારોનો વિજય થયો છે.
-
ગુજરાતની જનતાના જનાદેશથી ભાજપ સરકાર-સંગઠનની જવાબદારી વધીઃ ભૂપેન્દ્ર પટેલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેર થયેલા પરિણામ બાદ, આજે અમદાવાદના ખાનપુરમાં આવેલ ભાજપના શહેર કાર્યાલય ખાતે મુખ્યપ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કહ્યું કે ગુજરાતની જનતાએ ભાજપ માટે જે જનાદેશ આપ્યો છે તેનાથી, ગુજરાતની રાજ્ય સરકાર, ભાજપના કાર્યકરોની જવાબદારીમાં વધારો થયો છે. પ્રજાની માંગણીને સંતોષવાનુ કામ હવે સરકાર અને સંગઠને કરવાનું છે.
-
દાહોદની ધાનપુર તાલુકા પંચાયત : ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ, બંને પક્ષને 12-12 બેઠકો
દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર :
દાહોદ જિલ્લા પંચાયતમા ભાજપનો ભગવો યથાવત, કુલ 50 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપનો વિજય
જિલ્લા પંચાયતમાં ભાજપની 37, કોંગ્રેસની 7 અને આમ આદમી પાર્ટીની 6 બેઠકો
દેવગઢ બારીઆ તાલુકા પંચાયત: ભાજપનું ક્લીન સ્વીપ, કુલ 28 માંથી 28 બેઠકો પર ભગવો લહેરાયો
ધાનપુર તાલુકા પંચાયત: ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર, બંને પક્ષોને 12-12 બેઠકો
દાહોદ તાલુકા પંચાયત: ભાજપ 17, કોંગ્રેસ 16, આમ આદમી પાર્ટી 4 અને અપક્ષ 1 બેઠક પર વિજેતા
ફતેપુરા તાલુકા પંચાયત: ભાજપ 7, આમ આદમી પાર્ટી 5, કોંગ્રેસ 4 અને અપક્ષ 2 બેઠકો મેળવી
ગરબાડા તાલુકા પંચાયત: ભાજપનો દબદબો, ભાજપ 15, કોંગ્રેસ 5, આમ આદમી પાર્ટી 2 અને અપક્ષ 2 બેઠકો
ઝાલોદ તાલુકા પંચાયત: ભાજપ 9, કોંગ્રેસ 5, આમ આદમી પાર્ટી 3 અને અપક્ષ 3 બેઠકો પર વિજયી
લીમખેડા તાલુકા પંચાયત: ભાજપ 14, આમ આદમી પાર્ટી 9 અને અપક્ષ 1 બેઠક પર કબજો
સંજેલી તાલુકા પંચાયત: ભાજપ 11, કોંગ્રેસ 3 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો જીતી
સીંગવડ તાલુકા પંચાયત: ભાજપ 15 અને આમ આદમી પાર્ટી 3 બેઠકો પર વિજેતા
ગોવિંદ ગુરુ લીમડી તાલુકા પંચાયત: ભાજપ 16, આમ આદમી પાર્ટી 6 અને કોંગ્રેસ 4 બેઠકો મેળવી
સુખસર તાલુકા પંચાયત: ભાજપ 9, કોંગ્રેસ 6 અને આમ આદમી પાર્ટી 3 બેઠકો પર વિજય
-
-
પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય બચુ ખાબડના મતવિસ્તારમાં ભાજપને ભારે ફટકો, ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ 12 બેઠકો જીતીને ભાજપને સત્તાથી દૂર રાખી
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય બચુ ખાબડના મતવિસ્તારમાં ભાજપને ભારે ફટકો પડ્યો છે. ધાનપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ થઈ છે. કુલ 24 સીટમાંથી 4 સીટ ભાજપે બિનહરીફ જીતી હતી. બાકી 20 સીટના મુકાબલામાં ભાજપ ફક્ત 8 સીટ પર વિજયી બની હતી. આમ આદમી પાર્ટી પાસે પણ 12 સીટ સાથે મજબૂત દેખાવ સાથે જીતી છે. હાલ કુલ ગણિત બરાબરીનું થયુ એટલે કે ભાજપ 12 અને AAP 12 બેઠકો પર વિજયી થયા છે. ભાજપના ગઢમાં જ આપનો પણ દબદબો રહ્યો. રાજકીય સમીકરણ બદલાતા જણાઈ રહ્યાં છે. “કમળ” સામે “ઝાડુ”ની સીધા જંગ ઉપર હાલ તો ટાઈ થઈ છે. સત્તા માટે હવે રાજકીય ઘમાસાણ તેજ થયું છે. દાહોદ ની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા થવાના સંકેત.
-
ગુજરાતની 15 મહાનગરપાલિકામાં મતદારોએ ખીલવ્યું ભાજપનુ કમળ
ગુજરાતમાં ગત 24મી એપ્રિલના રોજ યોજાયેલ 15 મહાનગરપાલિકાની ચૂંટણીના આજે 28મીએ એપ્રિલે જાહેર થયેલા પરિણામોમાં તમામે તમામ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. આ 15 પૈકી 9 મહાનગરપાલિકા એવી છે કે જેની મહાનગરપાલિકા તરીકે રચના થયા બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદ, કરમસદ-આણંદ, ગાંધીધામ, નડીયાદ, જામનગર, નવસારી,પોરબંદર, ભાવનગર, મહેસાણા, મોરબી, રાજકોટ, વડોદરા, વાપી, સુરત, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
-
સાબરકાંઠાની પોશીના તાલુકા પંચાયતમાં AAPને મળી સૌથી વધુ બેઠકો, છતા સત્તા કોઈને નહીં
સાબરકાંઠાની પોશીના તાલુકા પંચાયતમાં AAPને સૌથી વધુ બેઠકો મળી છે, આમ છતા, તાલુકા પંચાયતમાં કોઈને સત્તા મળી નથી. આમ આદમી પાર્ટીએ 20 બેઠકો પૈકી 10 બેઠકો અંકે કરી છે. પોશીના તાલુકા પંચાયતની કુલ 20 બેઠક પૈકી ભાજપને 03, કોંગ્રેસને 06, આપને 10, અપક્ષ BAPને 01 બેઠક મળી છે.
-
વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34માંથી 32 બેઠકો પર ભાજપનો વિજય, 2 બેઠક કોંગ્રેસના ફાળે
વડોદરા જિલ્લા પંચાયતની બેઠકોનું ચિત્ર આખરે થયું સ્પષ્ટ. વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34માંથી 32 બેઠકો પર ભાજપનો વિજય, 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. સંપૂર્ણ ચૂંટણી દરિમયાન ચર્ચામાં રહેલા પોર બેઠક પરના અંકિતા પરમારની થઈ જીત. આ સિવાય તાલુકા પંચાયતનુ પરિણામ પણ થયું સ્પષ્ટ. 170 બેઠક માંથી 146 બેઠક પર ભાજપના કેસરિયો તો 20 બેઠક પર કોંગ્રેસની જીત. નગરપાલિકાની ચૂંટણીઓની ચર્ચામાં ડભોઇ નગરપાલિકામાં 21 બેઠક કોંગ્રેસના ફાળે જતા ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું પડ્યું છે. કુલ નગરપાલિકાઓની 112 બેઠકમાંથી 81 બેઠક ભાજપને ફાળે તો 27 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે.
-
રાજકોટ જિલ્લા પંચાયતની 36માંથી 34 બેઠક પર ભાજપનો વિજય, 1-1 બેઠક કોંગ્રેસ-આપને ફાળે
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લા પંચાયતની 36 માંથી 34 બેઠકમાં ભગવો લહેરાયો છે. 34 બેઠકમાં ભાજપ ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. જિલ્લા પંચાયતની કોલકી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અરુણાબેન ભાષા વિજેતા થયા છે. જ્યારે જિલ્લા પંચાયતની મોવિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આરતીબેન જેતાણી વિજેતા થયા છે.
-
તાપી જિલ્લા પંચાયતમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો
તાપી જિલ્લા પંચાયતમાં ફરી ભાજપે બીજીવાર સત્તા હાંસલ કરી છે. આદિવાસી વિસ્તારની તાપી જિલ્લા પંચાયતમાં 26 બેઠક પૈકી 18 બેઠક ભાજપના ફાળે ગઈ છે. જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠક ગઈ છે.
-
મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપની રહેશે સત્તા
મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મહેસાણા જિલ્લા પંચાયતની કુલ 42 બેઠકોમાંથી 23 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે, અગાઉ 3 બેઠક પર ભાજપ બિન હરીફ વિજયી જાહેર થયું હતું
-
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનુ રાજ, 28માંથી 25 બેઠક પર કમળ જીત્યું
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં બીજેપીનો સપાટો. ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 માંથી 25 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે. કોગ્રેસના ફાળે ફક્ત 3 બેઠકો ગઈ છે.
-
અમદાવાદના ખાડિયામાં ભાજપને બદલે વર્ષો બાદ કોંગ્રેસના ઉમેદવારોની જીત
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલ ખાડિયા વોર્ડમાં રાજકીય ઈતિહાસ બન્યો છે. ખાડિયા વોર્ડમાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. ખાડિયા એ ભોજપનો ગઢ ગણાય છે. વર્ષો બાદ, ખાડિયામાં કોંગ્રેસનો કબજો થયો છે. ખાડિયા વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારોની હાર થવા પામી છે.
-
Gujarat Civic Poll Results LIVE: જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 12ના પરિણામ જાહેર, આપ અને કોંગ્રેસને સફળતા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 12ના પરિણામ જાહેર થયા છે, જેમાં આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો વિજયી બન્યા છે. આ પરિણામ સાથે કોંગ્રેસે 2 બેઠકો જીતીને પોતાનું ખાતું ખોલ્યું છે, જ્યારે આપ પક્ષે પણ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પરિણામ બાદ બંને પક્ષના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
Gujarat Civic Poll Results LIVE: જસદણ અને વિછીયા તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત, મંત્રી કુંવરજી બાવળીયાનો ગઢ વધુ મજબૂત
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે 15 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે અને પંચાયત પર કબજો કર્યો છે. આ પરિણામથી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતવિસ્તારમાં જસદણ અને વિછીયા બંને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત નોંધાઈ છે. ખાસ નોંધનીય છે કે આ વખતે જસદણમાં આમ આદમી પાર્ટીએ 6 બેઠકો જીતીને પ્રથમ વખત પોતાનું ખાતું ખોલાવ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. અગાઉ ગત ટર્મમાં કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું, પરંતુ આ વખતે સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. વિછીયા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો પર કબજો કર્યો છે અને કોંગ્રેસને 4 બેઠકો મળી છે. આ સાથે વિછીયા તાલુકા પંચાયત પર પણ પ્રથમ વખત ભાજપે સત્તા હાંસલ કરી છે. ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકોમાં ભાજપે જીત નોંધાવી છે, જેમાં આટકોટ, સાણથલી, ભાડલા, શિવરાજપુર અને કમળાપુર બેઠકનો સમાવેશ થાય છે. વિછીયા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકો — વિછીયા, પીપળી અને બદલી — પર પણ ભાજપે જીત મેળવી છે. આ પરિણામોથી મંત્રી કુંવરજી બાવળીયાનો ગઢ વધુ મજબૂત બન્યો છે અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
-
Gujarat Civic Poll Results LIVE: ગાંધીનગર જિલ્લા પંચાયતની વલાદ બેઠક પર રી-કાઉન્ટિંગ બાદ કોંગ્રેસનો વિજય
ગાંધીનગર જિલ્લા પંચાયતની વલાદ બેઠકની મતગણતરીમાં રી-કાઉન્ટિંગ હાથ ધરાયું હતું, જેમાં કોંગ્રેસે વિજય નોંધાવ્યો છે. અગાઉના પરિણામ બાદ કોંગ્રેસની જીત જાહેર થતા ભાજપના ઉમેદવારે ફરીથી રી-કાઉન્ટિંગની માંગ કરી હતી. પરંતુ રી-કાઉન્ટિંગ દરમિયાન પણ કોંગ્રેસે 125 મતની સરસાઈથી જીત હાંસલ કરી હતી.
-
Gujarat Civic Poll Results LIVE: સુરત મતગણતરી કેન્દ્રમાં મારામારી, વોર્ડ નં. 18માં ભાજપની જીત વચ્ચે તંગદિલી
સુરતના મતગણતરી કેન્દ્રમાં વોર્ડ નં. 18ને લઈ તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તથા કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી છતાં સ્થિતિ થોડીવાર માટે બેકાબૂ બની હતી. લિંબાયત-પર્વત કુંભારિયા વિસ્તારના વોર્ડ નં. 18માં ભાજપે જીત નોંધાવી છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહે ભાજપ કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ રાજપુરોહિત પર પણ હુમલાના આક્ષેપો થયા છે, જેના કારણે સમગ્ર ઘટના વધુ ચર્ચામાં આવી છે.
-
Gujarat Civic Poll Results LIVE: મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં. 4માં પેનલ તૂટી, ભાજપના 3 અને કોંગ્રેસનો 1 ઉમેદવાર વિજયી
મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નં. 4માં ચૂંટણીનું પરિણામ ચોંકાવનારું રહ્યું છે, જ્યાં પેનલ તૂટી ગઈ છે. આ વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસના અમિત પટેલે પણ જીત નોંધાવી છે. નોંધનીય છે કે આ વોર્ડમાં અગાઉ ભાજપના એક કાર્યકરની હત્યાની ઘટના બનતા ચૂંટણી વધુ ચર્ચામાં રહી હતી. પરિણામ બાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને બંને પક્ષોના સમર્થકોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
-
Gujarat Civic Poll Results LIVE: ગાંધીનગર જિલ્લાના વલાદમાં કોંગ્રેસની જીત બાદ રી-કાઉન્ટિંગનો નિર્ણય
ગાંધીનગર જિલ્લાના વલાદ વિસ્તારમાં કોંગ્રેસે 137 મતોથી જીત નોંધાવી છે. પરિણામ જાહેર થયા બાદ ભાજપના ઉમેદવારે રી-કાઉન્ટિંગની માંગ કરી હતી અને વલાદના વોર્ડ નં. 1થી 4ની મતગણતરી ફરી કરવાની રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારીએ આ માંગ સ્વીકારી રી-કાઉન્ટિંગને મંજૂરી આપી છે, જેના કારણે હવે અંતિમ પરિણામ માટે ફરી એકવાર મતગણતરી કરવામાં આવશે.
-
Gujarat Civic Poll Results LIVE: મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 13માં ભાજપ પેનલનો વિજય
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 13માં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરીના પરિણામ બાદ આ વોર્ડમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જેના કારણે સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જીત સાથે મોરબી શહેરમાં ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
-
Gujarat municipal election 2026 result: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય
-
Gujarat municipal election 2026 result: કચ્છના ભુજ નગરપાલિકામાં ભાજપનું પ્રભુત્વ, કોંગ્રેસ અને AIMIMને પણ મળ્યો ભાગ
કચ્છના ભુજ નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ભાજપે મજબૂત પ્રદર્શન સાથે બહુમતી હાંસલ કરી છે. કુલ પરિણામ મુજબ ભાજપને 28 બેઠકો, કોંગ્રેસને 13 બેઠકો અને AIMIMને 3 બેઠકો મળી છે. વોર્ડ નં. 6માં ભાજપની પેનલ વિજેતા બની છે, જ્યારે વોર્ડ નં. 2, 3 અને 5માં કોંગ્રેસની સંપૂર્ણ પેનલ વિજયી રહી છે. વોર્ડ નં. 1માં 3 બેઠકો AIMIM અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. નોંધનીય છે કે ભાજપને મળેલી બેઠકોમાંથી 6 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. આ પરિણામોથી ભુજ નગરપાલિકામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, છતાં કોંગ્રેસ અને AIMIMએ પણ પોતાની હાજરી નોંધાવી છે.
-
Gujarat Election 2026 Results LIVE: ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપ આગળ, વેરાવળ ગોવિંદપરા બેઠક કોંગ્રેસના ફાળે
-
Gujarat Election 2026 Results LIVE: સુરત મનપામાં ભાજપની આગેકૂચ, 44માંથી 43 બેઠકો પર વિજય
સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં ભાજપે જબરદસ્ત આગેકૂચ દર્શાવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 44 બેઠકોના પરિણામોમાંથી ભાજપે 43 બેઠકો પર વિજય મેળવી દબદબો સ્થાપ્યો છે. એક ટર્મના વિરામ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે, જેમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ જીત મેળવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં સફળ થઈ નથી, જેના કારણે ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
BJP Retains Surat Municipal Corporation Opposition Wiped Out Congress Makes Comeback | Gujarat | TV9Gujarati#ElectionsWithTV9 #ElectionsWithTV9Gujarati #LocalBodyElectionsWithTV9 #GujaratElectionsWithTV9 #Elections2026 #Surat #BJPVictory #Gujarat #TV9Gujarati pic.twitter.com/cVKymfB6y5
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Election 2026 Results LIVE: અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ મતગણતરી કેન્દ્ર પર બબાલ
-
Gujarat Election 2026 Results LIVE: અમરેલીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરીની હાર
-
Gujarat Election 2026 Results LIVE: કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ, અનેક વોર્ડમાં પેનલ વિજય
કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નં. 8માં ભાજપની પેનલ વિજેતા બની છે. કુલ 52 બેઠકો ધરાવતી ગાંધીધામ મનપામાં અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપે 20 બેઠકો પર વિજય અને 1 બેઠક બિનહરીફ મેળવી છે, જ્યારે કોંગ્રેસે 4 બેઠકો પર જીત નોંધાવી છે અને અન્ય કોઈ પક્ષને બેઠક મળી નથી. વોર્ડ નં. 1, 6, 8, 10 અને 11માં ભાજપની પેનલ વિજયી રહી છે, જ્યારે વોર્ડ નં. 7માં કોંગ્રેસની પેનલને સફળતા મળી છે. આ પરિણામોથી ગાંધીધામમાં ભાજપનું મજબૂત પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
-
Gujarat Election 2026 Results LIVE: જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત, 36માંથી 33 બેઠકો પર વિજય
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા કબજે કરી છે, જ્યારે કોંગ્રેસને 3 બેઠકો મળી છે. આ પરિણામ સાથે કેશોદ નગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે અને સમર્થકોમાં આનંદનો માહોલ છે.
-
Gujarat Civic Poll Results LIVE: સુરત મનપામાં 5 વર્ષ બાદ કોંગ્રેસની એન્ટ્રી, વોર્ડ નં. 12માં અરશદ જરીવાલાનો વિજય
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5 વર્ષ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે. વોર્ડ નં. 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ વિજય મેળવી પાર્ટીને મહત્વપૂર્ણ સફળતા અપાવી છે. આ જીત સાથે સુરત મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
Gujarat Civic Poll Results LIVE: અમરેલી જિલ્લાના દામનગર નગરપાલિકા વોર્ડ નં. 4માં ભાજપ પેનલનો વિજય
અમરેલી જિલ્લાના દામનગર નગરપાલિકાના વોર્ડ નં. 4માં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરીના પરિણામ બાદ આ વોર્ડમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જેના કારણે સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જીત સાથે દામનગર વિસ્તારમાં ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
-
Gujarat Local Body Election Results LIVE: અમદાવાદના ઈસનપુરમાં ભાજપનો વિજય, ચારેય ઉમેદવારોની જીત
-
Gujarat Local Body Election Results LIVE: બાલાસિનોર તાલુકા પંચાયતની જનોડ સીટ પર આપ ઉમેદવારનો વિજય
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પંચાયતની જનોડ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે આપ પક્ષે સ્થાનિક સ્તરે પોતાની હાજરી મજબૂત કરી છે અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં રાજકીય ઉત્સાહ પણ વધ્યો છે.
-
Gujarat Civic Poll Results LIVE: વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં ભાજપની એન્ટ્રી
વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં આ વખતે રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે અને ભાજપે પણ કેટલીક બેઠકો પર એન્ટ્રી કરી છે. વોર્ડ નં. 1, 2, 4 અને 6માં કોંગ્રેસની પેનલનું વર્ચસ્વ જોવા મળ્યું છે, જ્યારે વોર્ડ નં. 3માં 1 કોંગ્રેસ અને 3 ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. તેમજ વોર્ડ નં. 5માં 3 ભાજપ અને 1 કોંગ્રેસ ઉમેદવારનો વિજય નોંધાયો છે. આ પરિણામોથી નગરપાલિકામાં સ્પર્ધાત્મક રાજકીય માહોલ ઉભો થયો છે અને બંને પક્ષો વચ્ચે કડક મુકાબલો જોવા મળી રહ્યો છે.
-
Gujarat Civic Poll Results LIVE: જુનાગઢ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર
-
Gujarat Civic Poll Results LIVE: ભાવનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 10 કાળિયાબીડમાં ભાજપ પેનલનો વિજય
ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10 કાળિયાબીડમાં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરીના પરિણામ બાદ આ વોર્ડમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જેના કારણે સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જીત સાથે કાળિયાબીડ વિસ્તારમાં ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
-
Gujarat Civic Poll Results LIVE: વડોદરા વોર્ડ નં. 13માં ભાજપની સંપૂર્ણ પેનલનો વિજય
-
Gujarat Civic Poll Results LIVE: મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 6માં ભાજપ પેનલનો વિજય
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 6માં ભાજપની પેનલ વિજેતા બની છે. આ પેનલમાંથી કેયુર પંડ્યા, ક્રિષ્નાબેન પરમાર, પુષ્પાબેન વાળા અને ચિરાગ રાણપરાએ વિજય હાંસલ કર્યો છે. પરિણામ જાહેર થતાં જ ભાજપ સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. આ જીત સાથે વોર્ડમાં ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
-
Gujarat Civic Poll Results LIVE: સુરત ગ્રામ્યમાં ભાજપનો વિજયી પ્રારંભ, અનેક બેઠકો પર ભગવો લહેરાયો
-
Gujarat Civic Poll Results LIVE: બોટાદ તાલુકા પંચાયતની પાટી બેઠક પર ભાજપનો વિજય
બોટાદ તાલુકા પંચાયતની પાટી બેઠકનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપના ઉમેદવાર કીરીટભાઈ પરમારે વિજય હાંસલ કર્યો છે. આ સાથે બોટાદ તાલુકા પંચાયતમાં ભાજપે પોતાનું ખાતું ખોલ્યું છે. તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી અત્યાર સુધી ભાજપે 2 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ હજુ સુધી ખાતું ખોલ્યું નથી. આ પ્રારંભિક પરિણામોથી ભાજપની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે.
-
Gujarat Civic Poll Results LIVE: ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 11 બેઠકો પર જીત
ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. અગાઉ ત્રણ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે વોર્ડ નં. 6 અને વોર્ડ નં. 10માં જીત સાથે ભાજપે કુલ 11 બેઠકો પોતાના ફાળે કરી છે. કુલ 52 બેઠકોમાંથી ભાજપે અત્યાર સુધી 11 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યું નથી, જેના કારણે રાજકીય સમીકરણોમાં ભાજપની સ્પષ્ટ આગેવાની જોવા મળી રહી છે.
BJP registers massive victory in Nadiad Municipality#VoteCounting #ElectionResults #EVM #PostalBallots #GujaratLocalBodyElection2026 #Election2026Result #GujaratLocalElectionResult #GujaratLocalPollResuts #ElectionsWithTV9 #TV9Gujarati pic.twitter.com/4iW1kYajGl
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Civic Poll Results LIVE: સાબરકાંઠાના ઈડર નગરપાલિકા વોર્ડ નં. 3માં ભાજપ પેનલનો વિજય
સાબરકાંઠા જિલ્લાના ઈડર નગરપાલિકાના વોર્ડ નં. 3માં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરીના પરિણામ બાદ આ વોર્ડમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જેના કારણે સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.
-
Gujarat Civic Poll Results LIVE: વલસાડ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો, વોર્ડ નં. 1, 5, 9 અને 6માં પેનલ વિજય
વલસાડ મહાનગરપાલિકાના વોર્ડ નં. 1, 5, 9 અને 6માં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરીના પરિણામમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. કુલ પરિણામ મુજબ વલસાડ મહાનગરપાલિકામાં ભાજપે 16 બેઠકો પર અને કોંગ્રેસે 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ પરિણામોથી શહેરમાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને સમર્થકોમાં આનંદનો માહોલ છે.
-
Gujarat Civic Poll Results LIVE: અમદાવાદના જોધપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની જીત
અમદાવાદના જોધપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની જીત થઇ છે.
BJP wins panel in Jodhpur Ward, Ahmedabad also starts strong in Mehsana #Ahmedabad #BJP #VoteCounting #ElectionResults #EVM #PostalBallots #GujaratLocalBodyElection2026 #Election2026Result #GujaratLocalElectionResult #GujaratLocalPollResuts #ElectionsWithTV9 #TV9Gujarati pic.twitter.com/CCJUPv9aC6
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Civic Poll Results LIVE: વાવ થરાદ નગરપાલિકાના પરિણામમાં ભાજપનું પ્રભુત્વ, 9માંથી 7 બેઠકો પર જીત
વાવ થરાદ શહેર નગરપાલિકાના કુલ 28 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા 9 પરિણામોમાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. જાહેર થયેલા પરિણામ મુજબ ભાજપે 7 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક અને અન્ય પક્ષને 1 બેઠક મળી છે. આ પ્રારંભિક પરિણામોથી સ્પષ્ટ થાય છે કે વાવ થરાદ નગરપાલિકામાં ભાજપે શરૂઆતથી જ આગવી લીડ મેળવી છે.
-
Gujarat Civic Poll Results LIVE: જૂનાગઢ જિલ્લા પંચાયતની અમરાપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય
જૂનાગઢ જિલ્લા પંચાયતના માળિયાહાટીના તાલુકાની અમરાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે પક્ષે સ્થાનિક સ્તરે પોતાની હાજરી મજબૂત કરી છે અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં રાજકીય ઉત્સાહ પણ વધ્યો છે.
Jangleshwar demolition effect: Congress wins, BJP loses its stronghold #Rajkot #JangleshwarDemolition #VoteCounting #ElectionResults #EVM #PostalBallots #GujaratLocalBodyElection2026 #Election2026Result #GujaratLocalElectionResult #TV9Gujarati pic.twitter.com/31bQodX9i3
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Civic Poll Results LIVE: સુરતના વોર્ડ નં. 2 અને 4ની મતગણતરીમાં ભાજપ પેનલ આગળ
સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 4માં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે, જ્યારે વોર્ડ નં. 3માં ભાજપના બે ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી રહી છે. પ્રારંભિક રાઉન્ડમાં આવેલા આ પરિણામોથી ચૂંટણી જંગ રોમાંચક બન્યો છે અને આગળના રાઉન્ડ સાથે ચિત્ર વધુ સ્પષ્ટ થવાની સંભાવના છે.
-
Gujarat Civic Poll Results LIVE: મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં. 6માં ભાજપ પેનલનો વિજય
મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નં. 6માં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરીના પરિણામ બાદ આ વોર્ડમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જેના કારણે સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.
BJP wins panel in Jodhpur Ward, Ahmedabad also starts strong in Mehsana #Ahmedabad #BJP #VoteCounting #ElectionResults #EVM #PostalBallots #GujaratLocalBodyElection2026 #Election2026Result #GujaratLocalElectionResult #GujaratLocalPollResuts #ElectionsWithTV9 #TV9Gujarati pic.twitter.com/CCJUPv9aC6
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Civic Poll Results LIVE: પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયતની બીજી બેઠક પર ભાજપનો સતત વિજય
પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સતત બીજી બેઠક પર જીત નોંધાવી છે. જાંબુઘોડા તાલુકાની જાંબુઘોડા જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર કવિતાબેન શંકરભાઈ બારીયાએ વિજય હાંસલ કર્યો છે. આ જીત સાથે જિલ્લામાં ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
Gujarat Civic Poll Results LIVE: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયતની મોટા બારમણ બેઠક પર ભાજપનો વિજય
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયતની મોટા બારમણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવલાલ સુદાણીએ વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.
-
Gujarat Civic Poll Results LIVE: નર્મદા તાલુકા પંચાયતમાં ભાજપે ખાતું ખોલ્યું, પ્રથમ બેઠક પર જીત
નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પોતાનું ખાતું ખોલ્યું છે. કુલ 102 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપે વિજય હાંસલ કર્યો છે. આ જીત સાથે પાર્ટીએ સ્થાનિક સ્તરે પોતાની હાજરી નોંધાવી છે અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
Gujarat Civic Poll Results LIVE: બોટાદ જિલ્લા પંચાયતની જાળીલા બેઠક પર ભાજપનો વિજય, પ્રથમ પરિણામ જાહેર
-
Gujarat Civic Poll Results LIVE: આણંદ જિલ્લાના તારાપુર નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપ પેનલનો વિજય
-
Gujarat Civic Poll Results LIVE: બાલાસિનોર તાલુકા પંચાયતની ભાથલા બેઠક પર ભાજપનો વિજય
બાલાસિનોર તાલુકા પંચાયતની ભાથલા સીટ પર ભાજપે જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ સોલંકીએ નોંધપાત્ર સરસાઈ સાથે વિજય મેળવ્યો છે. મળેલા પરિણામ મુજબ ભાજપને 963 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 531 મત અને અપક્ષ ઉમેદવારને 613 મત મળ્યા હતા. આ જીત સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
Gujarat Civic Poll Results LIVE: અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતની હમાપૂર બેઠક પર આપના ઉમેદવારની જીત
અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતની હમાપૂર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજનબેન લક્ષમણભાઈ સોલંકીએ 328 મતની સરસાઈથી વિજય હાંસલ કર્યો છે. આ જીત સાથે આપ પક્ષે સ્થાનિક સ્તરે પોતાની હાજરી નોંધાવી છે અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં રાજકીય ઉત્સાહ પણ વધ્યો છે.
Rajkot Congress leads in ward 16; AAP wins 2 seats in Dhari Nagar Palika in Amreli#ElectionResults #Amreli #Congress #AAP #VoteCounting #EVM #PostalBallots #Election2026Result #GujaratLocalElectionResult #GujaratLocalPollResuts #ElectionsWithTV9 #TV9Gujarati pic.twitter.com/n6EVjjLv18
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Civic Poll Results LIVE: આણંદ જિલ્લાના બોરસદ તાલુકા પંચાયતની કાવીઠા બેઠક પર ભાજપનો વિજય
-
Gujarat Civic Poll Results LIVE: પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપ પેનલનો વિજય
પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નં. 1નું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામમાં ભાજપે આ વોર્ડમાં સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે, જેના કારણે સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જીત સાથે પોરબંદર શહેરના આ વોર્ડમાં ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
-
Gujarat Civic Poll Results LIVE: જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપનો વિજય
-
Gujarat Local Body Election Results LIVE: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયતની આગરવા બેઠક પર કોંગ્રેસનો વિજય
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયતની આગરવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે વિજય નોંધાવ્યો છે. આ પરિણામ સાથે કોંગ્રેસે સ્થાનિક સ્તરે પોતાની હાજરી મજબૂત કરી છે અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બેઠકના પરિણામ બાદ વિસ્તારમાં રાજકીય ઉત્સાહ પણ વધ્યો છે.
-
Gujarat Local Body Election Results LIVE: બારડોલી નગરપાલિકા વોર્ડ નં. 2માં ભાજપ પેનલનો વિજય
બારડોલી નગરપાલિકાના વોર્ડ નં. 2નું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપની પેનલ વિજેતા બની છે. આ પેનલમાંથી ફાલ્ગુનીબેન ચેતનકુમાર ચૌધરી, કોકિલાબેન કેતનભાઈ દેસાઈ, શૈલેષ ધનસુખ રાઠોડ (બિનહરીફ) અને સારંગ મહેશ પટેલે વિજય મેળવ્યો છે. પરિણામ જાહેર થતાં જ ભાજપ સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વોર્ડમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.
-
Gujarat Local Body Election Results LIVE: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપ પેનલનો વિજય
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 1માં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામમાં ભાજપે આ વોર્ડમાં સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જેના કારણે કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક સ્તરે પક્ષની સ્થિતિ વધુ મજબૂત બની છે.
-
Gujarat Local Body Election Results LIVE: મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આપના ઉમેદવારની જીત
-
Gujarat Local Body Election Results LIVE: જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપ પેનલનો વિજય
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરીના પરિણામ બાદ આ વોર્ડમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે, જેના કારણે પક્ષના કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જીત સાથે કેશોદ વિસ્તારમાં ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
-
Gujarat Local Body Election Results LIVE: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પંચાયતની કાપડીયાળી બેઠક પર કોંગ્રેસનો વિજય
-
Gujarat Local Body Election Results LIVE: રાજકોટ વોર્ડ નં. 7માં બેલેટ પેપર ગણતરીની શરૂઆતમાં ભાજપ આગળ
રાજકોટ વોર્ડ નં. 7ની મતગણતરી દરમિયાન બેલેટ પેપરની ગણતરીની શરૂઆતમાં ભાજપ આગળ જોવા મળી રહ્યો છે. શરૂઆતના રાઉન્ડમાં જ નેહલ શુકલની પેનલ પણ લીડમાં ચાલી રહી છે, જેના કારણે સ્પર્ધા રોમાંચક બની છે. ગણતરી આગળ વધતાં અંતિમ પરિણામનું ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
Rajkot Elections: Congress’s Minority candidate, BJP and AAP neck to neck fight #VoteCounting #ElectionResults #EVM #PostalBallots #GujaratLocalBodyElection2026 #Election2026Result #GujaratLocalElectionResult #GujaratLocalPollResuts #ElectionsWithTV9 #TV9Gujarati pic.twitter.com/15nuTJdAZ0
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Local Body Election Results LIVE: ગાંધીનગર તાલુકા જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે મતગણતરી શરૂ
-
Gujarat Local Body Election Results LIVE: ખેડા જિલ્લામાં ફાગવેલ તાલુકા પંચાયતની દનાદરા બેઠક પર ભાજપનો વિજય
ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકા પંચાયત હેઠળની દનાદરા બેઠક પરથી ભાજપના સોનલબેન પૃથ્વીરાજસિંહ પરમારે વિજય મેળવી લીધો છે. આ જીત સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
LOCAL BODY Anand Election Results 2026 LIVE : તારાપુર નગરપાલિકાના વોર્ડ 1માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય
આણંદ જિલ્લાના તારાપુર નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય નોંધાયો છે. આ પરિણામ સાથે વોર્ડમાં ભાજપે એકતરફી સફળતા મેળવી છે અને સમગ્ર વિસ્તારમાં પક્ષના સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
LOCAL BODY Lunavada Election Results 2026 LIVE : લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપના ઉમેદવાર રક્ષાબેન પરમારનો વિજય નોંધાયો છે. કોંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે ભાજપે નગરપાલિકા વોર્ડ નંબર 5ની બેઠક પોતાના કબ્જામાં મેળવી છે અને સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
-
Gujarat Election 2026 Results LIVE: ફતેપુરા તાલુકાની બારસેડા તાલુકા પંચાયત પર ભાજપની જીત
દાહોદની ફતેપુરા તાલુકાની બારસેડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ પરિણામ સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની પકડ વધુ મજબૂત કરી છે અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
Gujarat Election 2026 Results LIVE: બરવાળા તાલુકા પંચાયત બેઠકની મતગણતરીનું પરિણામ જાહેર
-
Gujarat Civic Poll Results LIVE : સાવલી નપામાં વોર્ડ 1માં ભાજપનો વિજય
સાવલી નગરપાલિકામાં ભાજપે પોતાનું ખાતું ખોલતા વોર્ડ નંબર 1માં વિજય મેળવ્યો છે, જેના કારણે પક્ષમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ જીત સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની હાજરી મજબૂત બનાવવાની શરૂઆત કરી છે અને આગામી બેઠકો માટે પણ પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.
ભાજપનું નગરપાલિકામાં ખાતું ખુલ્યું, સાવલી નપામાં વોર્ડ 1માં ભાજપનો વિજય | TV9Gujarati #GujaratLocalBodyElection2026 #Election2026Result #GujaratLocalElectionResult #GujaratLocalPollResuts #ElectionsWithTV9 #ElectionsWithTV9Gujarati #LocalBodyElectionsWithTV9… pic.twitter.com/aB5amyCi2U
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Local Body Election Results LIVE: ભુજની સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી શરૂ
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભુજ સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે આજે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે, જેને લઈને ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કુલ 422 બેઠકો માટે 1065 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં જિલ્લા પંચાયત, ગાંધીધામ મહાનગરપાલિકા, 5 નગરપાલિકા અને 9 તાલુકા પંચાયતો માટે મતગણતરી હાથ ધરાઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અને બપોર સુધીમાં મોટાભાગના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવી સંભાવના છે. મતદાનની ટકાવારીની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં 66 ટકા, તાલુકા પંચાયતોમાં 67 ટકા અને નગરપાલિકાઓમાં 60 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લામાં કુલ 26 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જેના કારણે કેટલીક જગ્યાએ પરિણામો પહેલા જ નક્કી થઈ ગયા હતા.
Vote counting begins; EVMs moved from strong room to counting hall#VoteCounting #EVM #PostalBallots #GujaratLocalBodyElection2026 #Election2026Result #GujaratLocalElectionResult #GujaratLocalPollResuts #ElectionsWithTV9 #GujaratElectionsWithTV9 #Elections2026 pic.twitter.com/C2eFS05sm8
— Tv9 Gujarati (@tv9gujarati) April 28, 2026
-
Gujarat Election 2026 Results LIVE : 15 મનપામાં 43 બેઠકો ભાજપની થઈ છે બિનહરીફ
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં કુલ 43 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ હોવાનું સામે આવ્યું છે, જે પક્ષની મજબૂત સંગઠનાત્મક પકડ અને સ્થાનિક સ્તરે પ્રભાવ દર્શાવે છે. આ બેઠકો પર કોઈપણ વિરોધી ઉમેદવાર ન ઉભો રહેતા ભાજપના ઉમેદવારો સીધા જ વિજેતા જાહેર થયા છે, જેના કારણે ચૂંટણી પહેલા જ પક્ષને મહત્વપૂર્ણ લીડ મળી ગઈ છે.

-
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેના પર રાજકીય વર્તુળો અને મતદારોની નજર ટકેલી છે. દાહોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં 6 બેઠક ભાજપ અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે બાકી રહેલી 29 બેઠકો માટે આજે દાહોદ સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સાથે જ દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી 1 બેઠક ભાજપ બિનહરીફ જીતતા હવે 49 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. જિલ્લામાં આવેલી 11 તાલુકા પંચાયતોની કુલ 254 બેઠકો માટે પણ આજે મતગણતરી યોજાઈ રહી છે. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનની આજે મતગણતરી
-
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, જેના પર તમામની નજર ટકેલી છે. જિલ્લામાં કુલ 8 સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે, જેમાં વાપી મહાનગરપાલિકા, ઉમરગામ પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે નિર્ણય થશે. વાપી મહાનગરપાલિકાની મતગણતરી પુરુષ અધ્યાપન મંદિર ખાતે હાથ ધરાશે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રહે તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મહાનગરપાલિકાની 51 બેઠકો માટે કુલ 120 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો, જેમાં 13 વોર્ડની 52 બેઠકોમાંથી 1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ ગઈ હતી. હવે બાકી રહેલી 51 બેઠકોના પરિણામ સાથે 81,755 મતદારોના નિર્ણય પર સૌની નજર કેન્દ્રિત છે.
-
અમદાવાદ મનપા માટે 48 વોર્ડ માટે 2 મતગણતરી કેન્દ્ર રખાયા
અમદાવાદમાં આજે મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, જેને લઈને સમગ્ર શહેરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. મનપાની 48 વોર્ડ માટે બે મુખ્ય મતગણતરી કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે અને દરેક કેન્દ્ર પર આરઓની નિમણૂક કરીને પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલડી કોલેજ ખાતે આશરે 800 પોલીસ કર્મચારીઓ અને ગુજરાત કોલેજ ખાતે લગભગ 700 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સવારે 9 વાગ્યે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે, ત્યારબાદ એલડી કોલેજ ખાતે એક સાથે 9 વોર્ડ અને ગુજરાત કોલેજ ખાતે 7 વોર્ડની મતગણતરી હાથ ધરાશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કડક બંદોબસ્ત ગોઠવાયો છે.
-
Gujarat Local Body Election Results LIVE : અમદાવાદ મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી થશે
મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે છે, લોકશાહીનો ‘મહા-ચુકાદો’. આજનો સૂર્યોદય હાર-જીતના રોમાંચક સમીકરણો લઈને ઉગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં ખેલાયેલા જંગ બાદ, હવે ઉમેદવારોના હૃદયના ધબકારા વધ્યા છે.. થોડી જ ક્ષણોમાં પરિણામો આવવાની શરૂઆત થઈ જશે. થોડા કલાકોમાં નક્કી થઈ જશે કે, 15 મહાનગરપાલિકાઓ.. 84 નગરપાલિકાઓ.. 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં જીતનો ‘તાજ’ કોના શિરે જશે..

-
આજે લોકશાહીના પર્વનો મહાચુકાદો
આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી થોડા જ સમયમાં શરૂ થવાની છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ભાજપે અનેક મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બિનહરીફ જીત મેળવી પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. ઊંઝા, કડી, બાયડ અને ગણદેવી જેવી નગરપાલિકાઓમાં ભાજપનો સીધો વિજય નોંધાયો છે. મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે.
Published On - Apr 28,2026 7:16 AM
