અમદાવાદથી ઝડપાયેલા ચાર આતંકીની તપાસમાં વધુ એક મોટો ખૂલાસો, આતંકીનું ખૂલ્યુ અંડરવર્લ્ડ કનેક્શન, મદદગારી કરનારા એક શ્રીલંકન ઈસમની કરાઈ અટકાયત
અમદાવાદમાંથી ઝડપાયેલા આતંકીઓના કનેક્શનમાં શ્રીલંકાથી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. આતંકીઓની તપાસમાં રોજ નિતનવા ખૂલાસા થઈ રહ્યા છે. જેમા વધુ એક ખૂલાસો થયો છે કે પકડાયેલા ચાર આતંકીઓ પૈકી એક આતંકીના પિતા અંડરવર્લ્ડ ડોન છે અને એક જજની હત્યા પણ કરી ચુક્યા છે.
અમદાવાદમાંથી ઝડપાયેલા ચાર ISISના આતંકીઓની તપાસમાં રોજ ચોંકવનારા ખૂલાસા થઈ રહ્યા છે અને રોજ નવા કનેક્શન સામે આવી રહ્યા છે. આતંકીઓના કનેક્શન મામલે વધુ એક શ્રીલંકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે. આ ચાર આતંકીઓના પરિવાર મામલે પણ ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેમા આતંકી મોહમ્મદ નોફરાના પિતા અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે. વર્ષ 2004માં આતંકીના પિતા નિયાઝ નોફરાને શ્રીલંકા હાઈકોર્ટના એક જજની હત્યા કરી હોવાનુ પણ સામે આવ્યુ છે. જે બાદ નિયાઝ નોફરાનને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. 2017માં શ્રીલંકન પોલીસે જેમ એન્ડ જ્વેલરી એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
આતંકીઓના કનેક્શનમાં શ્રીલંકામાંથી એકની અટકાયત
શ્રીલંકા ટેરરીઝમ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટે 44 વર્ષિય એક શ્રીલંકન ઈસમની અટકાયત કરી છે. આ ઈસમે આ ચારેય આતંકીઓને અમદાવાદની ફ્લાઈટ બુક કરવામાં મદદ કરી હતી. કોલંબો અને અન્ય સ્થળો પર કેટલાક શંકાસ્પદોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આતંકવાદીઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ અંગે પણ તપાસ ચાલુ છે.
શ્રીલંકા ટેરરીઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે 44 વર્ષીય ઈસમની કરી અટકાયત
આ ચારેય આતંકીઓના ભાવિ આયોજનો શું હતા, તે અંગે ગુજરાત ATS દ્વારા ચારેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ NIA, સેન્ટ્રલ IB અને રો દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ હવે દેશની અગ્રણી સુરક્ષા એજન્સીઓએ શ્રીલંકાની સુરક્ષા એજન્સીને સંકલનમાં રહીને આ સમગ્ર મામલે વધુ આગળ તપાસ હાથ ધરી છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર શ્રીલંકન ટેરરિઝમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. આ વ્યક્તિએ આ ચારેય આતંકવાદીઓને ભારત આવવા માટે તેમજ અમદાવાદની ફ્લાઈટનું બુકિંગ કરી આપ્યુ હતુ. આ સાથે જ અન્ય કેટલીક વ્યક્તિઓને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવી છે.
શ્રીલંકાની પોલીસ દ્વારા કોલંબો સહિતના શહેરોમાં ટીમ બનાવી શરૂ કરાઈ તપાસ
શ્રીલંકાની પોલીસ દ્વારા પણ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ શ્રીલંકાના કોલંબો સહિત અલગ અલગ શહેરોમાં કટ્ટરવાદી માનસિક્તા ધરાવતા અને ISISની વિચારધારાથી પ્રેરિત લોકો હોય તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે. સાથે જ ગોલ્ડ સ્મગલરોની પણ ભૂમિકાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચારેયને ભારત મોકલવામાં મદદગારી કરનારા એક વ્યક્તિની સક્રિય ભૂમિકા સામે આવી છે. પાકિસ્તાનમાં બેસેલા શ્રીલંકન હેન્ડલર સિવાય તેની સાથે પણ સંપર્કમાં હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ગુજરાત ATS દ્વારા આ સમગ્ર મામલે શ્રીલંકન પોલીસના જે કેટલાક અધિકારીઓ છે તેમની સાથે માહિતીની આપલે કરવામાં આવી રહી હોવાની પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.
પ્રારંભિક તબક્કામાં આતંકીઓએ કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો
ચારેય આતંકીઓએ પ્રારંભિક તબક્કામાં ગુજરાત ATSને જણાવ્યુ તપાસ દરમિયાન જણાવ્યુ હતુ કે તેઓ ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને કાપડના વેપાર માટે તેઓ આવ્યા હતા. સાથે જ તેમણે કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાની ચેષ્ટા કરી હતી. જો કે હવે આ ચારેયની અસલી કરમ કુંડળી સામે આવી રહી છે. જેમા ગુનાહિત લોકો સાથેના તેમના સંપર્કો ખૂલી રહ્યા છે. જેમા મહંમદ નફરાન નામના આતંકીના પિતા અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા હોવાની વિગતો સામે આવી છે. શ્રીલંકન અંડરવર્લ્ડમાં તેમની મહત્વની અત્યાર સુધીની ભૂમિકા રહી છે અને અનેક ગુનાહિત ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે. જેમા શ્રીલંકા હાઈકોર્ટના એક જજની હત્યામાં મહંમદ નફરાનના પિતાને જન્મટીપની સજા કરવામાં આવી હતી. આ સમગ્ર હવે ગુજરાત એટીએસ અને ભારતની અન્ય સુરક્ષા એજન્સી દ્વારા શ્રીલંકા પોલીસ પાસેથી વધુ વિગતો મગાવવામાં આવી રહી છે. તમિલનાડુ પોલીસ દ્વારા પણ આ ચારેય આતંકીની તમિલનાડુની અંદર જે મુલાકાતો હતી તે ક્યાં ક્યાં, કોની-કોની સાથે હતી તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજ્યમાં વરસાદી રાઉન્ડને લઈને અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ – Video