રાજ્યમાં વરસાદી રાઉન્ડને લઈને અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ – Video
રાજ્યમાં વરસાદી રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી દિવસોમાં 26 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવશે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. 14મી જૂનથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે.
રાજ્યમાં 14મી જૂનથી ચોમાસાની શરૂઆત થશે. એ પહેલા વધુ એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 26 મે થી 4 જુન વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
26 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવશે: અંબાલાલ
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતા રોહિણી નક્ષત્રનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર, ભરૂચ અને વલસાડમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળશે. પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ છુટા છવાયા વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે.
“26 મે થી 4 જૂન વચ્ચે અંગ દઝાડતી ગરમી આપશે રાહત”
આ સાથે ગરમીને લઈને અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. આગામી દિવસોમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. 26 મે થી 4 જૂન વચ્ચે અંગ દઝાડતી ગરમીમાંથી મળશે રાહત, 4 જુન સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સુધી ગગડી જશે.