AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કોરોના બાદ સરકારી યોજનાઓનો લાભ લેનારની સંખ્યામાં વધારો થયો

NFSA યોજનાનો સૌથી વધુ લાભ 14 ઝોનમાંથી જમાલપુર અને સરખેજ વિસ્તારના રહીશોએ લીધો હોવાનું તેમજ સૌથી ઓછો લાભ કાલુપુર અને ખાડિયાના રહીશોએ લીધા હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad : કોરોના બાદ સરકારી યોજનાઓનો લાભ લેનારની સંખ્યામાં વધારો થયો
Ahmedabad: The number of beneficiaries of government schemes has increased after Corona
Darshal Raval
| Edited By: | Updated on: Apr 13, 2022 | 6:28 PM
Share

Ahmedabad : કોરોના કાળ બાદ જનજીવન સામાન્ય બન્યું છે. તેમજ કોરોના કાળથી લોકો સરકારી લાભ (Government benefits)લેતા પણ થયા છે. ત્યારે અમે તમને જણાવીશું કે ગરીબ લોકો માટે બનાવેલ અન્ન સલામતી કાયદા હેઠળ સસ્તા ભાવે અનાજ લઈ શકાય તેનો કેટલાક લોકોએ ક્યાં વિસ્તારમાં કેટલો લાભ લીધો.ગરીબ વર્ગને સસ્તામાં અનાજ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. અને માટે જ સરકારે અન્ન સલામતી કાયદા બનાવ્યો જેના NFSA યોજના શરૂ કરી છે. 2013માં લાવવામાં આવેલા કાયદાનો 2016માં અમલ શરૂ કરાયો અને બાદમાં લોકોને તેનો લાભ મળતો થયો. જેમાં અત્યાર સુધી સૌથી વધુ લાભ લીધા હોવાનું સામે આવ્યું છે.

તેમાં પણ આ યોજનાનો સૌથી વધુ લાભ 14 ઝોનમાંથી જમાલપુર અને સરખેજ વિસ્તારના રહીશોએ લીધો હોવાનું તેમજ સૌથી ઓછો લાભ કાલુપુર અને ખાડિયાના રહીશોએ લીધા હોવાનું સામે આવ્યું છે. જે યોજનાનો લાભ અપાવવા ટીમ પણ બનાવવામાં આવી છે. અને જો આંકડો જોઈએ તો 31 હજાર ઉપર  પરિવારના 1.39 હજાર ઉપર સભ્યોએ આ યોજનાનો લાભ લીધો છે.

2021માં ક્યાં ઝોનમાં કેટલા લોકોએ લાભ લીધો

જમાલપુર- 5604 પરિવારના 25795 સભ્યો

સરખેજ 1 ઝોન- 2615 પરિવારના 11294 સભ્યો

સરખેજ 2 ઝોન-4451 પરિવારના 22015 સભ્યો

અસારવા- 2803 પરિવારના 11919 સભ્યો

મણિનગર- 2516 પરિવારના 10921 સભ્યો

વટવા- 2886 પરિવારના 12555 સભ્યો

નરોડા- 2702 પરિવારના 10928 સભ્યો

જે બાદ એલિસબ્રિજ, દરિયાપુર, રખિયાલ અને સાબરમતી ઝોનનો સમાવેશ થાય છે. તો 31628 પરિવારના 139558 સભ્યોમાંથી  680 પરિવારના 3013 સભ્યો એવા હતા કે જેઓ રાશન લેવા જતા ન હતા. તેઓને આ યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે.

પાછલા એક વર્ષમાં અમદાવાદમાં વિના મુલ્યે અનાજ તેમજ રાજ્ય સરકારના રાબેતા મુજબના નિયત કરેલા દરથી રેશનકાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કેરોના સંક્રમણના સમયમાં રેશન દુકાનથી અનાજ- કઠોડ- ખાંડ- તેલ- મીઠ્ઠું સહિતની ચીજવસ્તુઓ પુરું પાડવામાં આવી રહ્યું છે. જેને દરેક વિધાનસભાના ધારાસભ્યએ પણ આ યોજનાની પુરવઠા વિભાગની કામગીરીને આવકારી અને વધુમાં વધુ જરુરિઆતમંદ રેશનકાર્ડ ધારકોને તેમાં સમાવેશ કરાયો, તેમ જણાવીને અમદાવાદ શહેર અન્ન અને પુરવઠા વિભાગની સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

મહત્વનું છે કે દરમાસે મળતી શહેરની સંકલન સમિતિમાં એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક જશવંત જેગોડા અને તમામ મદદનીશ પુરવઠા નિયામકો સાથે રાખીને ધારાસભ્ય સાથે પરામર્શ કરીને આગામી સમયમાં રેશનકાર્ડ ધારકો માટે તેમજ પુરવઠા વિભાગ માટે મદદરૂપ કઈ રીતે થવું તેની ચર્ચા કરાય છે તેમજ સુચનો પણ અપાય છે. અને જરૂરી સંબંધિત નિર્ણય પણ લેવાય છે. જેના એક પરિણામના ભાગરૂપે લોકો સરકારી સેવાનો વધુ લાભ લેતા થયા હોય તેમ લાગી રહ્યું છે. જે એક સારી બાબત કહી શકાય.

આ પણ વાંચો :  Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો

આ પણ વાંચો: દિલ્હીની 80% સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષક કે આચાર્ય નથી: NCPCRના અહેવાલમાં દાવો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">