Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો
અમદાવાદમાં (Ahmedabad) આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના (Corona) સંક્રમિત થયો છે. જેથી વર્ગખંડને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસના ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં શાળા-કોલેજોમાં હવે કોરોનાની એન્ટ્રી થવા લાગી છે. ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના કુલ 64 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ હવે અમદાવાદ શહેરની શાળાઓમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં (St. Xavier’s Loyola School) કોરોના પોઝિટીવનો કેસ નોંધાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. જેથી વર્ગખંડને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે. છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થી સ્કૂલે આવતો ન હતો. તેમ છતા તકેદારી રુપ પગલા હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ભલે ઓછા હોય તેમ છતાં આરોગ્ય વિભાગે તમામ લોકોને માસ્ક અને સેનીટાઇઝ સહીતની તકેદારીઓ રાખવા સલાહ આપી છે.
ગુજરાતમાં આ પહેલા ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં સતત ચાર-પાંચ દિવસથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 700થી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્ટાફનું પણ સ્ક્રિનિંગ હાથ ધરાયું છે. જેમાં યુનિવર્સિટીમાં કુલ 64 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં બે પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે.
તો ગઇકાલે એટલે કે જેમાં 12 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 08 કેસ ગાંધીનગરમાં(Gandhinagar) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,012 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 152 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા એક કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.
આ પણ વાંચોઃ હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો