Ahmedabad : વિવાદોમાં સપડાયેલા બોડકદેવ પોલીસ સ્ટેશનને શરૂ કરવાની મંજૂરી મળી

|

Jan 06, 2023 | 10:12 PM

અમદાવાદમાં શરૂ થયા  પૂર્વે જ  વિવાદોમાં સપડાયેલા બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ આ પહેલા પણ 4 વખત પોલીસ સ્ટેશન માટે જગ્યા નક્કી કરવામા આવી હતી.જોકે તેની શરૂઆત થઈ શકી ન હતી. ત્યારે મંજુરી ના 5 વર્ષ બાદ પોલીસ મથક શરૂ થશે. જેને લઈ વિસ્તારના હદના સમાવેશને લઈ શહેર પોલીસ કમિશ્નર જાહેરનામું બહાર પાડ્યું છે.

Ahmedabad : વિવાદોમાં સપડાયેલા બોડકદેવ પોલીસ સ્ટેશનને શરૂ કરવાની મંજૂરી મળી
Ahmedabad Bodakdev Police Station

Follow us on

અમદાવાદમાં શરૂ થયા  પૂર્વે જ  વિવાદોમાં સપડાયેલા બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ આ પહેલા પણ 4 વખત પોલીસ સ્ટેશન માટે જગ્યા નક્કી કરવામા આવી હતી.જોકે તેની શરૂઆત થઈ શકી ન હતી. ત્યારે મંજુરી ના 5 વર્ષ બાદ પોલીસ મથક શરૂ થશે. જેને લઈ વિસ્તારના હદના સમાવેશને લઈ શહેર પોલીસ કમિશ્નર જાહેરનામું બહાર પાડ્યું છે.બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા પોલીસે 5 વર્ષમાં 5 મી વખત જગ્યા બદલવામાં આવી છે.. આ પહેલા સોલા પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, રાજપથ ક્લબ પાછળના મ્યુનિ.ના પ્લોટના ડોમમાં બનાવાયું હતું, જે બાદ સિંધુભવન રોડ પર આવેલા પ્લોટ મા શરૂ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે..જોકે આ પહેલા પણ 5 વખત પોલીસ સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય થયો હતો અને તે માટે નોટિફિકેશન પણ બહાર પાડવામા આવ્યુ હતુ.પરતું શરૂ થયું ન હતું ત્યારે ફરી એક વખત હંગામી ધોરણે બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

આ વિસ્તાર વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં સામેલ થતો હતો

બોડકદેવ પોલીસ સ્ટેશનની જાહેરાત થતા તેના હદ વિસ્તાર પણ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સોલા સાયન્સ સીટી રોડ થી ભાડજ સર્કલ, ભાડજ સર્કલ થી બોપલ રીંગરોડ, અને છારોડી ગામના સર્વે નંબર સહિતના વિસ્તાર,એસ.જી હાઇવે,એસ.જી.વી.પી સ્વામિનારાયણ મંદિર સુધીનો તથા પશ્ચિમ તરફ ઓગળજ ગામ,ઇસ્કોન- આમલી બીઆરટીએસ બન્ને સાઈડનો રોડ,ઇસ્કોન બ્રિજના ઉત્તર તરફના છેડા સુધીનો રોડ સહિત રાજપથ કલમ ત્રણ રસ્તા,પકવાન ચાર રસ્તા,થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો છેડા સુધીનો હદ વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. જેથી પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ આ વિસ્તારના રહેવાસીઓ પોતાની ફરિયાદ કે રજૂઆત માટે ઓળખદેવ પોલીસ મથકે જવું પડશે .આ અગાઉ આ વિસ્તાર વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં સામેલ થતો હતો.

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

છેલ્લા પાંચ વર્ષથી વિવાદોમાં સપડાયેલા બોડકદેવ પોલીસ સ્ટેશનની શરૂઆત હવે નજીકના ભવિષ્યમાં થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે વિના વિઘ્ને આ પોલીસ સ્ટેશન શરૂ થાય તેવી આશા પોસ્ટિંગ પામેલા પોલીસ કર્મીઓ પણ કરી રહ્યા છે.

Published On - 10:12 pm, Fri, 6 January 23

Next Article