Ahmedabad : નામના વિવાદ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નરોડા બ્રિજનું સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજના નામે લોકાર્પણ

અમદાવાદમાં  સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે (CM Bhupendra Patel) નરોડા રેલવે બ્રિજના લોકાર્પણ સહિત 239 કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

Ahmedabad : નામના વિવાદ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નરોડા બ્રિજનું સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજના નામે લોકાર્પણ
Cm Bhupendra Patel Inaugrate Naroda Bridge
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 08, 2022 | 11:15 PM

અમદાવાદના(Ahmedabad)  નરોડા અને હિંમતનગર રોડ પર નરોડા રેલવે ક્રોસિંગની સમસ્યા અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે એએમસી  દ્વારા રેલવે ક્રોસિંગ પર નવો બ્રિજ(Bridge)  બનાવવામાં આવ્યો. જે બ્રિજ 4 મહિનાથી બનીને તૈયાર હતો અને ઉદ્દઘાટન ની રાહ જોવાઇ રહી હતી. તો બ્રિજના નામને લઈને પણ વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં એએમસી દ્વારા સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ નામ જાહેર કરાયુ. તો અન્ય સમાજ દ્વારા બ્રિજનું નામ સંત રોહિદસજી રાખવા ધરણા વિરોધ અને ધારાસભ્યના ઘેરાવો સહિતના કાર્યક્રમો કરાયા. જે વિવાદ વચ્ચે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે  સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે (CM Bhupendra Patel) બ્રિજના લોકાર્પણ સહિત 239 કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જે કાર્યક્રમ પહેલા વિરોધ કરી રહેલ 40 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી. જેથી મુખ્ય મંત્રીના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ ન કરી શકે. અને વિરોધ વગર બ્રિજનું લોકાર્પણ થઈ શકે. જે બ્રિજનું આજે મુખ્યમંત્રીએ લોકાર્પણ કરી બ્રિજ લોકો માટે ખુલ્લો  મુક્યો. જેથી લોકોને પડતી અગવડતા  દૂર થઈ શકે. તો બ્રિજ ના નામથી સિંધી સમાજમાં ઉમંગનો માહોલ પણ જોવા મળ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 239 કરોડના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના લોકાર્પણ

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ કરવાની દિશા આપી છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાતનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છે. જેને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 239 કરોડના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે શહેરીજનોને સંબોધન કર્યું હતું.આ પ્રસંગે તેમણે કહ્યું કે, વિકાસના રાહે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત ઘણા બધા ક્ષેત્રોમાં નંબર વન પર છે. ગુજરાતના નાગરિકોને પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અમદાવાદ લિવેબલ અને લવેબલ શહેર બન્યું છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો એક સરખી ગતિથી વિકાસ થઇ રહ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં ઘરના ઘરનું સપનું સાકાર થયું

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ -સૌનો વિકાસ ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપ્યું છે. કોઇપણ નાત-જાત અને ધર્મના નાગરિકો પણ વિકાસની કેડી પર સતત આગળ વધે તેવા કાર્યો અને પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. ઘરના ઘરની કિંમત જેમની પાસે ઘર ના હોય અથવા નાના કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સુપેરે ખ્યાલ હોય છે એવા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.મહાનગરપાલિકા દ્વારા આ મકાનોમાં લાઈટ, પાણી, ગેસ જેવી તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાજ્યના નાગરીકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે હરહંમેશ કટિબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે ગુજરાતમાં આજે શિક્ષણ ક્ષેત્રે સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો 38 ટકા થી ઘટીને 3 ટકા  સુધી આવી ગયો છે. રાજ્યના વિદ્યાર્થીઓને હવે મેડિકલ અને એન્જીનીયરીંગ માટે બહારના રાજ્યોમાં અભ્યાસ અર્થે જવાની જરૂર રહી નથી.

કોરોનાકાળમાં નાગરિકો માટે મફત રસીકરણ ઉપલબ્ધ કરાવીને મહામારીમાં પણ સરકાર નાગરિકોની પડખે ઉભી રહી. તદુપરાંત બજેટમાં 60 વર્ષથી વધુની ઉંમરના વડીલો માટે ઘરે બેઠા બીમારીઓના ટેસ્ટ અને રિઝલ્ટ ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ટેલિમેડીસીન, ડાયાબિટીસ જેવી બીમારીઓની ફ્રી દવાઓ, ૧૨ વર્ષ સુધીના બાળકો માટે મોટી બીમારીઓના મફત ઓપરેશન વગેરે જેવી આરોગ્ય સુવિધાઓ સરકાર આજે નાગરિકોને પુરી પાડી રહી છે.સરકાર ઔદ્યોગિક વિકાસ અને રોજગારી સર્જન માટે સતત પ્રયત્નશીલ રહી છે. આજે સરકાર કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવીને નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યશીલ છે.

આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટકુમાર પરમારે પ્રાસંગિક પ્રવચનમા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સમગ્ર દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે આવી પડેલા કોરોના જેવા કપરા સમયમાં પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસની ગતિ અટકી નથી અને સતત અમદાવાદ શહેરના નાગરિકોની જનસુખાકારી માટે વિકાસના કામો હાથ ધરીને રૂ.૨૩૯ કરોડાના વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.અમદાવાદના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે એમ મેયર એ ભારપૂર્વક જણાવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">