AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બોગસ એન્જીનીયરીંગ કોલેજો સામે કાર્યવાહી, GTUએ 9 કોલેજને ‘નો એડમિશન’ ઝોનમાં મુકી

એકેડેમિક ઇન્સ્પેકશનમાં (Academic Inspection) નિયમોનું પાલન ના કરનાર 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને GTUએ નો એડમિશન ઝોનમાં (No admission zone) મૂકી દીધી છે. આ 9 કોલેજોમાં આ વર્ષે એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે.

Ahmedabad: બોગસ એન્જીનીયરીંગ કોલેજો સામે કાર્યવાહી, GTUએ 9 કોલેજને 'નો એડમિશન' ઝોનમાં મુકી
GTUએ 9 કોલેજને 'નો એડમિશન' ઝોનમાં મુકી
Dipen Padhiyar
| Edited By: | Updated on: Aug 08, 2022 | 9:22 AM
Share

GTU દ્વારા તાજેતરમાં ડિપ્લોમા (Diploma), એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ અને એમસીએ કૉલેજોનું એકેડમીક ઈન્સ્પેક્શન (Academic Inspection) કરાયું હતું. 435 કોલેજો પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેમાંથી ખરાઈ કર્યા બાદ 280 કોલેજોમાં શિક્ષણ (Education) ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતુ. કોલેજોમાં AICTEના નિયમો મુજબ ફેકલ્ટી, લેબોરેટરી, સ્ટાફ, આચાર્ય સહિતની સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી. એકેડેમિક ઇન્સ્પેકશનમાં 280માંથી 38 કોલેજોમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 38 કોલેજોમાં AICTEના નિયમ મુજબ સ્ટાફ અને અન્ય સુવિધાઓ ના હોવાનું સામે આવ્યું છે. કેટલીક કોલેજો પ્રોફેસર, આચાર્ય કે ડાયરેક્ટર વિના જ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. જેના પગલે GTUએ 9 એન્જિનિયરીંગ કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકી દીધી છે.

38 કોલેજોની વિવિધ વિદ્યાશાખાની 4775 સીટો ઘટાડી

એકેડેમિક ઇન્સ્પેકશનમાં નિયમોનું પાલન ના કરનાર 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને GTUએ નો એડમિશન ઝોનમાં મૂકી દીધી છે. આ 9 કોલેજોમાં આ વર્ષે એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે. આ અંગે જીટીયુએ એડમિશન કમિટીને પણ 9 કોલેજોમાં પૂરતી સુવિધા અને સ્ટાફ ના હોવાને કારણે વિદ્યાર્થીઓને (Students) ચાલુ વર્ષે પ્રવેશ ના ફાળવવા માટે જાણ કરી છે. અન્ય 38 કોલેજોમાં ફેકલ્ટી અને લેબોરેટરીની ઉણપ અને 3 વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું સામે આવતા GTUએ કાર્યવાહી કરી છે. ખામીઓ સામે આવતા 38 કોલેજોની વિવિધ વિદ્યાશાખાની 4775 સીટો ઘટાડી દીધી છે. જેમાં ડિગ્રી એન્જિનિયરીંગ (Degree Engineering) વિદ્યાશાખાની 15 કોલેજોની 1295 સીટો, ડિપ્લોમાં એન્જિનિયરીંગની 18 કોલેજોની 3300 , ફાર્મસીની 1 કૉલેજની 60 સીટો તથા MBA અને MCAની અનુક્રમે 3 અને 1 સંસ્થાની કુલ 60-60 સીટોનો ઘટાડો કરવામાં આવ્યો છે.

200 કોલેજોને ફટકારાઇ નોટિસ, શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાનો મત

આ ઉપરાંત GTUએ 200 કોલેજોને સ્ટાફ, લેબોરેટરી, કલાસરૂમ સહિતની ક્ષતિપૂર્ણ કરવા નોટિસ ફટકારી છે. જો આગામી સમયમાં આ કોલેજો દ્વારા AICTEના નિયમ મુજબ સ્ટાફ અને લેબોરેટરીની સુવિધા નહીં પુરી કરવામાં આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠે જણાવ્યું હતું કે ટેક્નિકલ શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ઉણપ ના રહી જાય તે અર્થે GTU અને એઆઈસીટીઈના ધરાધોરણ મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે. એકેડેમિક ઈન્સ્પેક્શનથી (Academic Inspection)  શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">