કેનેડા મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે લાખોની છેતરપિંડી, એજન્ટની ધરપકડ

ખોખરામાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકોને એજન્ટે પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે ઠગાઈ કરતા હોવાનું ખુલ્યું છે. આરોપીએ કોલકાતામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપીને એક વર્ષ સુધી અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 14.45 લાખ પડાવ્યા હતા. આરોપીએ કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએઈના વર્ક પરમીટના બનાવટી કોલ લેટર પણ મોકલ્યા હતા.

કેનેડા મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે લાખોની છેતરપિંડી, એજન્ટની ધરપકડ
એજન્ટની કરી ધરપકડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 12, 2024 | 10:02 AM

વિદેશ મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક પાસેથી રૂ. 14.45 લાખ ખંખેરી લેનાર એજન્ટ સૌરભ મધુવર્ષીની ખોખરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી સૌરભ મધુવર્ષીએ ખોખરામાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે ઠગાઈ કરતો હોવાનું ખુલ્યું છે. આરોપીએ કોલકાતામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપીને એક વર્ષ સુધી અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 14.45 લાખ પડાવ્યા હતા.

એટલું જ નહીં આરોપીએ કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએઈના વર્ક પરમીટના બનાવટી કોલ લેટર મોકલીને ધ્રુવ પટેલ પાસેથી પૈસા લીધા હતા. ખોખરા પોલીસે વિઝા કૌભાંડ કેસમાં આરોપી સૌરભ મધુર્વશી અને રોહિત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

કેનેડાની વાત કરી ફસાવ્યો

બનાવટી કોલ લેટર મોકલીને છેતરપિંડીનો ભોગ બનેલ ધ્રુવ પટેલ નામનો 23 વર્ષીય યુવક વડોદરામાં પોતાના પરિવાર સાથે રહે છે. ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે વિદેશ જવાના સપના સેવી રહ્યો હતો. આ દરમ્યાન ધ્રુવ પટેલ વડોદરામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શને જવા દરમિયાન ત્યાં તેની મુલાકાત મુલાકાત શૈલેષભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે થઈ હતી. તેમના સંપર્કથી ઘ્રુવ પટેલ 2023માં સૌરભ મધુવર્ષીના પરિચયમાં આવ્યો હતો.

ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

શરૂઆતમાં ધ્રુવ પટેલે વિદેશમાં જવા માટે UK જવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ ઠગ સૌરભ મધુવર્ષીએ તેની ઇચ્છાઓ સામે કહ્યુ કે, હાલમાં યુકેમાં વર્ક પરમીટ વિઝા નથી મળતાં. તેના બદલે હાલના સમયમાં કેનેડામાં વર્ક પરમીટ વિઝા મળી જશે તેમ કહીને ધ્રુવને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ધ્રુવ પટેલે કેનેડા જવા તૈયારી બતાવી હતી અને આ માટેની કાર્યવાહી સૌરભ મધુવર્ષીએ શરુ થઇ ગઈ હોવાનું બતાવ્યુ હતુ.

પાસપોર્ટ પરત આવતા ભાંડો ફૂટ્યો

બાદમાં આરોપી સૌરભ મધુવર્ષીએ કેનેડા મોકલી આપવા માટે રૂપિયા 12 લાખ માગ્યા હતા. ધ્રૂવ પટેલે પિતાના એકાઉન્ટ માંથી વર્ષ 2023ના જૂન મહિનામાં 75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ લોકોના એકાઉન્ટ નંબર આપીને સૌરભે અને તેના સાથીએ ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં રૂ. 14 લાખ 45 હજાર કઢાવી લીધા હતા. બાદમાં કોઈ પણ જાતના સ્ટેમ્પિંગ વિનાનો પાસપોર્ટ બંનેએ કુરિયર મારફતે મોકલી આપતા ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો:  હિંમતનગરમાંથી પાકિસ્તાન સુપર લીગ પર રમાતો સટ્ટો ઝડપાયો, 2 ની ધરપકડ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સૌરભ મધુવર્ષી વિરુદ્ધ જમીન છેતરપીંડી અને વિઝાના નામે ઠગાઈના અનેક ફરિયાદ થઈ છે. આ કૌભાંડની પોલીસ તપાસ દરમિયાન કોલકાતામાં રહેતા રોહિત કુમાર નામના એક એજન્ટનું પણ નામ સામે આવ્યું છે. કોલકતા અને દિલ્હીના એજન્ટોના કનેક્શનને લઈને ખોખરા પોલીસે તપાસ શરુ કરી છે. આ માટે પોલીસે કોર્ટમાં રજૂ કરીને આરોપી સૌરભના 10 દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
g clip-path="url(#clip0_868_265)">