Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાત ATSએ તપાસ હાથ ધરી, જુઓ Video
ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત ATS એ ચારેય આતંકવાદીઓને ઝડપ્યા છે. આતંકી કનેક્શન સંદર્ભે 4 ની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત ATS એ ચારેય આતંકવાદીઓને ઝડપ્યા છે.
શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે હાલમાં ગુજરાત ATSએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે.
Huge Success for #Gujarat ATS: 4 Islamic State terrorist arrested from #Ahmedabad Airport #Gujarat #TV9News pic.twitter.com/DmT1Po6vgN
— Tv9 Gujarati (@tv9gujarati) May 20, 2024
ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ હાથ ધરી પુછપરછ
ગુજરાત ATSએ માહિતી મળતા જ ગઈકાલે રાત્રે 8 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ અને ગુજરાતમાં કેટલાક લોકો સંકળાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે.
ગુજરાત ATSના અધિકારીઓ સહિત કેન્દ્રીય એજન્સીઓનો અધિકારી દ્વારા પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. સૂત્રો મારફતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોઈ ચોક્કસ વ્યક્તિ પર હુમલો કરવાની ફિરાક હોવાની પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે આ સમગ્ર ઘટના અંગેની માહિતી ગુજરાતના પોલીસ વડા 4 વાગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપશે.
એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદી ઝડપાતા તાત્કાલિક એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ આજે IPLની 3 ટીમ અમદાવાદ આવવાની હતી. આ ઉપરાંત ગઈ કાલે રાત્રે જ 4 આતંકવાદી ઝડપાતા એરપોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છેે.
આ અગાઉ પણ IS ખુરાસાન સાથે સંકળાયેલા લોકોની કરી હતી અટકાયત
આ અગાઉ પણ ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી હતી. જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. તે સમયે ગુજરાત ATSને માહિતી મળી હતી કે ત્રણ શખ્સો પોરબંદરના દરિયાઇ માર્ગેથી અફઘાનિસ્તાન અને ત્યારથી ઇરાન જવાના ફિરાકમાં હતા. તેથી માહિતીના આધારે ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.